મહામંથન / વરસાદથી ક્યાં સુધી ખેડૂતો વેઠશે નુકસાન? સરકાર પાસે છે કોઈ એક્શન પ્લાન?

રાજ્યમાં પાછલા કેટલાક દિવસથી પડે રહેલા વરસાદે જાણે કે ખેડૂતોના માથે વિનાશ વેર્યો છે. પાક પર સારો મોલ આવવાની તૈયારી હતી ત્યા વરસાદી પાણીએ પાકને તાણી લીધો. વરસાદ એટલો વરસી ગયો કે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું. દિવાળી સારી જશે તેની આશા સાથે પાક લેનારા ખેડૂતને જાણે કે હૈયાહોળી કરવાનો વારો આવ્યો. ખેડૂતોને આશા હતી કે હાશ આ વર્ષતો સારુ જશે. પણ વરસાદે જાણે પાણી ફેરવી નાંખ્યુ. આખરે છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોનો પાક કેમ નિષ્ફળ જઈ રહ્યો છે. કેમ ખેડૂતોને વરસાદની સિઝનમાં રડવાનો વારો આવે છે. વરસાદથી ખેડૂતોને કેમ મુશ્કેલી સર્જાઈ રહી છે. મેઘરાજા રાજી છે તો ખેડૂતોને કેમ તારાજીનો સામનો કરવો પડે છે. ખેડૂતોને ક્યાં સુધી વેઠવું પડશે નુકસાન. આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ