બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કેટલે પહોંચ્યું ચક્રવાતી તોફાન રેમલ? આજે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ, જાણો ગુજરાત પર અસર થશે કે નહીં

રેમલ વાવાઝોડું / કેટલે પહોંચ્યું ચક્રવાતી તોફાન રેમલ? આજે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ, જાણો ગુજરાત પર અસર થશે કે નહીં

Last Updated: 08:13 AM, 25 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Remal Cyclone Latest News : માછીમારોને 27 મેની સવાર સુધી ઉત્તર બંગાળની ખાડીમાં દરિયામાં ન જવાની ચેતવણી, રવિવારે ચક્રવાતના પ્રભાવ હેઠળ પવનની ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે

Remal Cyclone : બંગાળની ખાડીમાં રચાયેલ દબાણ ક્ષેત્ર વધુ ગાઢ બની શકે છે અને ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ શકે છે. વાવાઝોડું પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે 26 મેની મધ્યરાત્રિની આસપાસ જમીન પર ત્રાટકે તેવી સંભાવના છે. માછીમારોને 27 મેની સવાર સુધી ઉત્તર બંગાળની ખાડીમાં દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. IMDએ જણાવ્યું હતું કે, રવિવારે ચક્રવાતના પ્રભાવ હેઠળ પવનની ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. અહી ખાસ નોંધનિય છે કે, આ વાવાઝોડાની અત્યાર સુધીની અપડેટ મુજબ ગુજરાત ઉપર કોઈ અસર નહિ. જોકે સંભવિત રીતે સામાન્ય વરસાદ પડી શકે છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત રવિવારે મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ટકરાશે. બંગાળની ખાડીમાં આ ચોમાસા પહેલાનું આ પ્રથમ ચક્રવાત છે.હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણની સિસ્ટમ અનુસાર તેનું નામ રેમલ રાખવામાં આવશે. આ ચક્રવાત શનિવારે સવાર સુધીમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે અને શનિવારની રાત સુધીમાં વધુ તીવ્ર બનીને ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાન જમીન પર ત્રાટકે ત્યારે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે કોલકાતા, દક્ષિણ અને ઉત્તર 24 પરગણા, પૂર્વ મેદિનીપુર અને હાવડા જિલ્લામાં 26 અને 27 મેના રોજ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. તેના પ્રભાવ હેઠળ 25 મેથી ઉત્તર અને દક્ષિણ ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. હવામાનશાસ્ત્રી ઉમાશંકર દાસે જણાવ્યું હતું કે, ઓડિશાના જે જિલ્લાઓમાં 26 મેના રોજ વરસાદની સંભાવના છે તેમાં બાલાસોર, ભદ્રક અને કેન્દ્રપારાનો સમાવેશ થાય છે. 27 મેના રોજ બાલાસોર, ભદ્રક અને મયુરભંજમાં વરસાદ પડી શકે છે.

વાવાઝોડાના લેન્ડફોલ સમયે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં 1.5 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયામાં હાજર માછીમારોને 27 મે સુધી કિનારે પાછા ફરવાની અને બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

રાજસ્થાનમાં તાપમાનનો પારો 49 ડિગ્રીએ પહોંચ્યો

રાજસ્થાનના ફલોદીમાં તાપમાનનો પારો 49 ડિગ્રીએ પહોંચ્યો હતો જે આ વર્ષે દેશમાં નોંધાયેલ સૌથી વધુ તાપમાન છે. શુક્રવારે ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય પ્રદેશના ભાગોમાં તીવ્ર ગરમીનું મોજું હતું. સત્તાવાર ડેટા દર્શાવે છે કે,પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં ઓછામાં ઓછા 23 સ્થળોએ શુક્રવારે મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ નોંધાયું હતું. દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ મધ્ય પ્રદેશના ભાગોમાં 28 મે સુધી આકરી ગરમી ચાલુ રહેશે.

વધુ વાંચો : આજે છઠ્ઠા તબક્કાના મતદાનમાં લોકસભાની 58 બેઠકો પર જામશે જંગ, 889 ઉમેદવારોના ભાવિનો ફેંસલો

કેરળમાં ભારે વરસાદ ચાલુ, ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

રાજ્યના કેટલાક ભાગોમાં છેલ્લા 24 કલાકમાં 200 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. શુક્રવારે ભારે વરસાદને કારણે કોચી અને થ્રિસુર સહિતના મોટા શહેરોમાં પાણી ભરાઈ ગયા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ પથાનમથિટ્ટા, કોટ્ટાયમ અને ઇડુક્કી જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે તાજેતરના વરસાદ સંબંધિત ઘટનાઓમાં 11 લોકોના મોત થયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone Remal Cyclone Remal Cyclone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ