બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / અમદાવાદના પ્રખ્યાત મેગી ભજીયા બનાવવાની પરફેક્ટ Recipe

પ્રખ્યાત વાનગી / અમદાવાદના પ્રખ્યાત મેગી ભજીયા બનાવવાની પરફેક્ટ Recipe

Last Updated: 02:15 PM, 2 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદ પડતો હોય અને ભજીયા ખાવા કોને ન ગમે?

રીમ-ઝીમ વરસાદ પડતો જોઈને આપણું મન અંદરથી જ થનગની ઉઠતું હોય છે. અને મન પ્રફુલ્લિત હોય એટલે આપણને સારું સારું ખાવાની ઈચ્છા પણ સહજ થઈ જાય. એમાં પણ વરસાદ અને ઠંડા ઠંડા પવનની સાથે ગરમાગરમ ચા અને ચા ની સાથે પાછા ગરમાગરમ ભજીયાં ખાવા મળી જાય, એટલે તો પેટને જલસો જ પડી જાય. તો બસ તમારા પેટને જલસો કરાવે તેવા ટેસ્ટફૂલ અને અમદાવાદના પ્રખ્યાત એવાં મેગીના ભજીયાની રેસીપિ આજે તમારી સાથે શૅર કરીશું.. તો ચાલો ફટાફટથી નોંધી લો આ ભજીયા બનાવવા માટેની રીત અને સામગ્રી..

deep-fried-dim-sum-with-savory-sauce-generated-by-ai_188544-39165

મેગી ભજીયા બનાવવા માટેની સામગ્રી:

2 મેગી સ્લાઈસ

1 વાટકી - બેસન

2 ચમચી - કોર્નફ્લોર

1 ચમચી - આરા લોટ/ શિંગોડાનો લોટ

2 નંગ - ઝીણું સમારેલું ટામેટું

1 નંગ - ઝીણું સમારેલું કેપ્સિકમ

2 ચમચી - લીલા મરચાંની પેસ્ટ

3 ચમચી - મેગી મસાલો

1 ચમચી - મીઠું

તળવા માટે તેલ

PROMOTIONAL 1

બનાવવાની રીત:

  • સૌ પ્રથમ મેગીને ગરમ પાણીમાં 10 મીનિટ પલાળી રાખો.
  • પછી એક તપેલીમાં ઉપર મુજબ જણાવેલી તેલ સિવાયની તમામ સામગ્રી લઈ મિક્સ કરી લઈ ગોટા જેવું સહેજ કઠણ મિશ્રણ તૈયાર કરી લો.
  • હવે આ મિશ્રણમાં એક ચમચી ગરમ તેલ મિક્સ કરી ગરમ તેલમાં મીડિયમ સાઈઝના ભજીયા ઉતારી મધ્યમ તાપે તળી લો.
  • ગોલ્ડન ગ્રાઉન કલરના થઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં લઈ કેચપ અને ડુંગળી સાથે ગરમાગરમ સર્વ કરો.
  • તો તૈયાર છે વરસાદ આવે અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય તેવા અમદાવાદની પ્રખ્યાત મેગી ભજીયા..

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Food Recipe
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ