બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / વિશ્વ / How the dispute between India and Canada finally turned out

Canada–India relations / Canada vs India: આખરે કેવી રીતે વકર્યો ભારત-કેનેડા વચ્ચેનો વિવાદ, જાણો અત્યાર સુધીમાં શું-શું થયું? સમજો માત્ર 10 પોઇન્ટમાં

Priyakant

Last Updated: 09:13 AM, 20 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Canada–India relations News: ભારતે વારંવાર કેનેડા પર તેની ધરતી પર ખાલિસ્તાન ચળવળને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો છે, જે ભારતમાં પ્રતિબંધિત છે પરંતુ શીખ ડાયસ્પોરામાં તેને સમર્થન છે

  • આખરે કેવી રીતે વકર્યો ભારત-કેનેડા વચ્ચેનો વિવાદ  
  • કેનેડાના વડાપ્રધાનના નિવેદન બાદ ભારત-કેનેડા વચ્ચે તણાવ વધ્યો 
  • કેનેડાના PM દ્વારા ભારતની એજન્સીઓ પર હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ

Canada–India relations : કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ત્યાંની સંસદમાં આપેલા નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ નવી ઊંચાઈએ પહોંચી ગયો છે. વાત જાણે એમ છે કે, આ સમગ્ર વિવાદ ખાલિસ્તાન ચળવળ પર કેન્દ્રિત છે. ભારતે વારંવાર કેનેડા પર તેની ધરતી પર ખાલિસ્તાન ચળવળને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો છે, જે ભારતમાં પ્રતિબંધિત છે પરંતુ શીખ ડાયસ્પોરામાં તેને સમર્થન છે. 

તાજેતરમાં જસ્ટિન ટ્રુડોએ તેમના દેશની સંસદમાં ભારત સરકારની એજન્સીઓ પર કેનેડાની ધરતી પર ખાલિસ્તાન તરફી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી કેનેડાએ તેના ટોચના ભારતીય રાજદ્વારીને સસ્પેન્ડ કરી દીધા છે. ભારતે પણ આ કાર્યવાહીનો આ જ ભાષામાં જવાબ આપ્યો અને નવી દિલ્હીમાં કેનેડાના હાઈ કમિશનર કેમેરોન મેકેને હાંકી કાઢ્યા અને તેમને 5 દિવસમાં દેશ છોડી દેવા કહ્યું. આ વર્ષે જૂનમાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરાયેલા હરદીપ સિંહ નિજ્જરને ભારતે જુલાઈ 2020માં 'આતંકવાદી' જાહેર કર્યો હતો. હરદીપ સિંહ નિજ્જર કેનેડાનો નાગરિક હતો. 

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમના દેશની સંસદમાં એક નિવેદનમાં કહ્યું કે, આ વર્ષે જૂનમાં હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના વિશ્વસનીય આરોપો છે. ટ્રુડોએ કટોકટી સત્રમાં જણાવ્યું હતું કે, "કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં કોઈપણ વિદેશી સરકારની સંડોવણી એ આપણા સાર્વભૌમત્વનું અસ્વીકાર્ય ઉલ્લંઘન છે." આ મૂળભૂત નિયમોની વિરુદ્ધ છે જેના દ્વારા મુક્ત, ખુલ્લી અને લોકશાહી સમાજો પોતાનું સંચાલન કરે છે.'

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપોને નકારી કાઢતા ભારત સરકારે નિજ્જરની હત્યામાં કોઈપણ સંડોવણીનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો દ્વારા આપવામાં આવેલા આવા નિવેદન ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે, જેમને કેનેડામાં આશ્રય મળી રહ્યો છે. આ ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓ ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે ખતરો છે. કેનેડાના ઘણા રાજકારણીઓએ ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓ પ્રત્યે નરમ વલણ અપનાવ્યું છે, જે ચિંતાનો વિષય છે.

કેનેડાએ તેના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ ઓટાવામાં ટોચના ભારતીય રાજદ્વારી પવન કુમાર રાયને હાંકી કાઢ્યા છે. તેઓ પંજાબ કેડરના 1997 બેચના IPS અધિકારી છે અને હાલમાં કેનેડામાં ભારતીય ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)માં સ્ટેશન ચીફ તરીકે નિયુક્ત હતા. ભારતીય ગુપ્તચર અધિકારીની હકાલપટ્ટીની કેનેડાની જાહેર જાહેરાતને 'રેર' કેસ તરીકે જોવામાં આવી રહી છે. કારણ કે આવા મુદ્દાઓ સામાન્ય રીતે ન્યાયપૂર્ણ રીતે હાથ ધરવામાં આવે છે.

ભારતે કેનેડાની કાર્યવાહીનો તેની જ ભાષામાં જવાબ આપ્યો. વિદેશ મંત્રાલયે નવી દિલ્હી સ્થિત કેનેડિયન હાઈ કમિશનર કેમેરોન મેકેને બોલાવ્યા. MEA એ કેનેડિયન સરકારના પગલાં અંગે ભારત સરકારના પ્રતિભાવ વિશે મેકેને જાણ કરી અને વરિષ્ઠ રાજદ્વારીને હાંકી કાઢવાનો નિર્ણય કર્યો. ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડિયન રાજદ્વારીને દેશ છોડવા માટે 5 દિવસનો સમય આપ્યો છે.

ભારતે તેમની જ ભાષામાં જવાબ આપ્યા બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું વલણ નરમ પડ્યું. એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ મંગળવારે કહ્યું હતું કે, કેનેડા શીખ અલગતાવાદી નેતાની હત્યા સાથે ભારતીય એજન્ટો સંકળાયેલા હોવાનું સૂચવીને તેમને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું નથી, પરંતુ ઓટાવા ઇચ્છે છે કે નવી દિલ્હી આ અંગે પગલાં લે. તેમણે કહ્યું, 'ભારત સરકારે આ બાબતને ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે. અમે આટલું જ કરી રહ્યા છીએ, અમે ભારતને ઉશ્કેરણી નથી કરી રહ્યા કે, તેને વધારવાનો પ્રયાસ નથી કરી રહ્યા.

સંબંધોમાં કડવાશ વચ્ચે કેનેડાની સરકારે મંગળવારે ભારતમાં તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં ભારતમાં પ્રવાસ કરતા કે ભારતમાં રહેતા કેનેડિયન નાગરિકોને જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં ન જવાની સલાહ આપવામાં આવી હતી. કેનેડાએ એડવાઈઝરીમાં પોતાના નાગરિકોને સલાહ આપતાં કહ્યું હતું કે, 'અમે ભારતમાં અમારા નાગરિકોને સૂચના આપીએ છીએ કે, અણધારી સુરક્ષા સ્થિતિને કારણે તેઓએ જમ્મુ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. અહીં આતંકવાદ, ઉગ્રવાદ, અશાંતિ અને અપહરણનો ખતરો છે.

G-20 સમિટ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે તેમના ઓસ્ટ્રેલિયન, યુકે અને કેનેડિયન સમકક્ષો સાથે પોતપોતાના દેશોમાં શીખ કટ્ટરવાદ અને ભારતીય સંપત્તિઓ અને હિંદુ ધાર્મિક સ્થળો સામેની હિંસા પર વાત કરી હતી, હિન્દુસ્તાન ટાઈમ્સે અહેવાલ આપ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ G20 સમિટ દરમિયાન જસ્ટિન ટ્રુડો સાથેની તેમની દ્વિપક્ષીય વાટાઘાટોમાં કેનેડામાં પાકિસ્તાની ઉગ્રવાદીઓની વધતી સક્રિયતા અને અહીં હિન્દુ ધાર્મિક સ્થળો પર હુમલાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયે કેનેડિયન હાઈ કમિશનર કેમેરોન મેકેને જણાવ્યું હતું કે, આ પગલું (ટોચના ભારતીય રાજદ્વારીને હાંકી કાઢવું) અમારા આંતરિક મામલામાં કેનેડિયન રાજદ્વારીઓ દ્વારા દખલગીરી અને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણી અંગે ભારતની વધતી ચિંતા દર્શાવે છે.

નોંધનીય છે કે, ભારતની સુરક્ષા એજન્સીઓએ હરદીપ સિંહ નિજ્જરને ભાગેડુ અને આતંકવાદી જાહેર કર્યો હતો. રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા નિજ્જર પર 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. કેનેડા પ્રભાવશાળી શીખ સમુદાયનું ઘર છે અને ભારતીય નેતાઓ કહે છે કે ત્યાં કેટલાક કટ્ટર જૂથો છે જેઓ હજુ પણ ભારતથી અલગ થયેલા સ્વતંત્ર શીખ રાજ્ય પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. 1980 અને 1990ના દાયકાના શીખ વિદ્રોહમાં લગભગ 30,000 લોકો માર્યા ગયા હતા. શીખ આતંકવાદીઓને 1985માં કેનેડાથી ભારત જતી એર ઈન્ડિયા બોઈંગ 747ના બોમ્બ વિસ્ફોટ માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા, જેમાં સવાર તમામ 329 લોકો માર્યા ગયા હતા.

કેનેડામાં ભારતીય મૂળના 14 થી 18 લાખ લોકો રહે છે. ભારતમાં પંજાબ સિવાય કેનેડામાં સૌથી વધુ શીખો છે. એટલા માટે જ્યારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો G-20 સમિટમાં ભાગ લેવા ભારત આવ્યા હતા, ત્યારે તેમની PM મોદી સાથેની મુલાકાતમાં પણ આ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. નિષ્ણાતોએ કહ્યું હતું કે બંને નેતાઓ વચ્ચેની બેઠક તણાવપૂર્ણ હતી. આ બેઠક બાદ ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકાર પર કેનેડામાં ભારત વિરોધી ગતિવિધિઓને અંકુશમાં લેવા માટે જરૂરી પગલાં ન લેવાનો આરોપ લગાવ્યો હતો. સૂત્રોનું માનીએ તો પીએમ મોદીએ આ મુદ્દે ટ્રુડો સામે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો.

હરદીપ સિંહ નિજ્જર તાજેતરના મહિનાઓમાં મૃત્યુ પામનાર ત્રીજા ખાલિસ્તાન તરફી નેતા હતા. આ વર્ષે જૂન મહિનામાં જ બ્રિટનના અવતાર સિંહ ઢાંડા પણ બર્મિંગહામમાં રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તે ખાલિસ્તાન લિબરેશન ફોર્સનો ચીફ હતો. પરમજીત સિંહ પંજવારની પણ લાહોરમાં હત્યા કરવામાં આવી હતી. પરમજીતને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો હતો. આ વર્ષે જૂનમાં કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ગુરુદ્વારા બહાર હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે મંગળવારે નવી દિલ્હીમાં કેનેડિયન હાઈ કમિશનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. કેનેડિયન હાઈ કમિશનની બહાર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ અને દિલ્હી પોલીસના અનેક જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Canada–India Canada–India relations ખાલિસ્તાન ચળવળ ભારત-કેનેડા ભારત-કેનેડા વિવાદ હરદીપ સિંહ નિજ્જર Canada–India relations
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ