How much money does Mukesh Ambani spend on his security?
Security /
દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી પોતાની સુરક્ષા પર કેટલા રૂપિયા ખર્ચે છે?
Team VTV01:04 PM, 27 Feb 21
| Updated: 01:12 PM, 27 Feb 21
દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના ઘર બહાર વિસ્ફોટક મળ્યા બાદ મુંબઇ પોલીસે તેમની સુરક્ષા વધારી દીધી છે.
મુકેશ અંબાણી સિક્યોરીટી પાછળ ખર્ચે છે કરોડો રૂપિયા
મુકેશ અંબાણી સિવાય નીતા અંબાણી પાસે Y સિક્યોરીટી
મુકેશની સિક્યોરીટી હટાવવા માટે સુપ્રીમમાં કરી હતી અપીલ
પોતાની મહેનત અને લગનથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી પોતાના બિઝનેસને સતત વધારી રહ્યાં છે. તે પોતાની ટીમ સાથે મળીને તમામ પ્રયાસ કરે છે કે જેનાથી તેનો બિઝનેસ ખુબ જ આગળ વધે અને વધુ સક્સેસ મળે. મુકેશ અંબાણી તેમની અને તેમના પરિવારની સુરક્ષા પાછળ કેટલા રૂપિયા ખર્ચે છે તે જાણીને ચોક્કસ નવાઇ લાગશે.
બિઝનેસમેન મુકેશ અંબાણીને ઝેડ પ્લસ સિક્યોરીટી મળેલી છે જેનો મહિને 20 લાખ ખર્ચો આવે છે. આ ખર્ચો અંબાણી પોતે ઉઠાવે છે. Z + સિક્યોરીટી હોવાને કારણે તેની સુરક્ષામાં એક સમયે 55 સુરક્ષાકર્મી તૈનાત હોય છે. તેમાંથી 10 NSG અને SPG કમાન્ડોની સાથે અન્ય પોલીસકર્મી હોય છે.
મોંઘીદાટ કારમાં ફરે છે મુકેશ અંબાણી
મિડીયા રિપોર્ટ્સ અનુસાર તેમની પાસે 70થી વધારે કાર છે. તેમની એક કાર BMW 760Li તો સંપૂર્ણરીતે બુલેટપ્રુફ છે. જે તેમને સુરક્ષા આપે છે. આ કારની કિંમત 8 કરોડ 50 લાખ રૂપિયા છે. આ કારમાં લેપટોપ, ટીવી સ્ક્રિન, કોન્ફરન્સ સેન્ટર જેવી સુવિધાઓ રહેલી છે. આ સિવાય તેમની પાસે બેંટલે, રોલ્સ રોયસ દેવી લગ્ઝરી અને મોંઘી ગાડીઓ છે.
નીતા અંબાણીને Y કેટેગરીની સુરક્ષા
મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને પણ વાય પ્લસ કેટેગરીની સુવિધા આપવામાં આવે છે. હથિયારો સાથે 10 CRPF કમાન્ડો નીતાની સુરક્ષામાં ઉપલબ્ધ હોય છે. નીતા દેશમાં જ્યાં પણ જાય છે ત્યાં આ કમાન્ડો તેની સાથે જાય છે.
અંબાણીની સુરક્ષાને લઇને સુપ્રિમમાં થઇ હતી અરજી
સુપ્રીમ કોર્ટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી તેમજ તેના પરિવાર સાથે ઝેડ પ્લસ કવર પાછુ લેવાની જનહિત માગને રદ્દ કરી દેવામાં આવી હતી.