બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / મેરેજ સર્ટિફિકેટ લગ્નના કેટલા દિવસ પછી કાઢી શકાય? જાણી લો અરજીની પ્રક્રિયા
Last Updated: 07:04 PM, 14 November 2024
ભારતમાં પૂરા વિધિ-વિધાનથી લગ્ન સાથે મેરેજ સર્ટિફિકેટ પણ ખૂબ જ જરૂરી છે. નવ પરણિતોએ લગ્નના 30 દિવસમાં મેરેજ સર્ટિફિકેટ માટે એપ્લાઈ કરવાનું હોય છે અને જે પણ લોકો નથી કરી શકતા તેઓ મોડી મોડી ફી ભરીને અરજી કરી શકે છે. જેમાં તમારા જિલ્લાના રજિસ્ટ્રાર પાસેથી ફોર્મ મેળવવાનું રહેશે. મેરેજ સર્ટિફિકેટ મેળવવા માટે જે શહેરમાં તમારા લગ્ન થયા હોય તો જે તે વિસ્તારના રજિસ્ટ્રાર પાસે અને જો ગામડામાં થયા હોયતો તમારે તે ગામના સરપંચ અને તલાટી પાસે જવાનું રહેશે. ત્યાં જઈને તમારે એપ્લિકેશનમાં સંપૂર્ણ માહિતી ભરવાની રહશે. આ સાથે સંબંધિત ડોકયુમેન્ટ અને સાક્ષીઓની જરૂર રહેશે. તમે ઈચ્છો તો ઓનલાઇન પણ એપ્લાઈ કરી શકો છો.
ADVERTISEMENT
મેરેજ સર્ટિફિકેટ બનાવવા માટે કયા ડોકયુમેન્ટની જરૂર હોય છે?
ADVERTISEMENT
મેરેજ સર્ટિફિકેટ બનાવવા માટે પતિ-પત્નીના જન્મનો દાખલો, બંનેના આધારકાર્ડ , બંનેના ચાર પાસપોર્ટ સાઇઝ ફોટો, લગ્નના 2 ફોટો અને લગ્નની કંકોત્રી જમા કરાવવાની રહેશે.
આ રીતે કરી શકો છો અરજી
મેરેજ સર્ટિફિકેટ બનાવવા માટે ભારતમાં હવે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે. જો તમે પોતાનું મેરેજ સર્ટિફિકેટ બનાવવા માંગો છો તો તમને પોતાના રાજ્યની મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર જવાનું રહેશે. અહીં તમને મેરેજ સર્ટિફિકેટ માટે અરજી કરવાનો ઓપ્શન આપવામાં આવશે. તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે એક નવું પેજ ઓપન થશે.
અહીં તમને મેરેજ સર્ટિફિકેટ માટે એક એપ્લીકેશન ફોર્મ દેખાશે. તેને ભર્યા બાદ તમને સંબંધિત દસ્તાવેજોને અપલોડ કરવાના રહેશે. તેના બાદ સબમિટ પર ક્લિક કરો. તમારૂ એપ્લીકેશન ફોર્મ સક્સેસફુલી જમા થઈ જશે અને અમુક જ દિવસોમાં તમને મેરેજ સર્ટિફિકેટ મળી જશે.
વધુ વાંચો : વાળ ખરવાની સમસ્યા કે ડ્રાય સ્કિનને હલકામાં ન લેતા, આ 5 સંકેત ખામીના લક્ષણ, થઈ જજો એલર્ટ
મેરેજ સર્ટિફિકેટ બનાવવા માટે જરૂરી વાતો
મેરેજ સર્ટિફિકેટ એક લિગલ ડોક્યુમેન્ટ છે જે પરણિત કપલને ઓફિશ્યલ ઓળખ આપે છે. ઘણી જગ્યા પર મેરેજ સર્ટિફિકેટ ડોક્યુમેન્ટ તરીકે પણ લગાવવામાં આવે છે. કોઈ કપલને જો જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવું હોય, કોઈ યોજનામાં લાભ લેવો હોય, કોઈ વીમા યોજનામાં રોકાણ કરવું હોય. અથવા તો કોઈ સરકારી યોજનાનો લાભ લેવો હોય. મેરેજ સર્ટિફિકેટ માટે એપ્લાય કરતી વખતે યુવતીની ઉંમર 18 વર્ષની અને યુવકની ઉંમર 21 વર્ષથી વધારે હોવી જોઈએ.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.