બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / મહાકુંભમાં કેટલી વાર ડૂબકી લગાવવી અને કેવી રીતે? જો ભૂલ કરી તો જીવ ગુમાવવાનો વારો
Last Updated: 09:04 PM, 15 January 2025
મહાકુંભમાં સ્નાન કરતી વખતે થોડી પણ લાપરવાહી લોકોને ભારે પડી શકે છે. સંગમમાં સ્નાન કર્યા પછી ઠંડીનો શિકાર બનવાથી અત્યાર સુધીમાં મહારાષ્ટ્રના એક નાગા સાધુ અને એક નેતા સહિત છ લોકોના મોત થયા છે. આવી સ્થિતિમાં ડોકટરો અને સંતોએ ઠંડીથી બચવાના ઉપાયો સૂચવ્યા છે.
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ 2025માં દરરોજ કરોડો ભક્તો સ્નાન કરવા માટે પહોંચી રહ્યા છે. અહીં પણ ખૂબ ઠંડી છે. આ ઠંડીને કારણે અમૃત સ્નાનના પહેલા દિવસે એક નાગા સાધુ સહિત 6 શ્રદ્ધાળુના મોત થયા છે. આમાંથી ત્રણ લોકો સંગમ નોજ પર જ બેભાન થઈ ગયા. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આમાં મહારાષ્ટ્રમાં એનસીપી (SP) ના નેતા અને સોલાપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ મેયર મહેશ કોઠેનો પણ સમાવેશ થાય છે. જ્યારે ઘણા અન્ય શ્રદ્ધાળુઓ સ્નાન કર્યા પછી બેહોશ થઈ ગયા હતા, તેઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે બધાને હૃદયરોગનો હુમલો આવ્યો હતો.
ADVERTISEMENT
આવી સ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે આવું કેમ થયું? મીડિયા દ્વારા આ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ કર્યો. મેળામાં રહેલા તબીબોને પુછ્યુ ત્યારે તેમણે જણાવ્યું હતું કે અતિશય ઠંડી અને અસ્વસ્થ શારીરિક સ્થિતિને કારણે લોકો હાયપોથર્મિયાનો ભોગ બને છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં ભક્તો જે પહેલાથી જ બીમાર હતા તેઓ પણ ઠંડીનો ભોગ બન્યા છે. તબીબોના મતે આ હોસ્પિટલમાં આવતા બે ટકા દર્દીઓ એવા છે જેમને શરદી થઈ ગઈ છે. તેવી જ રીતે 13 અને 14 જાન્યુઆરીના સ્નાનમાં ભાગ લેનારા મોટાભાગના લોકો ઠંડીનો ભોગ બન્યા છે.
સંગમ નોજ પર ત્રણ લોકો બેભાન થઈ ગયા હતા
તબીબોએ કહ્યું કે ઠંડીથી પ્રભાવિત મોટાભાગના લોકો 20 વર્ષથી વધુ ઉંમરના છે જેમણે સ્નાન કર્યા પછી કપડાં પહેરવામાં બેદરકારી દાખવી છે. તેમણે મહાકુંભમાં આવતા ભક્તોને સ્નાન કરતી વખતે લાંબા સમય સુધી ખુલ્લા શરીરે ન રહેવા વિનંતી કરી છે. તેના બદલે સ્નાન કર્યા પછી તરત જ ટુવાલથી શરીરને સાફ કરવાનો પ્રયાસ કરો અને પછી શક્ય તેટલી વહેલી તકે ગરમ કપડાં પહેરો. તેમણે ખાસ કરીને હૃદયના દર્દીઓને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે. તેમણે અહીં આવતા ભક્તોને અગાઉથી પોતાની તપાસ કરાવવાની સલાહ આપી છે.
આ પણ વાંચોઃ મહાકુંભમાં 35000000 થી વધુ લોકોએ લગાવી ડુબકી, જાણો કેવી રીતે થાય છે ગણતરી
આ છે સ્નાન કરવાની રીત, ઠંડી નહીં લાગે
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વર સરસ્વતીએ એક મિડિયા સાથેની ખાસ વાતચીતમાં મહાકુંભમાં સ્નાન કરવાની રીત સમજાવી. તેમણે કહ્યું કે અહીં તનનો નહીં પણ મનની ગંદકી દૂર કરવા આવવું જોઈએ. નિયમ એ છે કે પહેલા તમારે ઘરે સ્નાન કરીને આવવું પછી ગંગા નદીમાં ડૂબકી લગાવીને તમારા મનની ગંદકી દૂર કરવી. ગંગા સ્નાન એક મુસળીની જેમ કરવું જોઈએ. જેમ કોઈ મુસળી ડૂબકી મારે અનં તરત બહાર નીકળી જાય. સૌ પ્રથમ તમારે તમારા માટે ડૂબકી લગાવવી જોઈએ. પછી બીજી ડૂબકી માતાપિતા માટે અને ત્રીજી ગુરુ માટે લગાવવી જોઈએ. સ્નાન કરવાની પદ્ધતિની ચર્ચા કરતી વખતે સંત નારાયણ દાસજી મહારાજે કહ્યું કે વ્યક્તિએ પહેલા સંગમમાં આચમન કરવું જોઇએ અને પછી જળ પોતાના માથા પર છાંટવું જોઇએ. આનાથી શરીરનું તાપમાન પણ જળવાઈ રહે છે. તેમણે કહ્યું કે સ્નાન માનસિક ભાવથી કરો તો વધુ સારું રહેશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Anti-Valentines Week / વેલેન્ટાઇન વીક પુરું હવે ઉજવાશે એન્ટી વેલેન્ટાઇન વીક, જાણો કયા છે આ 7 અનોખા દિવસો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.