બ્રેકિંગ ન્યુઝ
VTV / how to keep safe your home from corona
Kinjari
Last Updated: 05:32 PM, 3 July 2020
ADVERTISEMENT
રસોઇ બાદ કરો આ કામ
ADVERTISEMENT
તમારા કીચન કપબર્ડ, પ્લેટફોર્મ, ફ્રીજ ઈત્યાદિની સપાટી પર જંતુ ચોંટી રહેવાની શક્યતા હોય છે. તેથી તેને સાબુના પાણી વડે અથવા આ સપાટીને જંતુમુક્ત કરી શકે એવા અન્ય કોઈ પ્રવાહી ઈત્યાદિથી સાફ કરવા જોઈએ. રસોઈ બનાવવાનું કામ પૂરું થાય કે તરત જ આ કામને પ્રાધાન્ય આપવું જોઈએ. તેઓ વધુમાં કહે છે કે જો તમે ઘરમાં સ્લીપર પહેરતા હો તો ઘરની બહાર નીકળો ત્યારે બીજા પગરખાં પહેરો. આ સ્લીપર પહેરીને ઊંબરાની બહાર પણ પગ ન મૂકો. ઉઘાડા પગે ઘરથી બહાર ન નીકળો
વસ્તુઓ લાવ્યા બાદ કરો આ કામ
શાકભાજી અને ફળો પોટેશિયમ પરમેંગેનેટ સોલ્યુશન નાખેલા પાણીમાં અથવા ગરમ પાણીમાં દસેક મિનિટ મૂકી રાખ્યા પછી સારી રીતે ધોઈને સુકવી છે. જો શાકભાજી, ફળો, કરિયાણું, ઔષધિઓ જેવી જીવનાવશ્યક વસ્તુઓ ખરીદવાની હોય તો જ ઘરની બહાર નીકળો. શક્ય હોય ત્યાં સુધી એકી વખતે વધારે સામાન લઈ રાખો જેથી વારંવાર ઘરથી બહાર નીકળવાની જરૂર ન પડે. ખરીદી કરની પરત ફર્યા પછી તરત જ સ્નાન કરો અને તમારા વસ્ત્રો પણ સાબુથી ધોઈ લો. ઘરમાં બેઠાં હો ત્યારે પણ વારંવાર હાથ ધોતાં રહો
ઘરના ખૂણા રાખો સાફ
ગામડામાં અને શહેરમાં પાલતુ જાનવર રાખવાનો લોકોને શોખ હોય છે. કોરોનાકાળમાં તમે તમારા શ્વાનને પણ બહાર નહી જવા દેતા હોવ, ત્યારે તમારા ઘરમાં દરેક જગ્યાએ તમારુ પાલતુ જાનવર ફરે છે. જેના કારણે ઘર ખરાબ થાય છે. બ્લિચીંગ દ્વારા આખા ઘરને સાફ કરો અને ખૂણેખૂણા સાફ રાખો. જેથી કોરોના ઘરની બહાર રહે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.