how papaya benefits your health and cure from various diseases
ઘરેલૂ ઉપાય /
આ રીતે બનાવો પપૈયાના પાનનો જ્યૂસઃ રોજ 1 ગ્લાસ પીવાથી વાળ ખરતા અટકશે અને રહેશે બીમારીઓ દૂર
Team VTV11:11 AM, 21 Jan 21
| Updated: 11:16 AM, 21 Jan 21
પપૈયું સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે વિટામીનનો ભંડાર પણ છે. તે સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ માનવામાં આવે છે.પપૈયાના પાનમા પૈપિન એન્ઝાઈમ ભરપૂર હોય છે જે પાચનને મજબૂત કરે છે. આ સાથે તેનો જ્યૂસ ખાસ રીતે બનાવીને પીવાથી અનેક જીવલેણ બીમારીમાં પણ ફાયદો થાય છે.
પપૈયાનો જ્યૂસ છે લાભદાયી
ખાસ રીતે બનાવેલો જ્યૂસ આપે છે લાભ
અનેક બીમારીઓમાં અકસીર છે આ ઘરેલૂ ઉપાય
પપૈયું ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે અને સાથે જ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી રહે છે. પપૈયામાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જેનાથી પપૈયાનું ઝાડ શરીરને માટે ફાયદારૂપ માનવામાં આવે છે. પપૈયા સિવાય તેના પાન પણ ફાયદો કરે છે. તેનો ઘરેલું નુસખો પ્લેટલેટ્સને વધારવાનું કામ કરવામાં મદદ કરે છે.
આ વિટામીનનો બેસ્ટ સોર્સ છે પપૈયુ
પપૈયાના પાનનું સેવન લાભદાયી માનવામાં આવે છે. તેના પાનમાં પૈપિન એન્ઝાઈમ વધારે હોય છે જે પાચનને મજબૂત કરે છે. આ સિવાય અલ્કાઈનનું વધારે પ્રમાણ ડેન્ડ્ર્ફ અને વાળને ખરતા અટકાવે છે. આ સિવાય વિટામીન એ, સી, ઈ અને બીનું પ્રમાણ પણ વઘારે હોય છે. તમે ઈચ્છો તો પપૈયાના પાનની ચા, જ્યૂસ કે ટેબલેટ પણ લઈ શકો છો. તેનાથી તમે અનેક મોટી બીમારીઓથી બચી શકો છો.
ડેન્ગ્યૂના લક્ષણને રોકે છે
પપૈયાના પાનનું સેવન કરવાથી તમે ડેન્ગ્યૂને કારણે થતા તાવ, માથાના દુઃખાવવામાં રાહત મેળવી શકો છો અને સાથે જ બ્લડ પ્લેટલેટ્સને વધારવામાં મદદ કરે છે. જો ડેન્ગ્યૂનો કોઈ ખાસ ઈલાજ નથી. એક સ્ટડીમાં કહેવાયું છે કે પપૈયાના પાનનું સેવન કરવાથી બ્લડ પ્લેટલેટ્સ વધે છે.
પાચનને કરે છે મજબૂત
પપૈયાના પાનનું સેવન કરવાથી ગેસ, બળતરા, કબજિયાતની સમસ્યા રહે છે. તેમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે જે પાચનને મજબૂત કરવામાં મદદ કરે છે. આ સાથે તેનું પ્રોટીન ડાયજેસ્ટ કરવામાં મદદ કરે છે જેનાથી સારી રીતે ખાવાનું પચી શકે છે.
વાળને ખરતા અટકાવે છે
પપૈયાના પાનને ખાવાથી વાળ મજબૂત બને છે અને સ્કેલ્પમાં નવા વાળ આવે છે. વાળને ખરતા રોકવા માટે એન્ટી ઓક્સીડન્ટથી ભરપૂર ચીજોનું સેવન કરવું. પપૈયાના પાનમાં એન્ટી ફંગલ ગુણ હોય છે જે ડેન્ડ્રફની મુશ્કેલી દૂર કરવાનું કામ કરે છે.
આ રીતે બનાવો પપૈયાના પાનનો જ્યૂસ
જ્યૂસ બનાવવા માટે પપૈયાના પાન અને થોડું પાણી લો. સૌ પહેલાં પાનને નાના કાપી લો અને પાણી સાથે મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો. તેમાં થોડું ચૂરણ મિક્સ કરો અને તમારો જ્યૂસ તૈયાર થઈ જશે. તમે તમારા સ્વાદ અનુસાર તેમાં મીઠું કે ખાંડ મિક્સ કરી શકો છો.