બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાત / બોલિવૂડ / કેવી છે અમદાવાદમાં એડમિટ શાહરુખ ખાનની તબિયત? ખબર પૂછવા ગયેલી જુહીએ આપ્યું હેલ્થ અપડેટ
Last Updated: 10:12 AM, 23 May 2024
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને હીટ સ્ટ્રોક બાદ અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેની મિત્ર અને અભિનેત્રી જુહી ચાવલા તેની પાસે પહોંચી હતી. આ બાદ મીડિયા સાથે વાત કરતી વખતે, અભિનેત્રીએ કિંગ ખાનના સ્વાસ્થ્ય વિશે એક મોટું અપડેટ આપ્યું છે.
ADVERTISEMENT
શાહરૂખ ખાન માટે મંગળવારનો દિવસ અદ્ભુત હતો, કારણ કે તેની IPL ટીમ KKR ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી અને આ દરમિયાન કિંગ ખાન પોતે સ્ટેડિયમમાં હાજર હતો અને તેણે આ જીતની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરી હતી. પરંતુ શાહરૂખ ડિહાઇડ્રેશનથી પીડિત હતો અને સમસ્યાના કારણે શાહરૂખને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેડી હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર શાહરૂખ ડિહાઈડ્રેશનનો શિકાર બન્યો હતો. આવી સ્થિતિમાં હવે અભિનેતાની ખાસ મિત્ર જૂહીએ કિંગ ખાનની તબિયત અંગે ખુલીને વાત કરી છે અને જણાવ્યું છે કે તે સ્વસ્થ થયા બાદ ક્યારે પરત ફરશે.
ADVERTISEMENT
જૂહી ચાવલાએ શાહરૂખ ખાનના સ્વાસ્થ્ય પર વાત કરતાં કહ્યું કે, 'મંગળવારે રાત્રે શાહરૂખની તબિયત સારી ન હતી, પરંતુ તેની કાળજી લેવામાં આવી રહી છે અને આજે (બુધવાર) સાંજે તે વધુ સારું અનુભવી રહ્યો છે. તે જલ્દી ઠીક થઈ જશે અને જ્યારે અમે ફાઈનલ રમીશું ત્યારે સપ્તાહના અંતે સ્ટેન્ડમાં ટીમને ઉત્સાહિત કરશે. ઘણી જગ્યાએ એવા અહેવાલો આવી રહ્યા છે કે કિંગ ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, પરંતુ તેની પુષ્ટિ થઈ નથી.
જણાવી દઈએ કે શાહરૂખ મંગળવારે આઈપીએલ 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ચાલી રહેલી મેચમાં તેના બાળકો સુહાના અને અબરામ અને તેની મેનેજર પૂજા દદલાની સાથે હાજરી આપી હતી, જ્યાં તેને હીટ સ્ટ્રોક આવ્યો હતો. આ મેચમાં કિંગ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સે જીત મેળવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT