ખોવાયેલા મોબાઈલને શોધવામાં ગુગલ કરશે મદદ, જાણો કેવી રીતે....

By : kaushal 11:18 AM, 18 August 2018 | Updated : 11:18 AM, 18 August 2018
ઘણીવાર એવું થાય છે કે આપણે ખીસ્સામાં હાથ નાખીએ ત્યારે આપણને અચાનક યાદ આવે છે કે, ફોન ગાયબ છે. એવા સમયમાં આપણે ખુબ પરેશાન થઈ જઈએ છીએ, પણ એવી સ્થિતિમાં તમારે હેરાન-પરેશાન થવાની બિલકુલ જરૂર નથી. એવામાં ગુગલ મેપ્સની મદદથી પોતાનો ફોન તમે શોધી શકો છો, સાથે જ ફોનની રિંગટોન વગાડી શકો છો અને ડાટા પમ ડિલીટ કરી શકો છો. જાણો કેવી રીતે....

સૌથી પહેલા તમારી પાસે આ કામ કરવા માટે બીજો સ્માર્ટફોન કે પછી કોમ્પ્યુટર હોવું જોઈએ સાથે જ ઈન્ટરનેટનું કનેક્શન પણ હોવું જોઈએ. આ ઉપરાંત તમને ખોવાયેલા ફોનમાં લોગીન જીમેલની આઈડી અને પાસવર્ડ પણ ખબર હોવો જોઈએ.

હવે તમારે બીજા ફોન કે લેપટોપના બ્રાઉઝરમાં WWW.MAPS.GOOGLE.CO.IN પર જાઓ. ત્યાર બાદ ફોનમાં રહેલા જીમેલ આઈડીથી લોગઈન કરો.

ત્યાર બાદ તમારે સૌથી ઉપર દેખાઈ રહેલા ત્રણ ડોટ પર ક્લિક કરવાનું છે જે ડાબી બાજૂથી સૌથી ઉપર ખુણામાં દેખાય છે. ત્યાર બાદ YOUR TIMELINE ના વિકલ્પ પર તમારે ક્લિક કરવાનું છે.

ત્યાર બાદ તમારે વર્ષ, મહિનો અને દિવસનો વિકલ્પ મળશે જેને સિલેક્ટ કરીને તમે જાણી શકો છો કે ત્યારે તમારો ફોન ક્યાં હતો. સાથે જ તમને આજનો વિકલ્પ પણ જોવા મળશે.

હકીકતમાં ગુગલ મેપનું આ ફીચર તમારા લોકેશનની હિસ્ટ્રીને બતાવે છે અને જો તમે ફોનને ક્યાંક મુકીને ભુલી ગયા છો તો તેની મદદથી તમે તેને શોધી શકો છો પણ ચોરાયેલા ફોનને શોધવો મુશ્કેલ છે. જણાવી દઈએ કે આ ફીચરનો ઉપયોગ કરવા માટે લોકેશન ઓન હોવું જરૂરી છે.Recent Story

Popular Story