બ્રેકિંગ ન્યુઝ
Juhi
Last Updated: 05:08 PM, 31 August 2019
કપાયેલી-ફાટેલી કે ખરાબ થનારી નોટો બદલવનો તમારો અધિકાર નથી. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા રિફંડ રૂલ મુજબ આ નોટને રિઝર્વ બેંકની ઑફિસ કે બેંકની શાખામાં જ તેને એક્સચેન્જ કરાવી શકાય છે.
ADVERTISEMENT
ઓછા મૂલ્યની નોટ:
કપાયેલી કે ફાટેલી- ખરાબ થઇ ચૂકેલી નોટનું મૂલ્ય જેટલુ ઓછું હશે એટલા જ તમારી પાસે રિફન્ડના વિકલ્પ ઘટતા જશે. રિઝર્વ બેંક અનુસાર, તમારે એ વાતને સનુશ્ચિત કરવી પડશે કે 50 રૂપિયાથી ઓછી મૂલ્યની ફાટેલી નોટનો જે ઊાગ તમારી પાસે છે તે નોટનો સૌથી મોટો હિસ્સો હોય. આ ભાગની આખી નોટનો ઓછામાં ઓછો 50% જેટલો હોય. મોટા મૂલ્યની નોટથી વિરુદ્ધ ઓછા મૂલ્યવાળી નોટ પર વધારે રિફંડ નથી મળતુ.
ADVERTISEMENT
વધારે મૂલ્યની નોટ:
50 રૂપિયા કે તેનાથી વધારે મૂલ્યની નોટ જો કપાયેલી-ફાટી જાય અથવા તો ખરાબ થઇ જાય તો અડધી રાશિ અથવા તો નોટનો કેટલો ભાગ છે તેના પર આધારિત છે. જો તમારી પાસે નોટને 80 % થી ઓછો ભાગ હોય તો તમને અડધી કિંમત મળશે. જો 80% થી વધુ હશે તો તમને પૂરેપુરૂ મૂલ્ય મળશે.
શું થાય છે આવી નોટો સાથે:
રિઝર્વ બેંક દર વર્ષે ફાટેલી અને ગંદી નોટોને સર્કુયલેશનમાંથી આઉટ કરી દે છે. આવી નોટ સરક્યુલેટ કરવી રિઝર્વ બેંકના નિયમો વિરુદ્ઘ છે. 2003 પહેલા આ નોટોને સળગાવી દેવામાં આવતી હતી. ત્યાર પછી રિઝર્વ બેંક નોટ કાતરવાનું મશીન લગાવી દીધુ. આ મશીન દર કલાકે 60000 નોટને કતરણમાં બદલી શકે છે. આ કતરણમાંથી ઇંટ બને છે જે ઇન્ડસ્ટ્રીમાં વેચાય છે. તેને ઔદ્યોગિક ભટ્ટીમાં ઈંધણ રૂપે પણ વાપરવામાં આવે છે.
વર્ષ 2018-19માં 53% જેટલી 10 રૂપિયાની ખરાબ નોટોને 100 રૂપિયાની નોટ સાથે ડિસ્પોઝ કરી દેવામાં આવે છે. બંને કતરણનો 83.3% હિસ્સો હતા.
ઉલ્લેખનીય છે કે, જો તમે જાણીજોઇને ફાડીને એક્સચેન્જ કરાવવા જાવ તો રિઝર્વ બેંકોને તેનો અંદાજો આવી જાય છે .જો આવી કરન્સી નોટની સંખ્યામાં વધારે હોય તો પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ પણ નોંધાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.