બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / નવરાત્રીના ઉપવાસમાં કેળા ખાતા હોય તો તે કાર્બાઈડથી પાકેલાં તો નથી ને? આવી રીતે કરો ચેક
Last Updated: 08:35 PM, 6 October 2024
બારે માસ અને સાતેય દિવસ મળતા ફાળોમાં કેળાનો પણ સમાવેશ થાય છે. કુદરતી રીતે પાકેલું કેળુ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. આ મીઠું અને પૌષ્ટિક હોવાની સાથે સ્વાદમાં પણ જબરદસ્ત હોય છે. દરરોજ સવાર-સવારમાં બે કેળાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આનાથી આખો દિવસ એનર્જી જળવાઈ રહે છે.
ADVERTISEMENT
નેચરલ રીતે પાકેલા કેળાને કેવી રીતે ઓળખવા?
ADVERTISEMENT
તમે કેળાંને માર્કેટમાંથી સરળતાથી ખરીદી શકો છો . જો કે ઘણી વાર ખબર નથી પડતી કે કેળા નેચરલી પાકેલાં છે કે તેને આર્ટિફિશિયલ રીતે પકવ્યા છે. માર્કેટમાં ઘણા એવા પણ કેળાં હોય છે કે જે કાર્બાઈડથી પકવ્યા હોય છે. કાર્બાઈડથી પાકેલા કેળા ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે.
આવા હોય છે કાર્બાઈડથી પકવેલા કેળા
નેચરલી પાકેલા કેળાની છાલ ડાઘાવાળી તેમજ ઘેરી પીળી હોય છે. સાથે જ કાર્બાઈડથી પકાવેલું કેળું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવા કેળાની છાલ સાદા તેમજ હળવા પીળા રંગની હોય છે. આની નીચે, કાળા રંગને બદલે, તે આછો લીલો છે. આવા કેળા ખાવાનું ટાળવું. તેનું લાઈફ ખૂબ જ ટૂંકી હોય છે, જેના કારણે તે ઝડપથી બગડી જાય છે.
પાણીથી કરવી ઓળખ
નેચરલી પાકેલા કેળાને તમે પાણીથી પણ ઓળખી શકો છો. તેના માટે સૌથી પહેલા કેળાને પાણીમાં નાખો. જો કેળું પાણીમાં ડૂબી જાય છે, તો તે નેચરલી પાકેલું હશે અને જો કેળુ પાણીમાં ઉપર તરતુ હશે તો તે કાર્બાઈડથી પકવેલું હોય શકે છે.
આ પણ વાંચોઃ ચિકનગુનિયા-ડેન્ગ્યુથી તુરંત થઈ જશો સાજા! જાણો લક્ષણો અને બચવાના ઉપાયો
શું છે કાર્બાઈડ કેળા ખાવાના નુકસાન
કાર્બાઈડ કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક સાબિત થઈ શકે છે. જો તમે સતત કાર્બાઈડવાળા કેળા ખોરાકમાં લો છો તો તમને કેન્સર થવાનું જોખમ રહે છે. આવી સ્થિતિમાં કેળાં લીવર અને શરીરના ઘણા ભાગોને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.