બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / ટ્રેનમાં સવારી કરનારા મુસાફરો ખાસ વાંચી લેજો, ગુજરાતના આ સ્ટેશનોથી ઉપડનારી કેટલીક ટ્રેનો થશે પ્રભાવિત
Last Updated: 02:44 PM, 16 January 2025
1 માર્ચ 2025ના ટ્રેન નંબર 12473 ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ રદ રહેશે. 4 માર્ચના ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ રદ રહેશે. 3 માર્ચના ટ્રેન નંબર 12476 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-હાપા એક્સપ્રેસ રદ રહેશે. 5 માર્ચના ટ્રેન નંબર 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ રદ રહેશે. 6 માર્ચના ટ્રેન નંબર 12474 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-ગાંધીધામ એક્સપ્રેસ રદ રહેશે.
ADVERTISEMENT
આ ટ્રેનો રદ
આજથી 5 માર્ચ 2025 સુધી ગાંધીનગર કેપિટલથી ચાલનારી ટ્રેન નંબર 19223 ગાંધીનગર કેપિટલ-જમ્મૂતવી એક્સપ્રેસ પઠાણકોટ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન પઠાણકોટ અને જમ્મૂતવી સ્ટેશન વચ્ચે અંશતઃ રદ રહેશે. જ્યારે 19,26 જાન્યુઆરી 2,9,16,23 ફેબ્રુઆરી અને 02 માર્ચ 2025ના રોજ સાબરમતીથી ચાલનારી ટ્રેન નંબર 19415 સાબરમતી-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ ફિરોજપુર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન ફિરોજપુર અને શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સ્ટેશનો વચ્ચે અંશતઃ રદ રહેશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: અમદાવાદમાં 108 ઈમરજન્સી કોલમાં વધારો, વાસી ઉત્તરાયણના દિવસે નોંધાયા 3345 કોલ
19,26 જાન્યુઆરી 2,9,16,23 ફેબ્રુઆરી અને 02 માર્ચ 2025ના રોજ ભાવનગર ટર્મિનસથી ચાલનારી ટ્રેન નંબર 19107 ભાવનગર ટર્મિનસ-શહીદ કેપ્ટન તુષાર મહાજન ઉધમપુર જન્મભૂમિ એક્સપ્રેસ જલંધર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન જલંધર અને શહીદ કેપ્ટન તુષાર મહાજન સ્ટેશનો વચ્ચે અંશતઃ રદ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.