આમ તો લાંબી મુસાફરી માટે હવાઈ યાત્રા, રોડ યાત્રા અને રેલવે યાત્રા આ 3 વિકલ્પ છે, પણ હવાઈ યાત્રા મોટાભાગના લોકોને પરવડતી નથી અને બસ દ્વારા મુસાફરી કરવામાં થાક વધારે લાગે છે એવામાં રેલવેની મુસાફરી ખિસ્સાને અને શરીરને માફક આવે છે.

જો તમે પણ ટ્રેનની મુસાફરી કરતાં હોય તો ટિકિટ બુકિંગ જેટલું જ જરૂરી છે ટિકિટ કેન્સલેશન વિશે જાણવું. ટિકિટ કેન્સલેશન અમુક અનિવાર્ય સંજોગોમાં જો કરાવવું પડે તો તેણે લગતા આ નિયમોની જો તમને પણ જાણ હશે તો તમારા પૈસા અને સમય બંને વેડફાશે નહિ.
શું છે ટિકિટ કેન્સલેશનના નિયમો?
- જો તમે તમારી બુક કરેલી ટ્રેન ટિકિટ રદ કરવા માંગતા હો, તો એક નિયમ જાણો કે ટ્રેન ચાર્ટ તૈયાર થયા પછી આવું ન કરો (તેમાં કયા મુસાફરને કઈ સીટ મળી છે તેની માહિતી હોય છે). જો તમે આમ કરશો, તો તમારું રિફંડ શૂન્ય થઈ જશે, એટલે કે, તમને એક રૂપિયો પણ પાછો નહીં મળે.
આવામાં શું કરવું?
- જો તમે કોઈપણ કારણોસર તમારી ટ્રેન ટિકિટ રદ કરી રહ્યા છો, તો ચાર્ટ તૈયાર થાય તે પહેલાં તમારી ટ્રેન ટિકિટ રદ કરો છો તો તમને ચોક્કસ થોડું રિફંડ મળશે. તેથી, ચાર્ટ તૈયાર થાય તે પહેલાં તમારી ટ્રેન ટિકિટ રદ કરાવો.
રિફંડ ક્યારે અને કેટલું મળે?
- જો તમે મુસાફરીના 10 દિવસ પહેલા તમારી ટ્રેન ટિકિટ રદ કરો છો, તો તમને મોટું રિફંડ મળશે. બીજી બાજુ, જો ટ્રેન ટિકિટ 1 કે 2 દિવસ પહેલા રદ કરવામાં આવે છે, તો રિફંડની રકમ ઘટી જાય છે. રિફંડની રકમ જેમ જેમ મુસાફરીની તારીખ અને સમય નજીક આવતો જાય તેમ તેમ ઓછી થતી જાય છે, અને ચાર્ટ તૈયાર થઈ ગયા પછી ટિકિટ કેન્સલ થઈ શકતી નથી કે તેનું કોઈ રિફંડ મળે છે.
વધુ વાંચો: 26 જાન્યુઆરીની પરેડ નિહાળવા જવું છે? તો આ રીતે ઘરે બેઠાં જ કરાવી દો ટિકિટ બુકિંગ

રિફંડના નિયમો
- જો તમે ટ્રેન ઉપડવાના 48 થી 12 કલાક પહેલા તમારી ટિકિટ રદ કરો છો, તો ટિકિટ ભાડાના 25% કાપવામાં આવશે અને તમને 25% રકમ પરત કરવામાં આવશે
- જો તમે ટ્રેન ઉપડવાના 12 કલાક પહેલા તમારી ટિકિટ રદ કરો છો, તો તમારા ટિકિટ ભાડાના 50% ચાર્જ લેવામાં આવશે
- જોકે, જો ટિકિટ 4 કલાક પહેલા અથવા ચાર્ટ તૈયાર થાય તે પહેલાં રદ કરવામાં આવે છે, તો 50% ચાર્જ વસૂલવામાં આવે છે
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ