સુપ્રીમ કોર્ટે હજુ આધાર કાર્ડને PAN કાર્ડ સાથે જોડવું ફરજિયાત હોવા પર ચુકાદો આપ્યો નથી પરંતુ ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 139A મુજબ જો તમે સરાકર આપેલી ડેડલાઇન મુજબ PAN કાર્ડને આધાર સાથે લિંક ન કર્યુ તો તે ઇનવેલિડ થઇ જશે. અત્યારે સરકારે આ માટે સરકારે ડેડલાઈન નક્કી નથી કરી પરંતુ જેમણે નાણાકીય વર્ષ 16-17 માં PANને આધાર સાથે લિંક કર્યા વિના રિટર્ન ફાઇન કર્યુ બતુ તેમણે 31 માર્ચ પહેલા આ ડોક્યુમેન્ટ લિંક કરી દેવા પડશે.
નિષ્ણાત અનુસાર '' જે કરદાતાઓને FY 2016-17નું રિટર્ન આ બંને ડોક્યુમેન્ટ લિંક કર્યા વિના ફાઇલ કર્યુ છે તેમના માટે 31 માર્ચ પહેલા આ ડોક્યુમેન્ટ્સ લિંક કરવા જરૂરી છે. જો આમ ના કર્યુ તો રિટર્ન પ્રોસેસ નહી થાય.'' જે લોકોએ 2016-17 અથવા 2017-18ના રિટર્ન ફાઈલ કર્યા છે અને તેમના આધાર લિંક છે તેમને ચિંતા કરવાની જરૂર નથી. અત્યાર સુધી જેણે રિટર્ન ફાઇલ જ નથી કર્યુ અને જેના PAN-આધાર લિંક નથી તેમને ચિંતા કરવાની જરૂર નથી. સરકારે અત્યાર સુધી PAN-આધાર લિંક કરવાની છેલ્લી તારીખ નથી કાઢી.
- http://www.incometaxindiaefiling.gov.in/home સાઇટ પર જાઓ ત્યાં ક્વિક લિકન્સ સેક્શનમાં LINK AADHAAR પર ક્લિક કરો.
- હવે તમારી સ્કીન પર નવુ પેજ ખુલશે. સ્ક્રીન પર એક હાઇપર લિંક દેખાશે જેના પર ક્લિક કરીને તમે PAN-આધાર લિંકેજ સ્ટેટસ જોઇ શકો છો. તમારે અહીં PAN અને આધાર નંબરની ડિટેઇલ એન્ટર કરવી પડશે.
- ડિટેલ્સ નાખીને View Link Aadhaar Status પર ક્લિક કરો.