how to know if someone is recording your call or not follow these easy steps
Alert /
તમારો કૉલ ક્યાંક રેકૉર્ડ તો નથી થઈ રહ્યો? આ સરળ ટ્રિકથી તરત પડી જશે ખબર
Team VTV11:52 AM, 19 May 22
| Updated: 12:01 PM, 19 May 22
કૉલ રેકોર્ડિગ શબ્દથી તમે સારી રીતે પરિચિત હશો. મોટી સંખ્યામાં લોકો ફોન પર વાતચીત દરમ્યાન અલગ-અલગ કારણનો ઉપયોગ કરે છે. અમુક કેસમાં આ સારું છે. પરંતુ તેનો દુરૂપયોગ પણ ખૂબ થાય છે.
કોઈ તમારો છૂપી રીતે કૉલ રેકોર્ડ તો કરતુ નથી ને?
અહીં અમે તમને સરળ ટ્રીક જણાવીશુ
સરળતાથી જાણી શકશો કે કોલ રેકોર્ડ થાય છે કે નહીં
સામેવાળો તમારી કૉલ રેકોર્ડ કરી રહ્યો છે કે નહીં?
લોકોની પ્રાઈવસી અને સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને ગૂગલે થર્ડ પાર્ટી એપ દ્વારા કૉલ રેકોર્ડિગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જો કે, એન્ડ્રોઈડના જે ફોનમાં ડિફૉલ્ટ કૉલ રેકોર્ડિગ ફીચર છે, તેમાં હજી પણ કૉલને રેકોર્ડ કરી શકે છે, પરંતુ સવાલ એવો ઉઠે છે કે તમે કેવીરીતે જાણકારી મેળવશો કે સામેવાળો તમારી કૉલ રેકોર્ડ કરી રહ્યો છે કે નહીં. અહીં અમે તમને જણાવીશુ અમુક ટ્રીક જેની મદદથી તમે સરળતાથી જાણી શકો છો કે તમારી કૉલ રેકોર્ડ થઇ રહી છે કે નહીં.
આ સંકેત પર ધ્યાન આપો
કૉલ રેકોર્ડિગની જાણકારી મેળવવા માટે તમારે થોડુ એલર્ટ રહેવાની જરૂર છે. જ્યારે પણ તમારી પાસે કોઈ કૉલ આવે અથવા તમે કૉઈને ફોન કરો તો અમુક બાબતો પર ખાસ ધ્યાન આપો. જે બાબતોનું ધ્યાન રાખવાનુ છે, તે આ પ્રકારે છે.
એન્ડ્રોઈડ ફોનમાં આ જોવા મળ્યું છે કે જ્યારે તેમાં ડિફૉલ્ટ ફીચરનો ઉપયોગ કરીને કૉલ રેકોર્ડિંગ કરવામાં આવે તો વારંવાર બીપનો અવાજ આવે છે. તેથી કૉલ દરમ્યાન જ્યારે જ્યારે બીપનો અવાજ આવે તો સમજી લેવુ કે સામેવાળો કૉલ રેકોર્ડ કરી રહ્યો છે. ખરેખર ઘણા દેશોમાં કૉલ રેકોર્ડિંગ સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે. એવામાં મોબાઈલ બનાવનારી કંપનીઓ બીપ ઓપ્શન મુકી દે છે, તેથી રેકોર્ડિંગની સ્થિતિમાં જાણકારી મળી શકે. જો કે, જરૂરી નથી કે દરેક ફોનમાં આ ફીચર હોય.
કૉલ રિસીવ થતાની સાથે બીપનો અવાજ આવે તો આ કૉલ રેકોર્ડિંગનો સંકેત છે. અમુક ફોનમાં કૉલ રિસીવ કરવાની સાથે જો એક વખત બીપનો અવાજ આવે તો માની લો કે કૉલ રેકોર્ડ થઇ રહી છે.
તમારા ફોનની સ્ક્રીનનુ પણ ધ્યાન રાખો. જો તમે કમાન્ડ આપ્યા વગર નોટીફિકેશન બાર પર માઈકનું આઈકન બને છે તો સમજી લો કે કોઈ તમારી જાસૂસી કરી રહ્યું છે અને તમારી બધી વાત સાંભળી રહ્યું છે.
ઘણા ફોનમાં ડિફૉલ્ટ રેકોર્ડિંગનો ઓપ્શન હોતો નથી. એવામાં કેટલાંક લોકો ફોનને સ્પીકર પર રાખી વાત કરે છે અને કોઈ બીજા ફોનમાં રેકોર્ડર ઑન કરીને રેકોર્ડ કરે છે. એવામાં વાત દરમ્યાન ધ્યાન આપો કે સામેવાળો સ્પીકર ઑન કરીને વાત કરી રહ્યો છે કે નહીં. સ્પીકર ઑન કરીને વાત કરવાથી અવાજ ગુંજે છે.