બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / તમારા કામનું / જાતે બનો 'શિલ્પી', આવી રીતે ઘેર બનાવો ભગવાન ગણેશની પ્રતિમા, જોવા આવશે લોકો
Nidhi Panchal
Last Updated: 03:09 PM, 3 September 2024
આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બર 2024ના રોજ છે અને 17 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન થશે. ગણેશ ચતુર્થીનો તહેવાર 10 દિવસ સુધી ચાલે છે. ભક્તો ભગવાન ગણેશને ધામધૂમથી પોતાના ઘેર તેડી લાવે છે. મહારાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં તો ગણેશ ચતુર્થી પછી 10 દિવસ સુધી સતત ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. ભક્ત આ દરમિયાન પોત-પોતાના ઘરમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરી ભક્તિભાવથી દસ દિવસો સુધી વિધ્નહર્તા શ્રી ગણેશની પૂજા કરે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
શિવપુરાણ અનુસાર, ગણેશના જન્મની દંતકથામાં કહેવામાં આવે છે કે 'દેવી પાર્વતીના પુત્ર મોહ થયો અને આ આશાએ તેમણે ભગવાન ગણેશની માટીની પ્રતિમા બનાવી. આ સિવાય શિવ મહાપુરાણમાં અન્ય કોઈ સામગ્રીની મૂર્તિને નહીં પરંતુ રેતીની મૂર્તિને મહત્વ આપવામાં આવ્યું છે.
અમદાવાદના નિશીથ સોની જે ઇકો ફ્રેન્ડલી ગણપતી બનાવીને વેપાર કરે છે તે જણાવે છે કે,''આ તહેવાર નજીક આવતા જ ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સારી વાત એ છે કે ભાવિક ભક્તો તહેવારની ઉજવણીની સાથે પર્યાવરણનું મહત્વ પણ સમજ્યા છે. પહેલા ગણેશજીની પીઓપીની મૂર્તિઓ સ્થાપિત કરતા પરંતુ હવે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. 7 તારીખે આવનાર ગણેશ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે ગણેશ મંડળના આયોજકો અને પોતાના ઘર માટે ગણેશજીની પ્રતિમાની ખરીદી કરવામાં આવતી હોય છે. જેમાં ખાસ કરીને છેલ્લા ઘણા વર્ષોથી ભાવિક ભક્તો પીઓપીની મૂર્તિની ખરીદી કરતા હતા. જે વિસર્જનના સમય દરમિયાન મુશ્કેલીઓ પડતી હતી, માટે હવે ભક્તો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની અવનવી ડિઝાઇનની પ્રતિમાઓની સ્થાપના કરતા હોય છે.
નિશીથ સોની વધુમાં જણાવે છે કે''માર્કેટમાં ઇકો ફ્રેન્ડલી ગણશજીની પ્રતિમા 2100 રૂપિયાથી લઇને 8 હજાર સુધી મળે છે. બીજા વધુ ભાવ તેની સાઇઝ પણ નિર્ભર કરે છે. જો કે આ ઇકો ફ્રેન્ડલી ગણપતી ઘરે પણ બનાવી શક્યા છે. બસ તેને બનાવા માટેની માટી ખાસ ધ્યાન રાખવાનું હોય છે. બે પ્રકારની માટી આવે છે એક લાલ અને એક સાધુ માટી. આ બંને માટીને ઇકો ફ્રેન્ડલી માટી કહેવામાં આવે છે અને બગીચામાં પ્લાન્ટેશન માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. લાલ માટી સરળતાથી ગુજરાતમાં મળી રહેશે એટલે ઘરે લાલ માટીના ઉપયોગથી જ ગણશેજીની પ્રતિમા બનાવી જોઇએ''
સૌ પહેલા તમે એક સમતલ સ્થાન પર બોર્ડને મુકો અને તેના પર પૉલીથિનને ટેપની સહાયતાથી ચિપકાવી દો. હવે લાલ માટી લો અને તેને ત્યાં સુધી ગૂંથો જ્યા સુધી તે તમારા હાથમાં ચોંટવી બંધ ન થાય. જો તમારી પાસે માટીનો પાવડર છે તો તમે તેને ગુંદર કે ફેવિકૉલની મદદથી ગૂંથી શકો છો. હવે આને લોટની જેમ તૈયાર કર્યા પછી તેને 3 બરાબર ભાગમાં વહેંચી લો. હવે આ ત્રણ ભાગમાંથી 1 ભાગ લઈને ગોળો બનાવો અને આ ગોળાના 2 બરાબર ભાગ કરો. એક ભાગથી આપણે બેઝ બનાવવાનો રહેશે. જેના પર ગણેશજી વિરાજમાન થશે. બેઝ બનાવવા માટે એ ભાગને ગોળ લાડુનો આકાર આપીને હળવા હાથોથી દબાવીને ચપટો કરી દો. આની જાડાઈ લગભગ 0.5 મિમિ સુધી હોય અને સમગ્ર ગોળાની પહોળાઈ લગભગ 10થી 12 સેમી હોય. અને હવે આના બીજા ભાગને લઈને તેને ઈંડાનો આકાર આપો. આ અંડાકાર ભાગથી ગણપતિજીનુ પેટ બનશે.
આ તો થયુ પહેલા મોટા ભાગનુ કામ. હવે બીજો મોટો ભાગ લો અને તેને 4 સરખા ભાગોમાં વહેંચો. આ ચાર ભાગમાંથી ભગવાન ગણેશજીના 2 હાથ અને 2 પગ બનશે. હાથ-પગ બનાવવા માટે તમામ ભાગોને એક-એક કરીને પાઇપનો આકાર આપવાનો હોય છે અને પછી તેમને કોઈપણ એક તરફથી પાતળો બનાવવાનો છે. આ લગભગ 7 થી 8 સે.મી ના બનશે. હવે સૌથી પહેલા બેઝને બોર્ડની વચ્ચે મુકો પછી તેના પર પગની આકૃતિને પલાંઠી વાળેલી મુદ્રામાં મુકો. હવે પગને ઉપરથી અંડાકાર ગોળાની પાછળની તરફ ચોંટાડીને મુકો . હવે કોઈ સાધનની મદદથી પગ અને પેટની વચ્ચે માટીને સમતલ કરી તેને પરસ્પર ચોંટાડો. પછી બંને હાથ મૂર્તિ પર લગાવો. બંને હાથના જાડા ભાગને છેડામાંથી થોડી માટી કાઢીને તેમાંથી બે નાના ગોળા બનાવીને પેટના ઉપર તરફ ખભા બનાવતા ચોટાડો હવે હાથને ખભા સાથે જોડો. . હાથની લંબાઈ મૂર્તિના કદના પ્રમાણમાં હોવી જોઈએ.
વધુ વાંચો : કેમ વધ્યો ડોગ રાખવાનો ટ્રેન્ડ? મનોચિકિત્સકે આપ્યું મજાનું કારણ, જાણીને લઈ આવશો ઘેર
ભગવાન ગણેશના સીધા હાથને આગળથી થોડો વાળીને આશીર્વાદની મુદ્રા બનાવો અને બીજા હાથમાં આગળ પ્રસાદની મુદ્રા બનાવો અને તેના પર એક નાનકડો લાડુ મુકો. હવે ત્રીજા મોટા ભાગને લઈને તેને ચાર સમાન ભાગોમાં વહેંચો. હવે વચેલી માટીમાંથી ઉંદર બનાવો. ઉંદર બનાવવા માટે માટીના ત્રણ ભાગ કરો. એક ભાગને અંડાકાર બનાવો જેનાથી ઉંદરનુ પેટ બનશે.. બીજા ભાગમાંથી ત્રણ ભાગ કરો. જેનાથી જેમાથી ઉંદરનુ માથુ, કાન અને પૂછડી બનશે. ત્રીજા ભાગના ચાર ભાગ કરો અને ઉંદરના ચાર પગ બનાવો. તમે ચાહો તો આગળના બે પગ હાથની જેમ બનાવીને તેમાં લાડુ પણ મુકી શકો છો. હવે તૈયાર છે તમારા ઈકો ફ્રેંડલી ગણેશજી, તેને બનાવ્યા પછી 3 થી 4 દિવસ છાયડામાં જ સુકાવવા દો અને તેના પર તમારી પસંદગીના રંગ ભરીને સજાવો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.