બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:07 AM, 18 January 2025
ઈસરો દિવસે દિવસે નવા ઈતિહાસ રચી રહ્યું છે. દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં ડંકો વગાડી રહ્યું છે. ત્યારે ફરી એક વખત કમાલ કરી દીધી છે. ભારત અવકાશમાં બે અવકાશયાનને સફળતાપૂર્વક ડોક કરનાર ચોથો દેશ બન્યો છે. આ સફળતાની જાહેરાત કરતા ઇસરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક અદ્ભુત વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં ડોકીંગની સમગ્ર પ્રક્રિયા સમજાવવામાં આવી છે.
ADVERTISEMENT
ISRO successfully completed docking of two SPADEX satellites (SDX-01 & SDX-02) in the early hours of 16 January, 2025.#SPADEX #ISRO pic.twitter.com/UJrWpMLxmh
— ISRO (@isro) January 17, 2025
ઇસરોના મિશન કંટ્રોલ રૂમમાંથી એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે જેમાં આ મિશન કેવી રીતે સફળ થયું તે સમજાવવામાં આવ્યું છે. વીડિયોમાં ઈસરોના વૈજ્ઞાનિકોએ મિશનની સફળતાની સંપૂર્ણ સ્ટોરી શેર કરી છે. ઈસરોના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે તેમને ડોકીંગમાં સફળતા મળી છે. આ અનુભવ ઘણો સારો રહ્યો છે. આ 2025 નું સફળ મિશન હતું. ડોકીંગ પછી બંને ઉપગ્રહોનું એક જ પદાર્થ તરીકે નિયંત્રણ સ્થાપિત કરવાની પ્રક્રિયા પણ સફળ રહી. આગામી દિવસોમાં 'અનડોકિંગ' અને 'પાવર ટ્રાન્સફર' પરીક્ષણો હાથ ધરવામાં આવશે.
ADVERTISEMENT
ભ્રમણકક્ષામાં બે ઉપગ્રહો છે. તેમને એકસાથે જોડવા માટે પ્રોક્સિમિટી ઓપરેશનની જરૂર છે. સિગ્નલની નજીક જવું પડે છે, તેને પકડીને ફરીથી ડિઝાઇન કરવું પડે છે. જેમ સુનિતા વિલિયમ્સ પૃથ્વી પરથી સ્પેસ ક્રૂ લાઇનરમાં સવાર થઈ અને સ્પેસ સ્ટેશનમાં પ્રવેશી. તેવી જ રીતે, ભારતે એક શિલ્ડ યુનિટ બનાવવું પડશે અને આ માટે ડોકીંગ જરૂરી છે.
વધુ વાંચો : સંસદનું બજેટ સત્ર આ તારીખથી શરૂ, 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી રજૂ કરશે સામાન્ય બજેટ
ભારતે 30 ડિસેમ્બરે તેના સૌથી વિશ્વસનીય રોકેટ PSLV C60 નો ઉપયોગ કરીને બે નાના અવકાશયાન સાથે 24 પેલોડ અવકાશમાં લોન્ચ કર્યા. આ SDX01 હતા જે ચેઝર હતું અને SDX02 જે લક્ષ્ય હતું. તેમને SpaDeX મિશન હેઠળ મોકલવામાં આવ્યા હતા. ચેઝર એટલે એવું વાહન જેને આગળ ઉડતા લક્ષ્ય વાહનનો પીછો કરીને તેને પકડવાનું હતું. આખું વિશ્વ અવકાશમાં 220 કિલો વજનના આ બે ઉપગ્રહો પર નજર રાખી રહ્યું હતું, પરંતુ તે એટલું સરળ નહોતું. બંને ઉપગ્રહોને પૃથ્વીથી 475 કિમી ઉપર પૃથ્વીની ભ્રમણકક્ષામાં છોડવામાં આવ્યા હતા જ્યાં તેઓ એકબીજાથી સુરક્ષિત અંતરે પૃથ્વીની આસપાસ ફરવા લાગ્યા અને ISROનું મિશન સફળ રહ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સુખાકારી નિર્ણય / ગુડ ન્યૂઝ ! આ તારીખે ઉપલબ્ધ થઈ જશે કેન્સરની વેક્સિન, મોદી સરકારનું એલાન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.