બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:16 PM, 7 November 2024
વર્તમાન સમયમાં મોટાભાગના દરેક લોકો ટ્રેન્ડને ફોલો કરે છે, જેના કારણે જૂના કપડાં ભેગા થાય છે. ઘણીવાર લોકો જુના કપડાને કોઈ જાણીતા ને આપતા હોય છે અથવા તો દાન કરતાં હોય છે. આવું માંનવામાં આવે છે કે કપડાં પહેરવાવાળાની એનર્જી અવશોષિત કરે છે.
ADVERTISEMENT
વસ્તુ શાસ્ત્ર અનુસાર, કપડાને દાન કર્યા પછી, જૂના માલિકની એનર્જી, ભાવના કે અનુભવ નવા માલિકમાં સ્થાનાંતરીત થઈ શકે છે, જેનો દાન કરતાં વ્યક્તિ પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. નકારાત્મક પ્રભાવથી બચવા માટે જૂના કપડાંને દાન કરવાના વસ્તુ નિયમ વિશે માહિતી હોવી જરૂરી છે. તો ચાલો જ્યોતિષાચાર્ય પાસેથી કપડાં દાન કરવા પાછળના વાસ્તુ નિયમો..
ADVERTISEMENT
જૂના કપડાંને દાન કરવા માટેના વાસ્તુ દોષ
ઘણીવાર લોકો પહેરેલા કપડાને દાન કરતાં હોય છે પરંતુ જ્યોતિષાચાર્ય અનુસાર, ખોટી રીતે દાન કરેલા કપડાથી પરેશાની થઈ શકે છે. ક્યારે પણ પહેરેલા કપડા ઉતારીને તરત ન આપવા જોઈએ.
હમેશા કપડાને ધોઈને આપવા જોઈએ
લોકો ઘણીવાર કપડાને સાદા પાણીથી ધોઈ મૂકી દેતા હોય છે અને પછી દાનમાં આપી દેતા હોય છે, પરંતુ વાસ્તુ નિયમ અનુસાર કપડાને દાનમાં કરતા પહેલા હંમેશા કપડાને મીઠું અને ગરમ પાણી વડે ધોવા જોઈએ. જેથી વાસ્તુ દોષથી બચી શકાય છે.
વધુ વાંચો : છઠ પૂજા પર આજે બેંકો ખુલ્લી રહેશે કે બંધ? જુઓ RBIનું રાજ્યવાર લિસ્ટ
જૂના કપડાને દાન કરતા પહેલા જાણવા વાસ્તુ નિયમ
જો તમે કોઈ જૂના કપડાંને દાન કરી રહ્યા છો તો શક્ય હોય તો જેને કપડાં આપો છો તેની પાસેથી થોડા પૈસા લઈ લો. આમ કરીને તમે વાસ્તુ દોષથી બચી શકો છો. આ સિવાય ઘણા લોકો જૂના કપડાને ગમે ત્યારે દાન કરતાં હોય છે, પરંતુ આમ કરવાથી વાસ્તુ દોષ થઈ શકે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જૂના કપડાંને ક્યારેય ગુરુવારે દાન ન કરવા જોઈએ. આટલું ધ્યાન રાખીને તમે વાસ્તુ દોષથી બચી શકો છો
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.