લોકો બિઝનેસ કરવા માટે સોશ્યલ મીડિયાનો સહારો લઇ રહ્યા છે. અનેક લોકો વોટ્સએપથી તો કોઇ ફેસબુકથી બિઝનેસ કરી રહ્યા છે. કારણ કે અહીં પ્રમોશન માટે પૈસા નથી લાગતા અને સરળતાથી લોકો સુધી પહોંચી શકાય છે. નાના બિઝનેસથી લઇને મોટા બિઝનેસ સુધી દરેક સોશ્યલ મીડિયાનો સહારો લઇ રહ્યા છે તો કોઇ ઘેર બેઠા રૂપિયા કમાઇ રહ્યા છે. ફેસબુક અને વોટ્સએપ બાદ ઇન્સ્ટાગ્રામ પર પણ બિઝનેસ કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી બિઝનેસ કરનારા વધી રહ્યા છે. કારણ કે અહીં બિઝનેસ કરવો સરળ છે. આ 7 સ્ટેપ્સને ફોલો કરીને કરો બિઝનેસ...
સૌથી પહેલા બનાવો:
એકાઉન્ટ જો તમે મોબાઇલ ફોનમાં ઇન્સ્ટાગ્રામ એપ ડાઉનલોડ કરી નથી તો ગૂગલ પ્લે સ્ટોર પરથી કરી લો. એકાઉન્ટ બનાવીને સૌથી પહેલા કંપનીનો ફોટો લગાવવો પડશે. ધ્યાન રાખો કે લોગોમાં વધુ શબ્દો ન હોવા જોઇએ. યૂઝર નેમ સિંપલ રાખો વેબસાઇટની લિંક નાંખો અને બાયોગ્રાફીમાં કંપની અંગે સંપૂર્ણ ડિટેલ નાંખો.
અપલોડ કરો એટ્રેક્ટિવ ફોટો કે વીડિયો:
ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ એટ્રેક્ટ કરે છે ફોટો. ફોટો જેટલો સારો અને ક્લિયર હશે તેટલો જ પસંદ આવશે. ધ્યાન રાખો કે ફોટો બ્લર ન થવો જોઇએ. જ્યારે પણ ફોટો અપલોડ કરો તો એકવાર જરૂર એડિટ કરો. પ્રોડક્ટની ફોટો પર વોટરમાર્ક જરૂર લગાવો જેથી કોઇ કોપી ન કરી શકે.
ફોટોની નીચે દમદાર કેપ્શન અને પોપ્યુલર હેશટેગ લગાવો:
દમદાર ફોટોની સાથે સાથે કેપ્શન પણ સારૂ હોવું જરૂરી છે. ત્યારે તમારે ફોટો અંગે ક્લિયર રહેવું જોઇએ. પ્રોડક્ટ શું છે શું તેની ખાસિયત છે. આ બધી જરૂરી ચીજોને તમારે ઘણી જ સરળ ભાષામાં લખવી પડશે. સાથે જ લોકોને પ્રોડક્ટની તરફ ખેંચવા માટે એટ્રેક્ટિવ લાઇન્સ પણ લખવી પડશે. સૌથી મોટી ચીજ છે હેશટેગ. ઇન્સ્ટાગ્રામ પર 30 હેશટેગ લગાવી શકાય છે. તો સૌથી પોપ્યુલર હોય તેનો ઉપયોગ કરો. કેટલાક દિવસોમાં ફોલોનું ઓપ્શન પણ મળવાનું છે. તો કોઇએ #Product હેશટેગ ફોલો કર્યો હોય અને તમે આ જ હેશટેગની સાથે ફોટો પોસ્ટ કર્યો હશે તો તમારી પોસ્ટ તેની ટાઇમલાઇન પર આવશે. જે ઘણું જ કોમન હોય.
ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ નાંખો
ઇન્સ્ટાગ્રામ પર એક ઓપ્શન હોય છે જ્યાં તમે ફેસબુક સ્ટોરીની જેમ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પણ નાંખી શકો છો અને તમે પોતાની પ્રોડક્ટની ફોટો પોસ્ટ કરી શકો છો. આનો ફાયદો એ રહેશે કે જેણે તમારા પેજને લાઇક કર્યું છે તે સરળતાથી તમારી સ્ટોરી જોઇ શકે છે. તમને ખબર પડી જશે કે કોણે તમારી સ્ટોરી વાંચી છે. સામેવાળાને ખબર પડશે કે તમારી કંપની સૌથી વધુ એક્ટિવ રહે છે.
આ છે દમદાર ઓફર્સ
એકાઉન્ટ બનાવ્યા બાદ ઘણાં સેલર્સ લોકોને લલચાવવાની ઓફર્સ આપે છે. જેને લોકો વધુ ફોલો કરે છે અને કમેન્ટ્સ અને લાઇક્સ પણ આવવા લાગે છે. કોઇ તો કોન્ટેસ્ટ શાનદાર હોય છે.