બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / how to keep car cool in summer

રહેશે કૂલ / કાળઝાળ ગરમીની સિઝનમાં પણ તમારી કાર રહેશે ટકાટક, અપનાવી લો આ 5 ટિપ્સ

Premal

Last Updated: 03:48 PM, 4 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરમી વધવા લાગી છે. આ ગરમ હવામાનમાં પાર્ક કરવામાં આવેલી કાર અંદરથી ખૂબ ગરમ થઇ જાય છે. ગરમીમાં કાર ચાલકો માટે આ એક સામાન્ય સમસ્યા છે. અહીં અમે તમને અમુક એવી ટિપ્સ જણાવવા જઇ રહ્યાં છે, જેની મદદથી તમે તમારી કારને અંદરથી કૂલ રાખી શકો છો.

  • ગરમીની સિઝન શરૂ થતાં વધી રહ્યું છે તાપમાન
  • તમારે તમારી કારને અંદરથી કૂલ રાખવી છે?
  • અપનાવો આ ટિપ્સ, તમારી કાર રહેશે અંદરથી કૂલ

કાચ થોડા ખુલ્લા રાખો 

પ્રયાસ રાખો કે તડકામાં કાર ઉભી ના કરવી પડે. જો ખુલ્લી જગ્યાએ અને તડકામાં કાર ઉભી કરી રહ્યાં છો તો કારની અંદર ગરમીથી બચવા માટે કાચને થોડા ખુલ્લા મુકી દો. વિન્ડો ટિન્ટ એક પ્રકારનુ કવર હોય છે, જે કારની વિન્ડો પર ચઢાવવામાં આવે છે. પ્રોફેશનલી આ પ્રક્રિયાને વિન્ડો ટિન્ટિંગ કહેવામાં આવે છે. જો તમારી કારમાં આ ટિન્ટિંગ છે તો બહારની ગરમી તમારી કારની અંદર આવી શકશે નહીં.

બૉટમ વેન્ટ્સ 

મોટાભાગના લોકો કારમાં બેસતા જ ઠંડક મેળવવા માટે વિન્ડોને તાત્કાલિક આખી ખોલી નાખે છે. કારની અંદર હીટિંગથી છૂટકારો મેળવવા માટે જરૂરી છે કે તમે પહેલા પંખાની સ્પીડ ફૂલ કરી દો અને તેની ઉપરના વેન્ટ્સ બંધ કરી દો. જ્યારે હવાનુ હલ્કુ દબાણ અંદર બની જાય પછી અપર વેન્ટ ખોલી દો. જેનાથી તમારી કાર ટૂંક સમયમાં ઠંડી થઇ જશે. કારની ઉપર કવર ત્યારે જરૂરી થાય છે, જ્યારે તમારી કાર હંમેશા ખુલ્લામાં પાર્ક કરેલી હોય. કારને એક સારા કવરથી ઢાંકો. કારણકે ખુલ્લામાં પાર્ક થયા બાદ પણ તમારી કાર અંદરથી વધુ ગરમ ના થાય. જેનાથી કારનો કલર પણ સુરક્ષિત રહેશે.

એસી

કારમાં બેસતા એસી ઑન કરીએ તો તેનો મોડ ફ્રેશ એર જ રાખો. ત્યારબાદ રીસર્ક્યુલેશન મોડ ત્યારે સ્વિચ કરો જ્યારે કારનુ તાપમાન ગરમથી થોડુ સામાન્ય થાય. જેનાથી તમારી કાર કૂલ તો રહેશે. આ સાથે કોઈ પણ પ્રકારની ટેકનિકલ ફરિયાદ આવશે નહીં. 

સંકળાયેલા મુદ્દાઓ

Auto Tips Car Cool Summer Season car Car Cool
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ