મોંઘવારી વચ્ચે જગતના તાતને વધુ એક માર, ધાન આપનારો ક્યાં સુધી રિબાશે?

By : vishal 06:38 PM, 14 September 2018 | Updated : 06:38 PM, 14 September 2018
મોધવારી વચ્ચે ખેડૂતોને વધુ એક માર પડ્યો છે. ખાતરનું વિજન ઘટાડતા અને ભાવ વધારતા વિરોધ ખેડૂતો નિરાશ થયા છે. ખેડૂતો એક તરફ સરકાર તરફથી રાહત મળે તેવી આશા લગાવી રહ્યા છે. તેવામાં પડતા પર પાટુ મારવાની નીતિ ફરી એક વખત સામે આવતા ખેડૂતોમાં રોષની લાગણી ભભુકી છે.

વડોદરાના ખેડૂતોએ સરકારની બેવડી નીતિ સામે રોષ વ્યકત કરી પોતાની સંવેદના જણાવી છે, ખાતરમાં વજન ઘટાડો કરી ભાવમાં વધારો ઝીંકી દેતા આ રોષ સામે આવ્યો છે. ડી.એપી પાયાનું ખેતર મોંઘુ થતા ખેડૂતોએ સરકાર વિરૂદ્ધ સુત્રોચાર કર્યા છે.

ગયા વર્ષ કરતા ખાતરમાં  180 રૂપિયાનો વધારો કરાયો છે. છેલ્લા દસ વર્ષમાં ડી.એપી ખાતરના ભાવ 1000 હજાર રૂપિયા જેટલા વધી ગયા છે, આમ 650નું ડી.એપી ખાતર 1420 રૂપિયા થતા હવે સરકારની નીતિ સામે જગતનો તાત રોષ ઠાલવી રહ્યો છે. ખેડૂતોની માગ છે કે, યુપી અને મહારાષ્ટ્ર સરકાર જો ખેડૂતોના દેવા માફ કરી શકતી હોય તો ગુજરાતની સરકારને સહાય આપવામાં શું જાય છે.

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story