જો ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી, માત્ર આ પ્રક્રિયા કરવાથી ફરી મળી જશે લાયસન્સ
વાહન ચલાવનાર વ્યક્તિ ડ્રાઇવિંગ લાયસન્સ હમેશા પોતાની સાથે રાખે છે
ક્યારેક વૉલેટ ખોવાઈ જાય છે કે ક્યારેક વૉલેટ ક્યાંક પડી જતાં વધી જાય છે ચિંતા
માત્ર એક પ્રક્રિયા કરવાથી મળી શકે છે બીજું ડુપ્લિકેટ લાયસન્સ
વાહન ચલાવનાર વ્યક્તિ ડ્રાઇવિંગ લાયસન્સ હમેશા પોતાની સાથે રાખે છે
ડ્રાઇવિંગ લાયસન્સ એ એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. તે માત્ર વાહન ચલાવતી વખતે જ નહીં પરંતુ બીજા ઘણા સરકારી કામમાં આવી શકે છે. દરેક વાહન ચલાવનાર વ્યક્તિ ડ્રાઇવિંગ લાયસન્સ હમેશા પોતાની સાથે રાખે છે, પણ અમુક કિસ્સાઓમાં એવું બને છે કે પોતાના વૉલેટમાં રાખેલ લાયસન્સના કારણે ક્યારેક વૉલેટ ખોવાઈ જાય છે કે ક્યારેક વૉલેટ ક્યાંક પડી જાય છે. પણ જો તમારી સાથે કે તમારી નજીકના કોઈ પણ વ્યક્તિ સાથે આવું બને તો માત્ર નીચે બતાવેલ પ્રક્રિયા કરવાથી તમને બીજી વાર લાયસન્સ મળી શકે છે.
ક્યારેક વૉલેટ ખોવાઈ જાય છે કે ક્યારેક વૉલેટ ક્યાંક પડી જતાં વધી જાય છે ચિંતા
તમે ઓનલાઈન અને ઓફલાઇન બંને રીતે આ પ્રક્રિયા કરી શકો છો. જો ઓનલાઈન આ પ્રક્રિયા કરી લો તો તેની ફી તમારે ઓનલાઈન ચૂકવવાની રહેશે. દેશમાં 18 કરોડથી વધુ લોકો પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ છે. જોકે 1.12 અબજ લોકો પાસે આધારકાર્ડ છે. કુલ વસતીના 88.2 ટકા છે. બીજી બાજુ દેશમાં 2.25 કરોડથી વધુ કાર છે. એટલે કે દર 1000 વ્યક્તિએ 18 કાર છે. દેશમાં 16 કરોડથી વધુ ટુ-વ્હિલર છે. દરરોજ સરેરાશ લગભગ 54 હજાર ગાડીઓનું રજિસ્ટ્રેશન થાય છે.
માત્ર એક પ્રક્રિયા કરવાથી મળી શકે છે બીજું ડુપ્લિકેટ લાયસન્સ
માત્ર આ પ્રક્રિયા કરવાથી મળી શકે છે બીજું ડુપ્લિકેટ લાયસન્સ
સૌથી પહેલા વાહનવ્યવહાર વિભાગની વેબસાઇટ પર જાઓ
અહિયાં માંગેલ જરૂરી વિગતો ભરો અને LLD ફોર્મ પણ ભરો
આ ફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી લો
તેની સાથે જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ લગાડવાના કીધા છે તે લગાવી દો
આટલું કર્યા બાદ આ ફોર્મ અને બીજા ડોક્યુમેન્ટ્સ લઈ RTO ઑફિસ જઈ જમા કરાવો, અથવા તો તમે એ વેબસાઇટ પર પણ જમા કરાઇ શકો છો.
આ પ્રક્રિયા કર્યાના 30 દિવસમાં તમારું ડુપ્લિકેટ લાયસન્સ પોસ્ટ દ્વારા તમારા એડ્રેસ પર આવી જશે.