- કારની સીટની રાખો સફાઈ
- ઘરેલૂ ચીજોથી જાતે જ કરો કારની સીટ સાફ
- એકસ્ટ્રા નોઝલવાળા વેક્યૂમથી કરો કારની સીટ સાફ
- બ્લીચ કે અન્ય તેલનો ઉપયોગ ન કરો
આજકાલ કાર વોશિંગનો જમાનો છે. આ સમયે તમે તમારી ગાડીની સફાઈ જાતે જ કરતાં હોવ તેવું ભાગ્યે જ બને છે. મોટાભાગે કારની સફાઈ માટે રાખેલી વ્યક્તિ જ તમારી કાર સાફ કરી દેતા હોય છે. આ સમયે જો અજાણતાં તમારી કારની સીટ પર કોઈ ડાઘ દેખાય તો તમારે શરમ અનુભવવી પડે છે. કારની સીટથી જ ખ્યાલ આવી જાય છે કે કાર ઓનર તેની કેટલી અને કેવી રીતે કેર કરે છે.
કરી લો આ ટિપ્સનો ઉપયોગ
- કારની સીટની સફાઈ કરતાં પહેલાં મેન્યુફેક્ચરના નિર્દેશ વાંચો.
- કારની સીટના ફેબ્રિક ક્યારેક હેન્ડવોશ માટે હોય છે તો કેટલાક ફેબ્રિકને સ્પોટ ક્લીન કરવામાં આવે છે.
- પ્લાસ્ટિક, વિનેલ અને મેટલ પાર્ટ્સની સફાઈ એક ભીના કપડાંથી કરો.
- કારની સીટની સફાઈ માટે બ્લીચ કે અન્ય ક્લીનિંગ એજન્ટને યૂઝ ન કરો. તેનાથી કારની સીટનું મટિરિયલ ક્રેક થઈ શકે છે.
- માઈલ્ડ સાબુ અને પાણી સૌથી સારા ક્લીનર છે. ફેબ્રિકવાળી કાર સીટ પર અપહોલ્સ્ટરી શેમ્પૂ કરી શકાય છે.
- એક ડોલ પાણીમાં એક કપ વિનેગર અને ડિશ વોશના થોડા ટીપાં નાંખો. હવે તેમાં એક ગેલન ગરમ પાણી ઉમેરો. આ લિક્વિડને ડાઘ પર નાંખો અને બ્રશથી ઘસીને સાફ કરો. કવર કાઢીને તેને ચોખ્ખા પાણીથી ધોઈ લો. ડાઘ જતા રહેશે.
- બેકિંગ સોડાના સોલ્યુશનથી પણ કારની સીટના કવર ચમકશે. એક કપ બેકિંગ સોડાને એક કપ ગરમ પાણી સાથે મિક્સ કરો અને પછી તેનાથી સીટના ડાઘ સાફ કરો. ડાઘ જૂના અને જિદ્દી હોય તો કવરને સોલ્યુશ્નમાં 30 મિનિટ સુધી રહેવા દો.
- જ્યારે તમે કારને વેક્યૂમ કરો છો ત્યારે ફ્લોર મેટ્સ ઉઠાવીને બહાર કાઢો અને તેને ખંખેરી લો. તેની નીચે ઘણો કચરો હોય છે તેને સાફ કરો. મેટ્સને પણ ઝાટકીને સાફ કરીને ફરી પાછી પાથરો.
- એકસ્ટ્રા લોન્ગ નોઝલવાળા વેક્યૂમ યૂઝ કરો. તેનાથી કારની સીટની વચ્ચે પણ સારી સફાઈ થઈ શકે છે.