બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Technology / how-to-make-a-phone-call-without-showing-your-phone-number

NULL / તમારો નંબર દેખાડ્યા વગર આવી રીતે કરો કોઇને પણ CALL બિલકુલ ફ્રી સર્વિસ

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

નવી દિલ્હી: તમે તમારા નંબર પરથી કોઇને પણ ફોન કરવા ઇચ્છો છો અને તમે એવું પણ ઇચ્છોછો કે સામે વાળાને તમારો નંબર ના ખબર પડે. આ વાત સાંભળીને તમને એવું લાગશે કે આવું તો થઇ જ ના શકે. તો આજે અમે તમને એક એવી એપ માટે કહેવા જઇ રહ્યા છીએ  જેનાથી આ બિલકુલ શક્ય થઇ શકશે કે તમે કોઇને પણ કોલ કરો પણ તમારો નંબર આવશે નહીં પરંતુ બીજો કોઇ નંબર આવશે. એવામાં તમે તમારો નંબર દેખાડ્યા વગર કોઇની પણ સાથે વાત કરી શકો છો અને તમને કોઇ કોલબેક પણ કરી શકશો નહીં. 

સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં ગૂગલ પ્લે સ્ટોરથી Indycall નામની એપને ઇન્સ્ટોલ કરવાની છે. જ્યારે આ એપ ઇન્સ્ટોલ થઇ જાય ત્યારે એને ઓપન કરો. હવે તમારી સામે એક નવું પેજ ઓપન થશે. 

પેજ ખુલતાં જ તમને નિયમો અને શરતોને લઇને સહમતિ માંગશે. ત્યારબાદ તમારા ફોનના કોનટેક્ટ્સ વગેરેનું એક્સેસ માંગશે અને આ એપ માટે તમારે એક્સેસ આપવું પડશે. જો તમે એક્સેસ આપશો નહીં તો આ એપ કામ કરશે નહીં. હવે તમારી સામે તમને તમારા ફોનની કીપેડ જેમ જ કીપેડ જોવા મળશે. 

હવે તમારે આ કીપેડમાં એ નંબર ડાયલ કરવાનો જેને તમે કોલ કરવા ઇચ્છો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે નંબર ડાયલ કરતાં પહેલા +91 ઇન્ડિયાનો કન્ટ્રી કોડ લગાવવો પડશે. આ કોડને લગાવ્યા બાદ જ નંબર છુપાડી શકાય છે. જો આ કોડ ડાયલ નહીં કરો તો નંબરને છુપાડી શકશો નહીં. 

સંકળાયેલા મુદ્દાઓ

vtvAdmin
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ