બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / Budget 2025-26 / અમદાવાદના સમાચાર / Secretariat / ગુજરાતનું બજેટ કેવી રીતે તૈયાર થાય છે? આ ખાનું છેલ્લે સુધી હોય છે ખાલી, જાણો સમગ્ર પ્રોસેસ
Last Updated: 07:03 PM, 19 February 2025
તા. 20 ફેબ્રુઆરીનાં રોજ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કરનાર છે. ત્યારે બજેટ રજૂ કરતા પહેલા તેની શું પ્રક્રિયા હોય છે. તેમજ ગુજરાતનું બજેટ કેવી રીતે તૈયાર થાય છે. તેની તમામ માહિતી આજે અમે અહીં રજૂ કરી રહ્યા છીએ.
ADVERTISEMENT
નાણાં વિભાગમાં અલાયદી બજેટ શાખા હોય છે
ગુજરાતમાં સૌથી મહત્વનું ખાતું એટલે નાણાં વિભાગ છે. નાણાં વિભાગમાં અલાયદી બજેટ શાખા હોય છે. જેમાં બજેટને અનુરૂપ તમામ કામગીરી થતી હોય છે. તેમજ બજેટની સાથે જોડાયેલા તમામ અધિકારીઓ ત્યાં નિમણૂંક કરવામાં આવેલી હોય છે. તેમજ આ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા બજેટ બનાવતી વખતે અનેક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે.
ADVERTISEMENT
મોં મીઠું કરાવવાની કોઈ પરંપરા નથી
કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરતા પહેલા મોં મીઠું કરાવવાની પરંપરા છે. જ્યાં નાણાંમંત્રી બજેટ રજૂ કરતા પહેલા અધિકારીઓનું મોં મીઠું કરાવે છે. જ્યારે ગુજરાતમાં આવી કોઈ પરંપરા નથી.
ધારાસભ્યો તેમજ મંત્રીઓની રજૂઆતો ધ્યાને લેવામાં આવે છે
બજેટ બનાવતા પહેલા અને ધારાસભ્યો તેમજ મંત્રીઓ દ્વારા પોતાની રજૂઆતો, તેમજ જરૂરીયાતો તેમજ તેઓની માંગણીઓ રજૂ કરવામાં આવે છે. આ તમામ બાબતો બજેટ બનાવતા પહેલા નાણાંમંત્રી ધ્યાન પર લે છે.
બજેટ કોણ તૈયાર કરે
ગાંધીનગર સચિવાલય ખાતે નાણાં વિભાગમાં બજેટ શાખા અલગ વિભાગ છે. આ વિભાગમાં ઉપસચિવ અને અધિકારીઓ હોય છે. જેઓ બજેટની કામગીરી કરે છે. તેમજ બજેટ બનાવવું, બજેટને ફાઈનલ ઓપ આપવો તેમજ તેનાં અમલ માટે અલગ અલગ વિભાગો પાસેથી તેઓ માહિતી એકત્રિત કરે છે.
બજેટ રજૂ થતા પહેલા શું થાય છે
બજેટ રજૂ કરવાનાં ત્રણ મહિના પહેલા મિટિંગ યોજવામાં આવે છે. આ મીટિંગમાં નાણાંમંત્રી તેમજ ગુજરાત સરકારનાં મંત્રીઓ, સચિવ, નાયબ સચિવ, ઉપસચિવ અને અધિકારીઓ સાથે બેઠકો યોજવામાં આવે છે. આ બેઠકમાં જે તે વિભાગને કેટલું બજેટ ફાળવવું તેની ચર્ચાઓ કરવામાં આવે છે. જે બાદ બજેટને આખરી ઓપ આપવા માટે મુખ્યમંત્રી સાથે મિટિંગનો દોર શરૂ થાય છે. આ મિટિંગમાં નાણાંમંત્રીની હાજરીમાં બજેટને ફાઈનલ ઓપ આપવામાં આવે છે. તેમજ દરેક વિભાગને ફાળવવામાં આવતી રકમનું ખાનું ખાલી રાખવામાં આવે છે.
બજેટ રજૂ કરવાનાં છેલ્લા અઠવાડિયામાં શું કામગીરી થાય છે
ફાઈલન બજેટ તૈયાર થયા બાદ મુખ્યમંત્રીનાં અધ્યક્ષ સ્થાને નાણાંમંત્રી, નાણાં સચિવ અને સિનિયર અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવે છે. આ બેઠક ઓછામાં ઓછી 7 કલાક સુધી ચાલે છે. તેમજ મુખ્યમંત્રી દ્વારા બજેટમાં સુધારા વધારા કરવા માટે આ બેઠકમાં સૂચન કરવામાં આવે છે. તેમજ બેઠક દરમ્યાન નાણાંમંત્રી દ્વારા બજેટ રજૂ કરતી વખતે તેઓની સ્પીચ બાબતે પણ ચર્ચા કરવામાં આવે છે. અને નાણાં વિભાગનાં સિનીયર તેમજ અનુભવી અધિકારીઓ દ્વારા ફાઈનલ સ્પીચ તૈયાર કરવામાં આવે છે.
બજેટ દરમ્યાન 2 કલાકની નાણામંત્રીની સ્પીચ
નાણાંમંત્રી દ્વારા બજેટ રજૂ કરતી વખતે તેઓની સ્પીચ માત્ર 2 કલાકની જ રાખવામાં આવે છે. જેમાં તેઓ દ્વારા સરકારની યોજનાઓને સારી રીતે રજૂ કરવામાં આવે છે.
બજેટને ક્યાં છાપવા માટે મોકલવામાં આવે છે
ગુજરાતનું બજેટ રજૂ કરવાનું હોય તેનાં 24 કલાક પહેલા તેની છાપકામની કામગીરી શરૂ થાય છે. તેમજ ગાંધીનગર સરકારી પ્રેસમાં છાપવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. તેમજ બજેટની છાપકામની કામગીરી દરમ્યાન માત્ર 3 અધિકારી અને સરકારી પ્રેસનાં સિનીયર લોકોને જ ત્યાં હાજર રહેવાની પરવાનગી હોય છે. તેમજ તેઓને જમવા સહિતની સુવિધા પ્રેસમાં જ કરવામાં આવે છે. તેમજ બજેટની નકલો છપાઈ ગયા બાદ નાણાં વિભાગ તેને પોતાને હસ્તક લઈ લે છે.
વિધાનસભામાં બજેટ રજૂ થઈ ગયા બાદની શું પ્રક્રિયા
નાણાંમંત્રી દ્વારા બજેટ વિધાનસભામાં રજૂ થયા બાદ બજેટને વિધાનસભાની લાયબ્રેરીમાં મુકવામાં આવે છે. તેમજ દરેક ધારાસભ્યને અને મીડિયાને કોપી આપવામાં આવે છે. ગુજરાત વિધાનસભામાં પેપરલેસ બજેટ રજૂ થાય છે. જેથી દરેક ધારાસભ્યને પેન ડ્રાઈવમાં બજેટની કોપીઓ આપવામાં આવે છે. તેમજ બજેટ રજૂ થયાનાં થોડા સમય બાદ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવે છે. આ પ્રેસ કોન્ફરન્સમાં નાણાં મંત્રી, મુખ્યસચિવ, તેમજ નાણાં વિભાગનાં સચિવ હાજર હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.