બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / શોપિંગ / આ 5 ટ્રિકથી Amazon અને Flipkart મળશે એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ, આવી રીતે ઉઠાવો ફાયદો
Last Updated: 08:40 PM, 19 September 2024
દર વર્ષે તહેવારો પહેલા લોકો શોપિંગ કરતા હોય છે, જેથી આ સમયે ઓનલાઈન પણ ફેસ્ટિવલ સેલ ચાલતા હોય છે. આ વર્ષે પણ 27 સપ્ટેમ્બરથી Flipkart અને Amazon પર વર્ષનો સૌથી મોટો સેલ શરૂ થશે. જો તમે પણ આ સમય દરમિયાન મળતા ડિસ્કાઉન્ટ સિવાય પણ વધારાનું ડિસ્કાઉન્ટ મેળવવા ઈચ્છતા હોય તો આ ટ્રિક્સનો ઉપયોગ કરી શકો છો.
ADVERTISEMENT
અર્લી એક્સેસનો લાભ મેળવવો
ADVERTISEMENT
Amazon પર Prime મેમ્બર્સ અને Flipkart પર Plus મેમ્બર્સને 24 કલાક વહેલા સેલની એક્સેસ મળે છે. એટલે આ યુઝર્સને 26 સપ્ટેમ્બરથી સેલ શરૂ થશે. અર્લી એક્સેસથી એવા પ્રોડક્ટ ખરીદવાનો ફાયદો મળે છે કે જે વહેલા આઉટ ઓફ સ્ટોક થતા હોય છે. આ સિવાય અમુક પ્રોડક્ટને સેલની શરૂઆતમાં ઓછી કિંમત હોય છે અને બાદમાં વધી જાય છે.
પસંદ કરેલ બેંક કાર્ડ સાથે ઉપલબ્ધ થશે બચત
ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પર ગ્રાહકોને અમુક બેંક કાર્ડથી પેમેન્ટ કરવા પર એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળે છે. જેમાં Amazon એ Great Indian Festival Sale માટે SBIના કાર્ડ પર પાર્ટનરશીપ કરી છે અને Flipkart એ Big Billion Sale માટે HDFC બેંક સાથે પાર્ટનરશીપ કરી છે. આ સિવાય Amazon Pay ICICI Bank કાર્ડ અને Flipkart Axis Bank કાર્ડ સાથે કેશબેક આપવામાં આવે છે.
એક્સચેન્જ ઓફરનો લાભ લઇ શકો છો
જો તમે નવો ફોન કે કોઈ અન્ય ડીવાઈઝ ખરીદતા હોય તો જુના ડીવાઈઝને એક્સચેન્જ કરવાનો વિકલ્પ હોય છે. ઘણી પ્રોડક્ટ પર એક્સ્ટ્રા એક્સચેન્જ બોનસ પણ ફેસ્ટિવ સેલ સમયે જો કોઈ ઓફરનો ફાયદો ન મળે તો એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો. જોકે, ડિસ્કાઉન્ટની વેલ્યુ જુના ડીવાઈઝના મોડેલ અને તેની કીમત પર આધાર રાખે છે.
લીમીટેડ ટાઈમ ડીલ્સનો લાભ ઉઠાવવો
Flipkart અને Amazon બંને પર ફેસ્ટિવ સેલ દરમિયાન લીમીટેડ ટાઈમ ડીલ્સ લાઈવ હોય છે. આ સિવાય અમુક પ્રોડક્ટ માટે ખાસ પ્રાઈસ લઈવ થતી હોય છે.
વધુ વાંચો: Amazon પર આ તારીખથી વર્ષનો સૌથી મોટો સેલ, ઓનલાઈન શોપિંગ પર બમ્પર ડિસ્કાઉન્ટ
ઇન-એપ પેમેન્ટનો ઉપયોગ કરવો
આવા પ્લેટફોર્મ પર યુઝર્સ માટે તેમની એપમાં પેમેન્ટ માટે ખાસ ઓપ્શન આપવામાં આવે છે. જેથી એક્સ્ટ્રા બચત થાય અને કેશબેક પણ મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.