બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / પ્લાસ્ટિકની ખુરશી પરના જીદ્દી દાઘ મિનિટોમાં છૂમંતર, આ ક્લિનિંગ ટ્રિક્સ તમારા કામની
Last Updated: 01:48 PM, 8 September 2024
દરેક લોકોના ઘરમાં પ્લાસ્ટિકની ખુરશીઓ હોય છે. તે સસ્તી જ નહીં પણ ટાકઉ હોય છે. જો કે તેને સાફ કરવી પણ સરળ નથી. જો કે, સમયની સાથે પ્લાસ્ટિકની ખુરશીઓ પર ડાઘા પડી જાય છે જેને દૂર કરવા મુશ્કેલ હોય છે. ધૂપ, માટી અને ગંદકી ખુરશી પર જમા થઈ જાય છે અને ડાઘા પડી જાય છે. પરંતુ જો યોગ્ય રીતે અને થોડી મહેનત કરવામાં આવે તો આ ડાઘામાંથી છૂટકારો મેળવી શકાય છે. અહીં જાણો સરળ રીત.
ADVERTISEMENT
સાબુ અને પાણીથી સફાઈ
ADVERTISEMENT
પ્લાસ્ટિકની ખુરશીને સાફ કરવા માટે તમે નોર્મલ સાબુ અને પાણીનો ઉપયોગ કરી શકો છો. એક ડોલમાં ગરમ પાણી લેવું અને તેમાં થોડું ડિશ વોશિંગ લિક્વિડ નાખવું. એક સ્પોન્ઝ અથવા મુલાયમ કપડાની મદદથી ખુરશીને સારી રીતે સાફ કરો. તેનાથી ગંદકી દૂર થઈ જશે. તેના પછી ચોખ્ખા પાણીથી ખુરશીઓને ધોઈને તડકામાં સૂકવી દો.
બેકિંગ સોડા અને વિનેગરનો ઉપયોગ
જો પ્લાસ્ટિકની ખુરશીઓ પર ડાઘા હોય તો બેકિંગ સોડા અને વિનેગરનો ઉપયોગ કરવો. બેકિંગ સોડા ડાઘાને દૂર કરવામાં મદદ કરે છે જ્યારે વિનેગર નેચરલ ક્લિનરની જેમ કામ કરે છે. તેના માટે એક પેસ્ટ બનાવો. થોડો બેકિંગ સોડા નાખો અને તેમાં વિનેગર નાખીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ડાઘ પર લગાવો અને હળવા હાથથી સાફ કરો. પછી ખુરશીને પાણીથી ધોઈ લો.
ભારતનું આ રેલ્વે સ્ટેશન 42 વર્ષ સુધી રહ્યું બંધ! આજે પણ સાંજ પછી આખું સ્ટેશન થઈ જાય છે ખાલી
લીંબુ અને મીઠાનો ઉપયોગ
લીંબુમાં પ્રાકૃતિક એસિડ હોય છે જે ડાઘાને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે લીંબુના રસમાં થોડું મીંઠુ નાખવું અને તેને ડાઘવાળા ભાગ પર લગાવવો. 15-20 મિનિટ માટે છોડી દો અને પછી ખુરશીને પાણીથી ધોઈ લો. તેનાથી ડાઘ દૂર થઈ જશે.
વધુ વાંચોઃ- Jioનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, 299 રૂપિયામાં અનલિમિટેડ કોલ અને ડેટાનો બેનિફિટ
બ્લીચનો ઉપયોગ
જો ડાઘ જતા ન હોય તો તમે બ્લીચનો ઉપયોગ કરી શકો છો. એક ડોલમાં પાણી લેવું અને તેમાં થોડું બ્લિચ નાખવું. ધ્યાનમાં રાખવું કે બ્લીચનો ઉપયોગ કરતી વખતે મોજા પહેરવા કેમ કે તેનાથી ત્વચાને નુકસાન થઈ શકે છે. આ પેસ્ટથી ખુરશીને સારી રીતે ધોઈ લો અને પાણીથી સાફ કરી લો.
હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ
હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ ડાઘા દૂર કરવામાં અસરકારક છે. તેને ડાઘા પર લગાવો અને થોડી વાર માટે રહેવા દો. પછી સ્પોન્જથી ખુરશીની સાફ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.