જ્યારે પર મોઢાની સફાઈની વાત આવે ત્યારે મોટાભાગના લોકો દાંતની સફાઈ પર ધ્યાન આપે છે પણ મોંની અંદરનો જરૂરી ભાગ જીભ પર બહુ ઓછાં લોકો ધ્યાન આપે છે. જીભ પર ધ્યાન ન આપવાને કારણે ઘણી બીમારીઓ થવાનો ખતરો વધી જાય છે. આ સિવાય શ્વાસમાં દુર્ગંધની સમસ્યા પણ જોવા મળે છે. એવામાં નિયમિત રીતે જીભને સાફ કરવી ખૂબ જ જરૂરી છે. જેથી આજે અમે તમને કેટલાક એવા સરળ ઉપાયો જણાવીશું, જેનાથી તમારી જીભ એકદમ સાફ રહેશે અને તેમાં રહેલાં જર્મ્સ પણ દૂર થઈ જશે.
રોજ સવારે ટંગ સાફ કરવી છે જરૂરી
ટંગ પર રહેલાં હોય છે અનેક બેક્ટેરિયા
બીમારીઓથી બચવા કરી લો આ ઉપાય
ટૂથબ્રશ
આપણે દાંત સાફ કરવા માટે રોજ બ્રશ કરતા હોઈએ છે. પણ શું તમે જાણો છો કે હવે બજારમાં એવા બ્રશ પણ ઉપલબ્ધ હોય છે જેમાં પાછળની સાઈડથી ટંગ ક્લિન કરી શકાય છે. એટલે કે તમારા બ્રશમાં જ ટંગ ક્લિનર પણ હોય છે. જો તમે અત્યાર સુધી ધ્યાન ન આપ્યું હોય તો હવે બ્રશ ખરીદવા જાઓ તો એવું જ બ્રશ ખરીદજો. રોજ બ્રશ કર્યા બાદ બ્રશની પાછળની સાઈડથી ટંગ પણ બરાબર ક્લિન કરી લેવી.
હળદર
જીભ સાફ કરવા માટે હળદરનો આ ઉપાય પણ ખૂબ જ કારગર છે. તેના માટે એક ચમચી હળદર લઈને તેમાં લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. પછી તેને જીભ પર લગાવી હળવા હાથે મસાજ કરો. આનાથી બધાં બેક્ટેરિયા ખતમ થઈ જશે અને બીમારીઓ સામે પણ રક્ષણ મળે છે.
ટંગ ક્લિનર
જીભ સાફ કરવા માટે બજારમાં અલગ અલગ પ્રકારના ટંગ ક્લિન અવેલેબલ હોય છે. જેનાથી સરળતાથી ટંગ ક્લિન કરી શકાય છે અને જર્મ્સને દૂર કરી શકાય છે. રોજ સવારે બ્રશ કર્યા પહેલાં ટંગ ક્લિનરથી ટંગ ક્લિન કરી લેવી.
મીઠું
જીભ સાફ કરવા માટે મીઠું પણ ખૂબ જ ઉપયોગી છે. જીભ પર મીઠું રાખીને બ્રશના પાછળના ભાગથી જીભ પર હળવા હાથે ઘસો. આનાથી જીભ પર જામેલી ગંદકી દૂર થઈ જશે અને જીભ પરના બેક્ટેરિયા દૂર થઈ જશે. પછી સાદાં પાણીના કોગળા કરી લો.