બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / ઉંમર પ્રમાણે મહિનામાં કેટલી વખત સેક્સ માણવું જોઈએ? રિપોર્ટના આંકડા ચોંકાવનારા
Last Updated: 11:22 PM, 6 September 2024
શારીરિક સંબંધોને લગતી વાતોને ઘણીવાર વર્જિત તરીકે જોવામાં આવે છે, પરંતુ તાજેતરમાં એક નવા રિપોર્ટમાં આ વિષય પર ખુલીને ચર્ચા કરવામાં આવી છે. આ રિપોર્ટે દુનિયાભરના હજારો લોકોની સેક્સ લાઈફ પરથી પરદો ઉચક્યો છે. રિપોર્ટ ઇન્ડિયાના યુનિવર્સિટીના કિન્સે ઇન્સ્ટિટ્યૂટના સંશોધકો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ પીઢિયોના લોકો એક મહિનામાં સરેરાશ કેટલી વખત શારીરિક સંબંધ બાંધે છે તેની માહિતી આપવામાં આવી છે. આ રિપોર્ટના આંકડા ચોંકાવનારા છે અને દર્શાવે છે કે જનરેશન ઝેડની સેક્સ લાઈફ અગાઉની પેઢીઓ કરતા ઘણી ઓછી સક્રિય છે.
ADVERTISEMENT
આ રિપોર્ટનું શીર્ષક છે 'ધ સ્ટેટ ઑફ ડેટિંગ આ રિપોર્ટ ફીલ્ડ નામની ડેટિંગ એપ પર 3,310 થી વધુ લોકોના ડેટા પર આધારિત છે. આ સહભાગીઓની ઉંમર 18 થી 75 વર્ષની વચ્ચે હતી અને તેઓ 71 વિવિધ દેશોના હતા. તેમની સેક્સ લાઈફ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપવા માટે તેમને સર્વેમાં સામેલ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
રિપોર્ટના ડેટા અનુસાર સરેરાશ જનરલ ઝેડના સહભાગીઓએ જણાવ્યુ છે કે તેઓએ પાછલા મહિનામાં માત્ર ત્રણ વખત શારીરિક સંબંધો બાંધ્યા. જ્યારે મિલેનિયલ્સ અને જનરેશન Xએ થોડુ વધારે સંબંધો બાંધ્યા, આ બંને પેઢીઓએ છેલ્લા મહિનામાં પાંચ વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. બૂમર્સે પણ છેલ્લા મહિનામાં સરેરાશ માત્ર ત્રણ વખત શારીરિક સંબંધો બાંધ્યા. આ ડેટા દર્શાવે છે કે જેન ઝેડ અને બૂમર્સ લગભગ સમાન રીતે ઓછી સક્રિય સેક્સ લાઇફ ધરાવે છે.
જેન ઝેડના ઓછા શારીરિક સંબંધો પાછળનું કારણ શું છે?
સંશોધકોનું કહેવું છે કે Gen Z પેઢીના લોકો પાસે શારીરિક સંબંધો માટે ઓછો સમય હોય છે કારણ કે તેઓ તેમની કારકિર્દી અને અન્ય બાબતો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. રીપોર્ટ મુજબ, "જેન ઝેડ અને બૂમર્સ બંનેની સેક્સુઅલ ફ્રીકેંસી લગભગ સમાન છે, જે દર્શાવે છે કે સૌથી યુવા વયના અને સૌથી મોટા પુખ્ત વયના લોકોનું સેક્સ જીવન સૌથી ઓછું સક્રિય છે." વધુમાં રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યું છે કે લગભગ અડધા જેન ઝેડ સહભાગીઓ સિંગલ હતા, જ્યારે એક-ફિક્થ મિલેનિયલ્સ, જનરેશન એક્સ અને બૂમર્સ સિંગલ હતા.
આ પણ વાંચોઃ રણવીર સિંહ સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી દીપિકા, ડિલિવરી પહેલા લીધા બાપ્પાના આશીર્વાદ
જેન ઝેડના જાતીય અનુભવો
જો કે જેન ઝેડની સેક્સ લાઇફ ઓછી સક્રિય હોવા છતાં આ પેઢી બેડરૂમમાં સૌથી વધુ એડવેંચરસ પણ છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 55% જેન ઝેડ સહભાગીઓએ ફિલ્ડ એપ પર કનેક્ટ કર્યા પછી એક નવો કિંક શોધી કાઢ્યો છે. સરખામણીમાં આ આંકડો મિલેનિયલ્સમાં 49%, જનરેશન એક્સમાં 39% અને બૂમર્સમાં 33% હતો.
એક મહિનામાં જાતીય સંભોગની સાચી સંખ્યા કેટલી છે?
સંશોધકો કહે છે કે શારીરિક સંબંધની ચોક્કસ સંખ્યા વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે. કેટલાક માટે અઠવાડિયામાં એકવાર શારીરિક સંબંધો પૂરતા હોઈ શકે છે, જ્યારે અન્ય માટે તે ઓછા હોઇ શકે છે. સૌથી મહત્વની બાબત એ છે કે તમે અને તમારા જીવનસાથી બંને સંતુષ્ટ છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.