બજેટ 2023 રજૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે, અગાઉના બજેટના ભાષણોમાં નેતાઓ દ્વારા અનેક પંક્તિઓ કહેવામાં આવી હતી જે આજે પણ યાદ કરવામાં આવે છે.
બજેટ રજૂ કરતા સમય કેટલી રજૂ થયેલી પંક્તિઓ
આખી દુનિયાએ જાણી લેવું જોઈએ કે ભારત જાગી ગયું છે: મનમોહન સિંહ
યશવંત સિંહા દ્વારા રજૂ કરાયેલી પંક્તિ ખૂબ યાદ કરાય છે
બજેટનો દિવસ હંમેશાથી બધી જ સરકારો માટે ખાસ દિવસ હોય છે જે દિવસે બજેટ રજુ કરવામાં આવે છે અને નાંણા મંત્રી તેમની વાતો સંસદમાં અન્ય નેતાઓ અને નાગરિકો સામે વ્યવસ્થિત રીતે રજૂ કરવા પ્રસિદ્ધ કવિની પંક્તીઓના સાહરો લેતા હોય છે. આજે તમને કેટલી મહત્વપૂર્ણ વાતો જણાવીએ.
મનમોહન સિંહએ કંઈ પંક્તિ બોલી હતી
પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ સરકારમાં તત્કાલીન નાણામંત્રી રહી ચૂકેલા મનમોહન સિંહ દ્વારા 1991માં રજૂ કરવામાં આવેલા બજેટને એકદમ ઐતિહાસિક માનવામાં આવે છે. કારણ કે, આ બજેટમાં તેમણે દેશને સંકટમાંથી બહાર કાઢવા માટે ખાનગીકરણ અને ઉદારીકરણ જેવા નિર્ણયો લાગુ કર્યા હતા. આ બાબત સમજાવવા માટે તેમણે ફ્રેન્ચ લેખક વિક્ટર હ્યુગોની પંક્તિનો ઉપયોગ કર્યો હતો. અને તેમણે ઉલ્લેખ કરતા કહ્યું હતુ કે, હ્યુગોએ કહ્યું હતું કે 'આ વિચારને રોકી નહીં શકાય, જેનો સમય આવી ગયો છે', આનો ઉપયોગ કરીને મનમોહન સિંહે કહ્યું કે આખી દુનિયાએ જાણી લેવું જોઈએ કે ભારત જાગી ગયું છે. અમે જીતીશું અને મુશ્કેલીઓને દૂર કરીશું.
મનમોહન સિંહ
યશવંત સિંહા દ્વારા રજૂ કરાયેલી પંક્તિ ખૂબ યાદ કરાય છે
અટલ બિહારી વાજપેયી સરકારમાં નાણાપ્રધાન રહી ચૂકેલા યશવંત સિંહાએ બજેટ ભાષણ દરમિયાન જે શાયરીનો ઉપયોગ કર્યો હતો જેને ખૂબ જ યાદ કરવામાં આવે છે. જેમાં તેમણે કહ્યું હતું કે, 'તકઝા હૈ વક્ત કા કી તોફાન સે જુઝો, કાહ તક ચલોગે કિનારે કિનારે?'
અરુણ જેટલી (2017)
ભૂતપૂર્વ નાણા પ્રધાન અરુણ જેટલી દ્વારા 2017ના બજેટ ભાષણ દરમિયાન યુપીએ સરકાર દ્વારા લેવામાં આવેલા નબળા નિર્ણયોની ટીકા કરવા માટે તેમણે એક પંક્તિનો ઉપયોગ કર્યો હતો. જે ખૂબ લોકપ્રિય પણ બની હતી. તેમણે કહ્યું હતું કે ' કશ્તી ચલાને વાલો ને જબ હારકર દી પતવાર હમેં, લહર-લહર તૂફાન મિલે ઓર મૌજ-મૈજ મજદાર મુજે'.
અરુણ જેટલી
નિર્મલા સીતારમણે 2021માં આ પંક્તિ રજૂ કરી હતી
કોરોના મહામારી દરમિયાન 2021નું બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રવીન્દ્રનાથ ટાગોરની પંક્તિને ટાંકીને કહ્યું હતું કે 'વિશ્વાસ વહ ચિડિયા હેં જો તબ રોશની કા અહેસાસ કરતી હેં ઓર ગીત ગુનગુનાતી હેં, જબ સુબહ સે પહેલે રાત કા અંધેરો છટ રહા હોતા હેં'