બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / How many days of rain in Gujarat? Yellow alert announced in South Gujarat
Last Updated: 05:59 PM, 26 June 2023
ADVERTISEMENT
રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિમ અને ઉત્ત ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ચોમાસા અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું છે.
રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ રહેશેઃ હવામાન વિભાગ
રાજ્યમાં ચોમાસા અંગે હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક વિજીનલાલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ચોમાસા અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું છે. તેમજ અમદાવાદમાં પણ ચોમાસાનું આગમન થયું છે. ત્યારે હવે ચોમાસાનો વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ રહેશે. આજે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. તેમજ હવામાન વિભાગે વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
અમદાવાદમાં આગામી ત્રણ કલાક અતિભારે વરસાદની આગાહી
ચોમાસાનું ગુજરાતમાં સત્તાવાર રીતે આગમન થઈ ચૂક્યું છે. ત્યારે ગઈકાલે સમગ્ર સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આજે સુરત, ભરૂચ, ગીર-સોમનાથ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. આ ત્રણેય જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજ સવારથી જ ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેરમાં જોરદાર વરસાદી માહોલ જામ્યો છે, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અમદાવાદમાં આગામી ત્રણ કલાક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સવારથી 77 તાલુકામાં વરસાદ
રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ઉમરગામમાં 3 ઈંચ નોંધાયો છે. જ્યારે આણંદમાં પોણા 2 ઈંચ, વાપીમાં 1.5 ઈંચ, જેતપુરમાં સવા ઈંચ, કુતિયાણામાં સવા ઈંચ, બોરસદમાં 1 ઈંચ, માણાવદરમાં 1 ઈંચ, નડીયાદમાં 1 ઈંચ, કપરાડામાં 1 ઈંચ, ખંભાળિયામાં 1 ઈંચ, સુરત શહેરમાં 1 ઈંચ, ભાણવડમાં પોણો ઈંચ, ગાંધીધામમાં પોણો ઈંચ, ભેસાણમાં પોણો ઈંચ, ગણદેવીમાં પોણો ઈંચ, પારડીમાં પોણો ઈંચ, કેશોદમાં પોણો ઈંચ, ધોરાજીમાં પોણો ઈંચ અને પોરબંદરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ગુજરાત / આકાશમાંથી અગનવર્ષા! આજે ભીષણ ગરમીની આગાહી, આ જિલ્લાઓમાં 44 ડિગ્રી પહોંચશે તાપમાન
Dinesh Chaudhary
22 એપ્રિલ / આજે વિશ્વ પૃથ્વી દિવસ, પર્યાવરણના જતન માટે ભારતનું આ વૈશ્વિક મહાયજ્ઞનું આહ્વાન
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.