how to call landline to mobile number calling rules change use prefix 0 before mobile number to call by landline numbers
ફેરફાર /
આજથી બદલાઈ ગયો મોબાઈલ ફોન પર વાત કરવાનો આ નિયમ, જાણો શું રહેશે ફેરફાર
Team VTV06:30 AM, 15 Jan 21
| Updated: 08:15 AM, 15 Jan 21
જો તમે આજથી લેન્ડલાઈનથી મોબાઈલ ફોન પર વાત કરો છો તો તમારા મોબાઈલ ફોનના નંબરની આગળ 0 લગાવવાનું રહે છે. ઝડપથી ખતમ થઈ રહેલી મોબાઈલ નંબરની સીરીઝને કારણે આજથી મોબાઈલ નંબર પર કોલિંગ માટેનો આ નિયમ બદલી દેવાયો છે. હવે લેન્ડલાઈનથી મોબાઈલ પર કોલ કરવા માટે 0 લગાવવાનું ફરજિયાત રહેશે આ નિર્ણય ટેલિકોમ વિભાગે લીધો છે.
ટેલિકોમ વિભાગનો મોટો નિર્ણય
આજથી બદલાયો લેન્ડલાઈનથી મોબાઈલ કોલિંગનો નિયમ
લેન્ડલાઈનથી મોબાઈલ પર કોલ કરવા આગળ 0 લગાવવાનું ફરિજયાત
આ નવા ફેરફારને ધ્યાનમાં રાખીને યૂઝર્સને કોઈ સમસ્યા ન થાય તે માટે નવા નંબરો માટે નક્કી સ્થાન બનાવાશે. ટ્રાઈએ 13 અંકનો મોબાઈલ નંબર બનાવવાની વાત પણ કરી છે. મોબાઈલ જ્યારે ઉપયોગમાં આવ્યો ત્યારે તેના નંબર 9 અંકના હતા. આ પછી 99ની સીરીઝ અને 98ની સીરિધ આવી. પછી તે ધીરે ધીરે 6 અને 8 નંબરથી શરૂ થવા લાગ્યા. તમે વિચાર્યું હશે કે આવું શા માટે થયું. તો ઝડપથી વધતી જતી મોબાઈલની જરૂરિયાતના કારણે આ નવી સીરિઝ લાવવામાં આવી હતી.
ગયા વર્ષે TRAIએ કરી હતી આ ભલામણ
DoT ને લેન્ડલાઈન (Landline)થી મોબાઈલ (Mobile Phone) પર ડાયલ પર કોલ કરવા માટે 0 લગાવવાનું અનિવાર્ય કરવું. ગયા વર્ષે 29 મેના રોજ TRAIએ આ પ્રકારા કોલ માટે નંબહર પહેલાં 0 લગાવવાની ભલામણ કરી હતી. જેથી ટેલિકોમ કંપનીઓને વધારે નંબર બનાવવાની સુવિધા મળી શકે.
મોબાઈલ ગ્રાહકો માટે ફાયદો
ગયા વર્ષે 20 નવેમ્બરે ટેલિકોમે નવા ફેરફારને વિશે કહ્યું હતું. તેમાં કહેવાયું કે લેન્ડલાઈનથી મોબાઈલ પર નંબર ડાયલ કરવા માટેના નિયમમાં ફેરફારની ટ્રાઈની ભલામણને માની લેવામાં આવી છે. આ નિયમ લાગૂ કર્યા બાદ સરકારને આશા છે કે લગભગ 2539 મિલિયન નંબરની સીરિઝ બનશે. જે મોટા પાયે ગ્રાહકોને ફાયદો આપશે.
આ સ્થિતિમાં 0 લગાવવાનું રહેશે જરૂરી
15 જાન્યુઆરીથી લોકો લેન્ડલાઈનથી ફિકસ્ડ લાઈનથી કોઈ પણ મોબાઈલ નંબર પર ફોન કરશે તો તેમના મોબાઈલ નંબરની આગળ 0 લગાવવાનું અનિવાર્ય રહેશે. આ નિયમ ફક્ત લેન્ડલાઈનથી કોલ કરનારા યૂઝર્સને માટે છે. જો તમે કોઈને મોબાઈલ ફોનથી કોલ કરશો તો તમારે 0 લગાવવાનું નહીં રહે. આ સાથે લેન્ડલાઈનથી લેન્ડલાઈન અને મોબાઈલથી લેન્ડલાઈન કોલ પર ફોન કરવા માટે પણ કોઈ નિયમ બદલાયા નથી. જ્યારે કોઈ ઉપયોગકર્તા લેન્ડલાઈનથી મોબાઈલ પર 0 લગાવ્યા વિા કોલ કરશે તો તેને આ માટેની સૂચના સાંભળવા મળશે.
11 અંકનો થશે નવો ફોન નંબર
આ નવા ફેરફારની સાથે જ લોકો લેન્ડલાઈનથી કોલ કરી રહ્યા છે તેમને માટે તમારો ફોન નંબર હવે 11 અંકનો થશે. તેમને કોલ કરવા માટે 11 અંક દબાવવાના રહેશે. પહેલાં પણ પોતાના વિસ્તારથી અલગ કોઈ યૂઝરના મોબાઈલ નંબર પર કોલ કરવા માટે ઝીરો લગાવવાનું જરૂરી હતું અને સાથે એક વાર ફરીથી આ જીવનનો ભાગ બન્યું છે.