બ્રેકિંગ ન્યુઝ
VTV / How to get Rid of body fat
Anita Patani
Last Updated: 04:27 PM, 28 October 2020
ADVERTISEMENT
જો પેટ પર જમા ચરબીથી પરેશાન થતા હો અને પેટ ઓછું કરવા માટે ડાયટિંગ કરવા માગતા હો તો કેટલાંક ડ્રિંક્સ તમને મદદરૂપ સાબિત થઈ શકે છે. આ ડ્રિંકનાં સેવનથી શરીરના ટોક્સિન્સ નીકળે છે. મેટાબોલિઝમ સારું થાય છે અને ફેટ્સ જલ્દી બર્ન થાય છે.
ADVERTISEMENT
ગ્રીન ટી
વજન ઘટાડવાની ઈચ્છા રાખતા લોકો માટે આ ડ્રિંક ખૂબ જ ફાયદાકારી છે. ગ્રીન ટી માં ભરપૂર એંટીઓક્સિડેંટ્સ છે જે મેટાબોલિઝમ ઠીક રાખવા અને વજન ઘટાડવામાં મદદરૂપ બને છે. બીજી બાજુ લીંબુ શરીરના ટોક્સિન દૂર કરે છે. જેનાથી ફેટ્સ બર્ન થાય છે. રોજ સવારે ગ્રીન ટીમાં લીંબૂનો રસ મિક્સ કરીને પીવાથી પેટ પર જમા ચરબી ઓછી થાય છે. નિયમિત સેવન કરવાથી શરીરમાં ઊર્જા કાયમ રહેશે. વજન ઓછું થશે.
લીંબુ પાણી
લીંબુનો રસ શરીરમાંથી ટોક્સિન દૂર કરે છે અને ફેટ્સ ઓગાળવામાં મદદ કરે છે. સાથે જ આ શરીરને ઊર્જા પણ આપે છે. જેનાથી તમે આખો દિવસ તરોતાજગી અનુભવશો. એક ગ્લાસ પાણીમાં એક લીંબુ એક ચપટી મીઠું મિક્સ કરી રોજ સવારે પીવો.
અનાનસ અને આદુંનો જ્યૂસ
અનાનાસ અને આદું શરીરના મેટાબોલિઝમને ઠીક રાખે છે અને ફેટ્સ બર્ન કરવામાં મદદ કરે છે. તેમાં વિટામિન સીની ભરપૂર માત્રા હોય છે. એક અનાનસ, એક નાનકડો ટુકડો આદું એક સંતરાં અથવા મોસંબી સાથે બ્લેંડ કરો. રોજ સવારે એક ગ્લાસ આ જ્યુસનું સેવન કરો.
તરબૂચનો જ્યૂસ
તરબૂચમાં ભરપૂર માત્રામાં એંટીઓક્સિડેંટ્સ હોય છે. તેમા કેલરી ઓછી છે અને પાણી વધુ છે જે શરીરના ટોક્સિન હટાવવામાં મદદરૂપ છે. આ ઉપરાંત તરબૂચમાં લાઈકોપિન પણ હોય છે. જે દિલના રોગોને દૂર કરે છે. દિવસમાં એકથી બે વાર તરબૂચનો જ્યૂસ પીવાથી ફેટ્સ ઘટાડવા સહેલા થઈ જાય છે.
ડાર્ક ચોકોલેટ શેક
ડાર્ક ચોકલેટનું સેવન કરવાથી ફેટ્સ ઘટાડવા સરળ રહે છે. તેમાં ઓલેઈક નામનું તત્ત્વ હોય છે જે ફેટ્સને બર્ન કરવામાં મદદરૂપ છે. ધ્યાન રાખો કે ડાર્ક ચોકલેટ શેક બનાવતી વખતે તેમા લો ફેટ દૂધ કે સોયા દૂધનો જ ઉપયોગ કરો જેનાથી શરીરમાં કેલરી વધુ ન જાય. ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ કરો અને સવારના નાસ્તામાં તેનો સમાવેશ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.