પૂનાની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા હાલમાં ચર્ચામાં છે. જો ઓક્સફર્ડ યૂનિવર્સિટીએ બનાવેલી કોવિડ 19 વેક્સીન સફળતા મેળવે છે તો તેનું ઉત્પાદન અહીં જ શરૂ કરવામાં આવશે.
કોરોના વાયરસને લઈને આવી શકે છે સારું પરિણામ
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં બની શકે છે વેક્સીન
PM મોદી પણ રાખી રહ્યા છે ઓક્સફર્ડની વેક્સીન પર ધ્યાન
કોરોના વાયરસ વિશ્વભરમાં અટકવાનું નામ નથી લઈ રહ્યો. અત્યાર સુધીમાં 52 લાખથી વધુ લોકો આ ખતરનાક વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે. અત્યાર સુધી 3 લાખ 37 હજાર લોકોનાં મોત નીપજ્યાં છે. પરંતુ હજી સુધી કોરોનાની સારવાર વિશ્વના કોઈ પણ ખૂણામાં મળી નથી. હાલમાં સૌથી વધુ રસીઓ પર કામ ચાલી રહ્યું છે. જેમાંથી 9 જેટલા માનવીય પરીક્ષણો ચાલી રહ્યા છે. પરંતુ હજી સુધી કોઈને ચોક્કસ સફળતા મળી નથી. વિશ્વની નજર રસી બનાવતી પૂણે સ્થિત એક કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પર ટકી રહી છે. કંપનીમાં વિશ્વની અડધાથી વધુ રસી તૈયાર કરવામાં આવે છે.
અહીં તૈયાર થશે ઓક્સફર્ડની વેક્સીન
કોરોના વાયરસના સમયમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ચર્ચામાં છે. જો ઓક્સફર્ડ યુનિવર્સિટીની બનાવેલી વેક્સીન સફળ રહે છે તો તેનું ઉત્પાદન અહીં જ કરવામાં આવશે. આ સમયે આ વેક્સીનનું માનવીય પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કંપનીએ ઓક્સફર્ડ યુનિવર્સિટીની સાથે તેના ઉત્પાદનને લઈને વાતચીત કરી છે.
કંપની પર PM મોદી પણ રાખી રહ્યા છે નજર
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પર કેન્દ્ર સરકારની પણ નજર છે. અહીંના સ્ટાફ દિવસ રાત કામ કરે છે. કંપનીને રોજ સરકારની તરફથી મેસેજ મોકલાય છે. સરકાર જાણવા ઈચ્છે છે કે શું તેમને કામમાં કોઈ તકલીફ તો નથી ને. કંપનીના રિસર્ચ ડેવલપમેન્ટના પ્રમુખ ઉમેશ શાલીગ્રામના આધારે આ મેસેજ પીએમ મોદીના સાયન્ટિસ્ટ એડવાઈઝરના વિજય રાઘવનની તરફથી મોકલાશે. મેસેજમાં કહેવાયું છે કે જો તેમને કોઈ મુશ્કેલી છે તો તેઓ જણાવી શકે છે. સરકારની તરફથી પરમિશન મળવામાં 4-6 મહિનાનો સમય લાગતો હતો. હવે એક બે દિવસમાં થઈ રહ્યા છે.
અહીં તૈયાર થાય છે મોટાભાગની વેક્સીન
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયાના સીઈઓ અદર પૂનાવાલાના આધારે દુનિયાના 60-70 ટકા વેક્સીનનું ઉત્પાદન અહીં જ થાય છે. લગભગ 1.5 બિલિયન વેક્સીનના ડોઝ અહીં દર વર્ષે બને છે. લગભગ દોઢસો કરોડ એકરમાં ફેલાયેલા આ ઇન્સ્ટિટ્યૂટમાં લૉકડાઉન સમયે ઘણી દોડાદોડ જોવા મળી હતી. પૂનાવાલાનું કહેવું છે કે વેક્સીનની સાથે કોરોનાથી લડવા માટે દવાની પણ જરૂર છે. અનેક વાર જોવા મળે છે કે વેક્સીન કોઈ દર્દી પર અસર કરતી નથી.