સર્વેના પરિણામો દર્શાવે છે કે કંપનીઓ ChatGPTની મદદથી તેમના ખર્ચમાં ઘટાડો કરવા માંગે છે અને આ માટે તેઓ માનવ સંસાધનમાં ઘટાડો કરી રહી છે.
ChatGPT ને લઈને સુંદર પીચાઈથી લઈ એલન મસ્કે પણ આપી હતી ચેતવણી
અમેરિકાથી 50 ટકાથી વધુ કંપનીઓ જો ચૈટબોટની મદદ લઈ રહી છે
કંપની કામ કરનાર કર્મચારીઓની છટણી કરી રહી છે
માઈક્રોસોફ્ટની માલિકી વાળી ChatGPT ને લઈને ગૂગલનાં સીઈઓ સુંદર પિચાઈથી લઈ એલન મસ્ક સુધી ચેતવણી આપી ચૂક્યા છે. અમેરિકાની કેટલીક મોટી કંપનીઓમાં આર્ટિફિશિયલ ઈંટેલિજન્સ ઝડપથી લોકોની નોકરી ખાઈ રહ્યું છે. ત્યારે હાલમાં જ એક તાજા સર્વમાં સામે આવ્યુ છે કે 50 ટકાથી વધુ અમેરિકી કંપનીઓ જો ચૈટબોટની મદદ લઈ રહી છે. અને અત્યાર સુધી આ કામ કરનાર કર્મચારીઓની છટણી કરી રહી છે. જેથી આ કંપનીઓને હજારો ડોલરની બચત થઈ રહી છે. વર્તમાન નોકરીની જવાબદારી ChatGPT કેવી રીતે પ્રભાવિત કરી શકે છે
Resumebuilder.com નાં મુખ્ય કેરિયર સલાહકાર સ્ટૈસી હોલરે એક નિવેદનમાં કહ્યું છે કે, ચેટજીપીટીનાં ઉપયોગ વિશે કંપનીઓ જાણવા ખૂબ જ ઉત્સાહમાં છે. કારણકે નવી ટેકનોલોજી અત્યારનાં કાર્યસ્થમાં વધી રહી છે. જેનાથી હાલનાં કર્મચારીઓએ વિચારવા પર મજબૂર થવું પડ્યું છે. તેમની વર્તમાન નોકરીની જવાબદારી ChatGPT કેવી રીતે પ્રભાવિત કરી શકે છે. એક સર્વેક્ષણમાં તેનું પરિણામ સામે આવ્યું છે જેમાં કંપનીઓ ChatGPT નાં સહારે તેમનો ખર્ચ ઓછો કરવા માંગે છે અને આ માટે માનવ સંસાધન ઓછા કરી રહી છે.
યુએસ કંપનીઓ ઘણા હેતુઓ માટે ChatGPT નો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, 66 ટકા કંપનીઓ હવે કોડ લખવા માટે ChatGPTનો ઉપયોગ કરી રહી છે, 58 ટકા કન્ટેન્ટ બનાવવા માટે, 57 ટકા ગ્રાહક સેવા માટે અને 52 ટકા મીટિંગ સમરી અને અન્ય દસ્તાવેજો માટે ઉપયોગ કરી રહી છે. ChatGPT દ્વારા કરવામાં આવેલ કામની ગુણવત્તા 'ઉત્તમ' છે
ResumeBuilder.com એ જણાવ્યું હતું કે, "એકંદરે, મોટાભાગના વ્યવસાયો ChatGPT જે કામ કરે છે તેનાથી પ્રભાવિત છે. 55 ટકા લોકો કહે છે કે ChatGPT દ્વારા કરવામાં આવેલ કામની ગુણવત્તા 'ઉત્તમ' છે, જ્યારે 34 ટકા લોકો કહે છે કે તે 'ખૂબ સારું' છે." આ એવા સમયે આવ્યું છે જ્યારે ચેટજીપીટીના સ્થાપક અને ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન પહેલાથી જ વપરાશકર્તાઓને "કોઈપણ મહત્વપૂર્ણ" માટે AI ચેટબોટ્સ પર આધાર રાખવા સામે ચેતવણી આપી ચૂક્યા છે.