બ્રેકિંગ ન્યુઝ
VTV / how to get BSNL Free Simcard
Anita Patani
Last Updated: 10:39 AM, 25 January 2021
ADVERTISEMENT
કેરળ સર્કલમાં મળી રહ્યું છે ફ્રી સિમકાર્ડ
ટેક સાઇટ keralatelecom અનુસાર BSNL પોતાના કેરળ સર્કલમાં ફ્રી સિમકાર્ડ મળી રહ્યું છે. આ સ્કીમમાં નવા અને હાલના યુઝર્સ ફ્રીમાં સિમકાર્ડ મળશે.
ADVERTISEMENT
શું છે શરત
રિપોર્ટ અનુસાર તમને 20 રૂપિયામાં વેચાવાવાળા સિમકાર્ડ મફતમાં મળી શકે છે. જેના માટે યુઝર્સે પહેલા 100 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. તેનો મતલબ છે કે 100રૂના રિચાર્જ પર આ સિમકાર્ડ તમને ફ્રીમાં મળશે.
BSNLએ પોતાના પ્રિપેડ ગ્રાહકો માટે અત્યાર સુધીનો સૌથી સારો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન હેઠળ યુઝર્સને એક વર્ષ માટેની વેલેડિટી મળશે. આ પ્લાનની કિંમત 365 રૂપિયા એટલે કે એક વર્ષ માટે 365 દિવસ માટે એક રૂપિયાનો ખર્ચો આવશે.
આ મળશે ફાયદા
બીએસએનએલે આ પ્લાન હેઠળ યુઝર્સના અનલિમિટેડ વોઇસ કોલની સુવિધાની સાથે રોજ 2 જીબી ડેટા મળી રહ્યો છે. શરૂઆતના 60 દિવસ માટે 250 મિનીટની વાતચીત મફતમાં થશે અને બાદમાં બેસ પ્લાન અનુસાર ટેરિફ વસુલવામાં આવશે. આ પ્લાનમાં રોજ 100 એસએમએસની સુવિધા મળે છે.
આ ટેલિકોમ સર્કલમાં લોન્ચ થયો
આ રિચાર્જ પ્લાનની સુવિધા આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, ઝારખંડ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, નોર્થ ઇસ્ટ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ વગેરે જેવા સ્ટેટમાં મળશે.
BSNLએ હાલમાં જ 399 રૂપિયામાં ઘર વાપસી પોસ્ટપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં ગ્રાહકો દરેક મહિને 70 જીબી ડેટા મળી રહ્યો છે. સાથે જ રોલઓવર સુવિધા હેઠળ 210 જીબી ડેટા મળી રહ્યો છે. આ સિવાય બીએસએનએલ યુઝર્સ માટે 525 રૂપિયા વાળા પોસ્ટપેડ પ્લાનની પણ ઓફર કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.