બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / how to book fast confirm tatkal train ticket in IRCTC, Master list in IRCTC

Master List / રેલવેમાં તત્કાલ બુકિંગ બાદ પણ નથી મળતી કન્ફર્મ ટિકિટ ? હવે આ રીત અપનાવીનો જુઓ, ટિકિટ મળવી પાક્કી

Vaidehi

Last Updated: 05:31 PM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમને પણ તત્કાલમાં ટિકિટ બુક કરવા છતાં કન્ફર્મ ટિકિટ નથી મળી શકતી? તો હવે યાત્રીઓની સુવિધા માટે રેલ્વેએ માસ્ટર લિસ્ટ સુવિધા શરૂ કરી છે.

  • તત્કાલમાં કન્ફર્મ ટિકિટ મળે તે માટે રેલ્વેની સુવિધા
  • રેલ્વે લઈને આવ્યું છે માસ્ટર લિસ્ટ સુવિધા
  • પહેલાથી અહીં ડિટેલ્સ સેવ કરી લેવાથી થઈ શકે છે ફાયદો

જ્યારે પણ આપણને ઈમેરજન્સીમાં રેલ્વેની તત્કાલ ટિકિટ બુક કરાવીએ છીએ ત્યારે મોટાભાગે આપણને કન્ફર્મ ટિકિટ મળતી નથી. ઘણાં લોકોને તત્કાલ કોટામાંથી કન્ફર્મ સીટ જોઈતી હોય છે પરંતુ આ કોટામાં અત્યંત લિમિટેડ સીટ હોવાને કારણે તમામને કન્ફર્મ સીટ નથી મળી શકતી. તેવામાં પેસેંજર્સ સૌથી પહેલા પોતાની ડિટેલ્સ ભરીને પેમેન્ટ કરી દે છે જેના લીધે તેમની ટિકિટ કન્ફર્મ થઈ જાય છે.

IRCTCની માસ્ટર લિસ્ટની સુવિધા

આ સ્થિતિમાં ટિકિટ એજંટની મદદથી કરાવવી પડે છે જેમાં તેના કમીશનને લીધે ટિકિટ ઘણી મોંઘી થઈ જાય છે. આવી સ્થિતિમાં આપણે પોતે કઈ રીતે કન્ફર્મ ટિકિટ લઈ શકીએ તે જાણવું જરૂરી છે. યાત્રીઓની સમસ્યાને દૂર કરવા માટે IRCTCએ માસ્ટર લિસ્ટની સુવિધા શરૂ કરી છે. અહીં તમે પોતાની ટિકિટ બુક કરવા પહેલાં જ પેસેન્જરની ડિટેલ્સ સેવ કરીને રાખી શકો છો જેથી જ્યારે પણ બુકિંગ ઓપન થાય ત્યારે સમય વેળફ્યાં વિના તમે તાત્કાલિક ટિકિટ બુક કરી શકો છો. જો કે આ સ્ટેપ બાદ પણ કન્ફર્મ ટિકિટ મળશે જ એવું જરૂરી નથી. પરંતુ આ સ્ટેપની મદદથી તમે ચોક્કસપણે જલ્દીથી ટિકિટ બુક કરી શકો છો જેના લીધે તમારી કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતા વધી જાય છે.

કઈ રીતે બનાવી શકાય છે માસ્ટર લિસ્ટ?

  • તમારે સૌથી પહેલાં IRCTCની વેબસાઈટ પર જવું પડશે.
  • અહીં તમારી યૂઝર આઈડી, પાસવર્ડ અને કેપ્ચાની મદદથી લોગ ઈન કરવું પડશે. 
  • ત્યારબાદ My Account માં જઈને My Profile પર ક્લિક કરવું. 
  • અહીં Add/Modify વાળા ઓપ્શનમાં જઈને માસ્ટર લિસ્ટ બનાવી શકાય છે.
  • અહીં તમારે પેસેંજરની જરૂરી ડિટેલ્સ જેવું કે નામ, જન્મતિથિ, જંડર, બર્થ પ્રેફ્રેન્સ વગેરે ભરવી જે બાદ આ ડિટેલ્સને સબમિટ કરવી.

સંકળાયેલા મુદ્દાઓ

IRCTC Master List Tatkal Ticket Booking કન્ફર્મ ટિકિટ ટ્રેન માસ્ટર લિસ્ટ રેલ્વે Tatkal Ticket Booking
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ