ચીનની સ્માર્ટફોન બનાવવાવાળી કંપનીએ OnePlus ના નવા ફોનના લોંન્ચીંગ સમયે પોતાની એક નવી પ્રમોશનલ કોન્ટેસ્ટને લઇને ખાસ ચર્ચામાં રહે છે.
કંપનીએ આ ફોનના લોંન્ચિગ પહેલા એક નવું Campaign ‘Unlock your Speed’ તાજેતરમા રજુ કર્યું હતું. જેમાં વપરાશકર્તા આગામી ફોન OnePlus 6T મફતમાં મેળવી શકે છે. વપરાશકર્તાએ આ ઇનામ જીતવા માટે સતત ટૈપ કરતા રહેવું પડશે.
શું છે Contest?
આ માટે યુઝર્સે પોતાના મોબાઇલ ફોન પર unlock.oneplus.com ખોલવી પડશે. જે બાદ આપની સામે એક પેજ ખુલશે જેના પર લખેલું હશે ‘TAP YOUR SCREEN’. તેના પર ટૈપ કર્યા બાદ પેજ પર એક મેસેજ આવશે. 'વિચારો જો એક વખત ટૈપ કરવાથી વિવિધ ઇનામ અને વનપ્લન 6T જીતી શકો તો'
જાણકારી મુજબ સ્ક્રીન પર ત્યાં સુધી ટૈપ કરતા રહેવું જ્યાં સુધી માઇલસ્ટોન સુધી પહોંચી ના જાવ. તેના પર ટૈપ કરતા જ યુઝર્સે પોતાનું Email આઇ-ડી નાંખવું પડશે અને ત્યારબાદ‘Get Started’ ટૈપ કરવું પડશે.
જીતવા માટે રમનારે સ્ક્રીન પર સતત ટૈપ કરતા રહેવું પડશે. ત્યારબાદ યુઝર્સે 60 000 વખત ટૈપ કરવું પડશે. OnePlus એ પોતાના એક બ્લોગમાં લખ્યું છે કે અમે લોકો ઇચ્છીએ છીએ વધારેમાં વધારે લોકો આ રમતમાં ભાગ લે.
ઉલ્લેખનીય છે કે ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની OnePlusએ પોતાના નવા સ્માર્ટફોન OnePlus 6Tનાં લોન્ચિંગની તારીખ જાહેર તો કરી દીધી છે. આ ફોનને 30 ઓક્ટોબરની રાતે 8.30 કલાકે દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં હાજર KDJW સ્ટેડિયમમાં લોન્ચ કરવામાં આવશે.
OnePlus 6Tને આ રીતે કરી શકો છો પ્રી-ઓર્ડર
કંપનીએ આ ફોન માટે પ્રી-ઓડર્સની શરૂઆત કરી દીધી છે. આ એમેઝોનનો એક્સક્લૂઝિવ ફોન છે. અને ઓનલાઇન રિટેલર મુજબ જે લોકો આ ડિવાઇસની પ્રી-બુકિંગ પણ કરી શકાશે.