જલ્દી કરો /
31 માર્ચ પહેલાં ફટાફટ આ કામ પતાવી દેજો નહીં તો થઇ શકે છે રૂ. 10 હજારનો દંડ
Team VTV04:48 PM, 05 Mar 22
| Updated: 04:51 PM, 05 Mar 22
PANને આધાર સાથે લિંક કરવાને લઇને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યાં છે. પાનને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. ત્યારે જો તમે 31 માર્ચ સુધીમાં તમારા PANને આધાર સાથે લિંક નહીં કરો તો તે નિષ્ક્રિય થઈ જશે એટલે કે નકામું થઇ જશે.
પાનને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ
ઇન ઓપરેટિવ PAN નો ઉપયોગ કરવા બદલ તમને થશે 10,000નો દંડ
જાણો કઇ રીતે PAN આધાર સાથે લિંક કરી શકશો?
ઇન ઓપરેટિવ PAN નો ઉપયોગ કરવા બદલ તમને રૂપિયા 10,000 નો દંડ થઈ શકે છે. આ સમસ્યાથી બચવા માટે આધાર-PAN લિંક જેટલું જલ્દી થાય તેટલું વહેલા કરી લેવું. તમને જણાવી દઇએ કે, તમે કેવી રીતે ચેક કરી શકશો કે આખરે તમારું PAN આધાર સાથે લિંક છે કે નહીં. એમાંય જો PAN આધાર સાથે લિંક ના હોય તો તમે તેને કેવી રીતે લિંક કરી શકશો?
આ રીતે ચેક કરી શકશો કે આધાર-પાન સાથે લિંક છે કે નહીં
સૌ પ્રથમ આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ incometax.gov ઓપન કરો.
પછી નીચેની તરફ તમને Link Aadhaar Status નો વિકલ્પ મળશે. તેની પર ક્લિક કરો.
ત્યાર બાદ હવે આગળનું પેજ ખુલશે કે જ્યાં તમારે તમારો આધાર અને PAN નંબર નાખવાનો રહેશે અને View Aadhaar Link Status પર ક્લિક કરો.
તેની પર ક્લિક કરવાથી તમારું આધાર-PAN સાથે લિંક છે કે નહીં તેની માહિતી સ્ક્રીન પર દેખાશે.
આ રીતે ઓનલાઈન લિંક કરી શકશો Aadhar-PAN
સૌ પ્રથમ આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ incometax.gov ને ઓપન કરો.
તેમાં સાઇડમાં લિંક આધારનો વિકલ્પ મળશે. તેની પર ક્લિક કરવાથી એક નવું જ પેજ ઓપન થશે.
તેમાં તમારે પાન નંબર, આધાર નંબર અને આધાર કાર્ડમાં દાખલ કરેલ નામ એન્ટર કરવું પડશે અને આધાર લિંક પર ક્લિક કરવું પડશે.
ત્યાર બાદ આવકવેરા વિભાગ તમારા બંને નંબરને લિંક કરવાની પ્રોસેસમાં મૂકશે.
આધાર સાથે લિંક ન થવા પર PANCARD થઇ જશે નકામું
આવકવેરા વિભાગના જણાવ્યાં અનુસાર, જો કોઈ પણ પાન કાર્ડ ધારક PAN ને આધાર સાથે લિંક નહીં કરે તો તેમના PAN ને ઇનઓપરેટિવ જાહેર કરવામાં આવશે. ત્યાર બાદ PAN નો ઉપયોગ નાણાંકીય વ્યવહારો માટે નહીં કરવામાં આવે. સાથે એ પણ જાણી લો કે, જો તમે તમારા બેંક એકાઉન્ટમાંથી 50 હજારથી વધુ રકમ ઉપાડી રહ્યાં છો અથવા જમા કરાવી રહ્યાં છો તો તમારે પાન કાર્ડ બતાવવું પડશે. આવી સ્થિતિમાં PANCARD નિષ્ક્રિય થઇ જવા પર તમે 50 હજારથી વધુના વ્યવહાર નહીં કરી શકો.