બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / ડાયાબિટીસના દર્દી બની ગયા છો ખબર કેવી રીતે પડે?, સવાર અને રાતના આ લક્ષણો ન અવગણો
Last Updated: 06:17 PM, 14 November 2024
દર વર્ષની 14મી નવેમ્બરે વર્લ્ડ ડાયાબિટીસ ડે ઉજવવામાં આવે છે. અનેક લોકો ડાયાબિટીસના લક્ષણોને નજરઅંદાઝ કરે છે. જેથી તે આગળ જઈને ગંભીર સ્વરૂપ લે છે. આથી લોકમાં જાગૃતિ ફેલાવવા આ દિવસ મનાવવામાં આવે છે. જો ડાયાબિટીસના લક્ષણો દેખાય તો તેને અવોઈડ કરવાને બદલે તુરંત ઇન્સ્યુલિન સંબંધિત ટેસ્ટ કરાવવો જોઈએ.
ADVERTISEMENT
ડાયાબિટીસના બે પ્રકાર હોય છે. ટાઇપ 1 ડાયાબિટીસમાં સ્વાદુપિંડમાં પૂરતી માત્રામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન નથી થતું, તો ટાઇપ 2 ડાયાબિટીસમાં શરીર ઇન્સ્યુલિન પર યોગ્ય રીતે રીએક્ટ નથી કરી શકતું. અને સ્વાદુપિંડમાં જ ઇન્સ્યુલિન જમા થઈ જાય છે. આ બંને પ્રકારના ડાયાબિટીસમાં લોહીમાં ગ્લુકોઝનું લેવલ વધી જાય છે. જેના કારણે શરીરમાં નીચે મુજબના લક્ષણો દેખાવા લાગે છે.
ADVERTISEMENT
ઘણા કિસ્સામાં 45-50 વર્ષની નજીક પહોંચેલી સ્ત્રીઓ અને પુરુષો વારંવાર પેશાબની સમસ્યા થાય છે. જેને તેઓ ઉંમરના હિસાબે સામાન્ય ગણે છે. તો મહિલાઓ તેને મેનોપોઝના લક્ષણો માને છે, પરંતુ વારંવાર પેશાબ આવવો, ખાસ કરીને રાત્રે ચારથી પાંચ વખત પેશાબ આવવો તે લોહીમાં ગ્લુકોઝનું લેવલ વધી ગયાનો સંકેત હોય છે.
ઉનાળામાં મોં સુકાવાને અને વારંવાર તરસ લાગવાને લોકો સામાન્ય માને છે. પરંતુ હવામાનના ફેરફારના બાદ પણ મોઢું સુકાઈ રહ્યું હોય અને પાણી પીધા બાદ પણ તરસ છીપાતી ન હોય તો તે શરીરમાં ઈન્સ્યુલિન પૂરતી માત્રામાં નથી બની રહ્યું તેની નિશાની હોય છે. ઈન્સ્યુલિન ન બનવાના લક્ષણો ટાઇપ 1 ડાયાબિટીસમાં જોવા મળે છે.
લોહીમાં ગ્લુકોઝનું લેવલ વધી જાય ત્યારે સ્કિન ડ્રાય થઈ જાય છે. ખાસ કરીને પગમાં વાઢિયા, ડ્રાય સ્કિન અને ડાર્ક સ્પોટ્સ દેખાય તે ડાયાબિટીસના લક્ષણો હોઈ શકે છે.
ડાયાબિટીસના તમામ લક્ષણો પુરુષો અને સ્ત્રીઓમાં લગભગ સમાન હોય છે, પરંતુ મહિલાઓને યીસ્ટ ઈન્ફેક્શન, યુરિન ઈન્ફેક્શન અને ઓવરી ઈન્ફેક્શન વારંવાર થાય છે.
ચહેરાનો કલર ડલ પડી રહ્યો હોય, આર્મપિટમાં કાળા ડાઘ પડી ગયા હોય અથવા પગ, કમર અને ગરદનમાં કાળાશ દેખાય તો તે ડાયાબિટીસની નિશાની હોઈ શકે છે.
શરીર પર નાની ઈજાને પણ સાજા થવામાં વધુ સમય લાગે અને બીજા લક્ષણો પણ દેખાય તો આ પણ ડાયાબિટીસના સંકેત હોઈ શકે છે.
પુરુષોને ડાયાબિટીસ થાય ત્યારે તેમને મસલ્સ લોસનો સામનો કરવો પડે છે. ડાયાબિટીસના પેશન્ટને ઝડપી મસલ્સ લોસ થાય છે. જેમાં તેમની મસલ્સ કમજોર પડી જાય છે. આથી વર્કઆઉટ અને વજન કંટ્રોલ કરવું જરૂરી હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.