સુવિધા / રાશનકાર્ડમાંથી નામ કપાઈ જાય તો આ સરળ પ્રોસેસથી ફરી કરાવો એડ, જાણો શું કરવું

how to add new member wife and son in ration card online in india follow this simple method

જો તમારું રાશન કાર્ડ રદ કરવામાં આવ્યું છે અથવા તમારું નામ લિસ્ટમાંથી કાપવામાં આવ્યું છે તો હવે ચિંતા ન કરતાં, કારણ કે મોદી સરકાર આવા લોકોની સમસ્યા દૂર કરવા જઈ રહી છે. રાજ્ય સરકારો દ્વારા નવા રાશનકાર્ડ બનાવવાની પ્રક્રિયામાં કેટલાક લોકોના નામ કાપી કાઢવામાં આવ્યા છે. જેનું નામ લિસ્ટમાંથી કાપવામાં આવ્યું છે તે હવે ફરીથી તેનું નામ એડ કરી શકે છે. કેટલાક કારણોસર તમારું નામ રાશનકાર્ડમાંથી કાપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમારું નામ પહેલાંથી જ બીજા રાશનકાર્ડ સાથે જોડાયેલું છે, આધાર નંબર તમારા રાશનકાર્ડ સાથે જોડાયેલું નથી વગેરે. પણ હવે આના માટે તમે અરજી કરી શકો છો અને રાશનકાર્ડ બનાવી શકો છો. આ સાથે જ તમે લગ્ન પછી પત્ની અથવા બાળકના જન્મ પછી તેનું નામ પણ ઉમેરી શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ