બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / તમારા કામનું / IT રિટર્ન ભરવા માટે શું તમારી પાસે પણ નથી ફોર્મ નંબર 16? તો આ રીતે કરો ડાઉનલોડ

તમારા કામનું / IT રિટર્ન ભરવા માટે શું તમારી પાસે પણ નથી ફોર્મ નંબર 16? તો આ રીતે કરો ડાઉનલોડ

Last Updated: 09:38 AM, 13 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

File ITR Without From 16: ઈનકમ ટેક્સ ભરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. એવામાં જો તમને અત્યાર સુધી ફોર્મ-16 નથી મળ્યું તો તમારી પાસે કયા કયા ઓપ્શન છે જેનાથી તમે ફોર્મ-16 વગર ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકો? જાણો...

ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 છે. નોકરીયાત લોકોને તો તેમના એપ્લોયર પાસેથી ફોર્મ-16 મળી જાય છે જેના કારણે તેમને ITR ફાઈલ કરવામાં મુશ્કેલી નથી થતી. પરંતુ તે લોકો શું કરે જેમને ફોર્મ-16 નથી મળ્યું? ઘણા નોકરીયાત લોકો એવા પણ છે જેમને ઓફિસમાંથી ફોર્મ-16 આવવામાં ઘણો સમય લાગે છે. ત્યારે તે પોતાનું ITR કેવી રીતે દાખલ કરી શકે?

tax-2_5 (1) (1)

Form 26ASથી થઈ શકે છે કામ

ફોર્મ-16નો સૌથી સારો વિકલ્પ ફોર્મ-26AS છે. આ એક કોમ્પ્રિહેંસિવ ટેક્સ ઓવરવ્યૂ ડોક્યુમેન્ટ હોય છે. જેમાં તમારા સંબંધિત નાણાકીય વર્ષની બધી ટેક્સ ડિટેલ હોય છે. ITR ફાઈલ કરવા માટે જરૂરી આ દસ્તાવેજમાં ટેક્સ સાથે જોડાયેલી ઘણી મહત્વની જાણકારીઓ હોય છે.

tax-1

Form 26ASમાં મળે છે આ જાણકારીઓ

  • તેમાં તમારી સેલેરીથી કપાતો ટેક્સ એટલે કે ટીડીએસની ડિટેલ હોય છે. સાથે જ તમારા વ્યાજ કે પ્રોફિટથી થતી કમાણી પર પણ જમા થયેલા ટેક્સની પણ જાણકારી હોય છે.
  • જો તમે આખા વર્ષમાં પોતાની તરફથી આવકવેરા વિભાગને કોઈ એડવાન્સ ટેક્સ જમા નથી કર્યો કે ડાયરેક્ટ પેમેન્ટ કર્યો છે તો તેની જાણકારી પણ Form 26ASમાં હશે.
  • જો તમે પોતાના કોઈ પણ એકાઉન્ટથી કોઈ હાઈ વેલ્યૂ ટ્રાન્ઝેક્શન કર્યું છે તો Form 26ASમાં તે હાઈ વેલ્યૂ ટ્રાન્ઝેક્શનની પણ ડિટેલ હોય છે.
  • તેના ઉપરાંત તમને કોઈ ટેક્સ રિફંડ મળ્યું છે તો તેની જાણકારી પણ Form 26ASમાં હશે. ત્યાં જ મ્યુચ્યુઅલ ફંડ પર ટેક્સ, વિદેશથી પૈસા મંગાવવા પર લાગતા ટેક્સ કે ચુકવવામાં આવેલા ટેક્સનો ઉલ્લેખ પણ ફોર્મમાં હોય છે.
tax

વધુ વાંચો: જો તમને પણ વધારે સમય સુધી પેશાબ રોકી રાખવાની આદત, તો ચેતી જજો, નહીંતર....!

એન્યુઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS)

આ સુવિધા હાલમાં જ પોપ્યુલર થઈ છે. તેનાથી તમને ઈનકમ ટેક્સ ભરવામાં ભરપૂર મદદ મળી શકે છે. તેમાં તમને પાનકાર્ડ સાથે કનેક્ટેડ લગભગ દરેક ટ્રાન્ઝેક્શનની ડિટેલ આપવામાં આવે છે. તેમાં તમારી સેવિંગ, શેરોની ખરીદી વેચાણ, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, બેંક ડિપોઝિટ પર મળતા વ્યાજ વગેરેની જાણકારી શામેલ છે.

સંકળાયેલા મુદ્દાઓ

ITR Income Tax Return From 16
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ