આજકાલ બેંકિંગથી લઇને કોલિંગ સુધી તમામ કામ સ્માર્ટફોન પર જ થવા લાગ્યું છે. એવામાં એ ફોનને વારંવાર ચાર્જ કરવો પડે છે. વિચારો ક્યારેય એવી પરિસ્થિતિ આવી ગઇ કે જ્યારે દિવસ દરમિયાન વીજળી ગુલ હોય અને ફોન ચાર્જ ના થવા પર તમારા ઘણા કામ અટકી જાય. આવું તમારી સાથે ના થાય એટલા માટે અમે તમને ઇલેક્ટ્રિસિટી વગર ફોન ચાર્જ કરવાની રીત જણાવી રહ્યા છે.
ફોલો કરો આ પ્રોસેસ...
જરૂરી સામાન:
9 વોલ્ટ બેટરી
USB કેબલ
1 OTG કેબલ (એમાંથી માઇક્રો USB કનેક્ટરને કાપીને અલગ કરી દો.)
હવે જો વીજળી નથી અને તમારો ફોન ચાર્જ કરવો જરૂરી થઇ ગયો છે તો આ સરળ રીતથી તમે ફોન ચાર્જ કરી શકો છો.
કેવી રીતે કરો:
સૌથી પહેલા ફોનને USBથી કનેક્ટ કરો.
હવે USBના ફીમેલ કનેક્ટરને OTG કેબલથી કનેક્ટ કરો.
OTG કેબલના કાપેલા ભાગમાં બે તાર જોવા મળશે. હવે આ બંને તારોને બેટરી સાથે કનેક્ટ કરો.