બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / શું તમે જાણો છો, અમેરિકામાં લીગલ સેટ થવું કેટલું મુશ્કેલ છે? કંઇક આવી છે રિયાલિટી

NRI ન્યૂઝ / શું તમે જાણો છો, અમેરિકામાં લીગલ સેટ થવું કેટલું મુશ્કેલ છે? કંઇક આવી છે રિયાલિટી

Last Updated: 09:30 AM, 19 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NRI Latest News : એવું માનવામાં આવે છે કે અમેરિકામાં તમે ભારત કરતા પાંચથી 10 ગણી કમાણી કરી શકો. પણ શું તમે જાણો છે કે, આ બધુ જે આપણે બોલીએ એટલું સહેલું પણ નથી.

NRI News : અમેરિકામાં ભણવું, ત્યાં કામ કરવું અને જો શક્ય હોય તો ત્યાં કાયદેસર રીતે સેટલ થવું તે હજારો-લાખો ભારતીયોનું સપનું હોય છે. ભારતીયો માટે અમેરિકા સારી જોબ અને કમાણીની તકની દૃષ્ટિએ ટોપના દેશોમાં ગણાય છે. એવું માનવામાં આવે છે કે અમેરિકામાં તમે ભારત કરતા પાંચથી 10 ગણી કમાણી કરી શકો. પણ શું તમે જાણો છે કે, આ બધુ જે આપણે બોલીએ એટલું સહેલું પણ નથી. અમેરિકા જવા, ત્યાં ભણવા, ત્યાં કામ કરવા અને ત્યાં કાયમી વસવાટ કરવું ખરેખર ખૂબ જ મુશ્કેલ છે.

ભારતીયોને અમેરિકામાં સેટલ થવામાં ઘણી મુશ્કેલીઓ છે. H 1B વિઝા પર ગયા હોવ તો ગ્રીન કાર્ડ મેળવવામાં 100 વર્ષનું વેઈટિંગ ચાલે છે. તમારી વર્ક પરમિટ તમારે ગ્રીન કાર્ડમાં કન્વર્ટ કરવી હોય તો આટલી રાહ જોવી પડે તે સિવાયના રસ્તા પણ છે. તમે અમેરિકામાં ઈન્વેસ્ટમેન્ટ કરીને એટલે કે EB-5 પ્રોગ્રામ હેઠળ વિઝા મેળવી શકો છો. તેમાં તમારા પરિવારને દોઢથી બે વર્ષમાં ગ્રીન કાર્ડ મળી જશે. EB 5 પ્રોગ્રામ એ ગ્રીન કાર્ડનો ડાયરેક્ટ રૂટ ગણાય છે. તેમાં અમેરિકામાં આઠ લાખ ડોલરનું રોકાણ કરવું પડે છે જેથી અમેરિકામાં ઈન્વેસ્ટર દીઠ 10 જોબ પેદા થાય. આ રોકાણ ગમે ત્યાં નથી કરવાનું, પરંતુ રુરલ એરિયામાં અથવા જ્યાં બેરોજગારીનો દર 150 ટકા વધુ હોય તેવા ટાર્ગેટેડ એમ્પ્લોયમેન્ટ એરિયા (TEA)માં કરવાનો હોય છે. તમે આઠ લાખ ડોલરનું રોકાણ કરશો તો જ વેલિડ ગણાશે. તેમાં તમને અને પરિવારને ગ્રીન કાર્ડ મળી શકે.

સ્ટુડન્ટ વિઝા એ અમેરિકામાં કાયમી રહેવાનો સરળ રસ્તો ?

આપણે ત્યાં હજી પણ ઘણા લોકો એવું માને છે સ્ટુડન્ટ વિઝા એ અમેરિકામાં કાયમી રહેવાનો સરળ રસ્તો છે. સ્ટુડન્ટ વિઝા પર યુએસ જાવ OPT (ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ) મેળવો H1-B વિઝા મેળવો અને છેલ્લે ગ્રીન કાર્ડ મેળવો. પરંતુ આ સરળ રસ્તો નથી. કારણ કે લોકોને કાયદાની ખબર નથી. સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા જાવ ત્યારે ગ્રેજ્યુએટ થયા પછી બે મહિનામાં જોબ શોધવી પડે નહીંતર તમે યુએસમાં રહી ન શકો. તમને ઓપીટી મળી જાય તો પણ ત્યાર પછી H1-Bની તકલીફ છે. આખા અમેરિકા માટે H1-B વિઝા માટે 65,000ની લિમિટ છે. તેની સામે સાતથી આઠ લાખ અરજીઓ થાય છે. એટલે કે એચ-1બી વિઝા મળવાનો ચાન્સ 10 ટકા કરતા પણ ઓછો છે.

H1-B એક વર્ક પરમિટ છે અને તે વારંવાર રિન્યુ નથી થઈ શકતી. એચ-1બી વિઝા મળે ત્યાર પછી તે વધુ ત્રણ વર્ષ માટે એક વખત રિન્યુ થઈ શકે. ત્યાર બાદ તમારા દેશમાં પાછું જવું પડે એક વર્ષ રાહ જોવી પડે અને ફરી લોટરીમાં તમારો વારો લાગે તે માટે ટ્રાય કરવી પડે. H1-B વિઝા પર આવેલા લોકોએ ગ્રીન કાર્ડની અરજી કરી હોય તો તેઓ એક સ્ટેજ પાર કરી દે ત્યાર બાદ દર વર્ષે તેમના એચ-1બી રિન્યુ થઈ શકે છે પરંતુ તેના માટે 35થી 50 વર્ષનો સમય લાગી જાય છે. આ ઉપરાંત અમેરિકા નોન-કેપ બેઝ H1-B વિઝા પણ ઈશ્યૂ કરે છે. એચ-1 બી માટે 65,000 ની કેપ છે. ત્યાર પછી 20,000 વિઝા એવા છે જે એવા લોકોને મળે છે જેમણે અમેરિકામાં માસ્ટર્સ કર્યું હોય અને અમેરિકામાં ચોક્કસ ઓર્ગેનાઈઝેશનમાં કામ કરતા હોય. તેમાં સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ વગેરેના કામ કરતા હોય તેમનો જ વારો આવે છે. પ્રાઈવેટ કંપની વાળાને ચાન્સ નથી મળતો. તમે હાર્વર્ડ, એમઆઈટી, યેલ યુનિવર્સિટી વગેરેમાં કામ કરતા હોવ તો આ નોન કેપ બેઝ વિઝામાં વારો આવી શકે.

અમેરિકામાં બિઝનેસ

આ તરફ અમેરિકામાં વસવાટનો એક રસ્તો છે ઈ-2 વિઝા. અમેરિકામાં બિઝનેસ સ્થાપો, રોકાણની કોઈ લિમિટ નથી અને આખા પરિવારનને ઈ-2 વિઝા મળી શકે. પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે, ભારતીયો તેના માટે ક્વોલિફાઈ નથી થતા. અમેરિકાએ યુકે, કેનેડા, શ્રીલંકા, પાકિસ્તા, બાંગ્લાદેશ સાથે પણ કરાર કરેલા છે. તેમાં માત્ર 50,000 ડોલરના ઈન્વેસ્ટમેન્ટથી બિઝનેસ કરી શકાય છે. પરંતુ ભારતીયો તેના માટે અરજી પણ કરી શકતા નથી. તેવી જ રીતે ચીનના નાગરિકો પણ આ વિઝા માટે અરજી નથી કરી શકતા. તેના કારણે ઘણા લોકો અત્યાર સુધી કેરેબિયન પાસપોર્ટનો રસ્તો અપનાવતા હતા. છ મહિનામાં તમને તેના સિટિઝનશિપ મળી જતી. ત્યાર પછી અમેરિકાના ઈટુ માટે અરજી કરો તો છ અઠવાડિયામાં વિઝા મળી જતા હતા. ત્યાર બાદ અમેરિકાને તેની ખબર પડી ગઈ. કેરેબિયન પાસપોર્ટ-ગ્રેનેડા મેળવી શકો બે મહિનનામાં સિટિઝન થઈ શકે. છ અઠવાડિયામાં તમને ઈટુ વિઝા મેળવી શકો. યુએસે નિયમો બદલી નાખ્યા. હવે ગ્રેનેડાના પાસપોર્ટ હોય તો પણ તમારે ત્યાં ત્રણ વર્ષ અથવા વધુ સમયથી રહો છો તે સાબિત કરવું પડે. બે કરોડ રૂપિયા ગ્રેનેડામાં રોકવા પડે. ત્યાંતમારે રહેવાની જરરૂર ની. ભારતથી આવજા કરો.

અમેરિકામાં વસવાટનો બીજો રસ્તો

બીજો એક રસ્તો પણ છે અને એ છે કાયદેસરનો રસ્તો. અમેરિકામાં હાલમાં ટીચર્સની ભારે અછત છે. પ્રાથમિક શાળાઓમાં અને હાઈસ્કૂલમાં ટીચર્સની જરૂર છે અને ભારતીયો બહુ સારા શિક્ષક સાબિત થઈ શકે છે. ભારતીયોનું અંગ્રેજી પણ સારું છે. અમેરિકામાં શિક્ષક બનવું હોય તો કોઈ પણ ફિલ્ડમાં બેચલર્સ ડિગ્રી જોઈએ તમારું અંગ્રેજી સારું હોવું જોઈએ. IELTS પરીક્ષા પાસ કરવાની જરૂર નથી. ત્યાર પછી અમેરિકાના કોઈ સ્ટેટમાંથી તમે સર્ટિફિકેશન પ્રોગ્રામ પાસ કરીને ટીચર બની શકો. તેના માટે ત્રણ મહિનાનો કોર્સ કરી શકો જે ઓનલાઈન પણ કરી શકાય છે. ત્યાર બાદ એક મહિનામાં ટેસ્ટ આપો. GMAT GRE ટેસ્ટ જ્યાથી અપાતી હોય ત્યાથી ટેસ્ટ આપીને બે મહિનામાં ટીચર બની શકો. તમે ત્યાં જાવ પછી 9 મહિનાની ઈન્ટર્નશિપ કરવી પડશે જે પેઈડ હશે. તમને વાર્ષિક 40થી 45 હજાર કે 50 હજાર ડોલરની જોબ મળી શકે છે. ત્યાર બાદ તમે ટિચિંગમાં સ્કૂલ કે કોલેજ બદલી શકો છો.અમેરિકામાં ભણવું, ત્યાં કામ કરવું અને જો શક્ય હોય તો ત્યાં કાયદેસર રીતે સેટલ થવું તે હજારો-લાખો ભારતીયોનું સપનું હોય છે. ભારતીયો માટે અમેરિકા સારી જોબ અને કમાણીની તકની દૃષ્ટિએ ટોપના દેશોમાં ગણાય છે. એવું માનવામાં આવે છે કે અમેરિકામાં તમે ભારત કરતા પાંચથી 10 ગણી કમાણી કરી શકો. પણ શું તમે જાણો છે કે, આ બધુ જે આપણે બોલીએ એટલું સહેલું પણ નથી. અમેરિકા જવા, ત્યાં ભણવા, ત્યાં કામ કરવા અને ત્યાં કાયમી વસવાટ કરવું ખરેખર ખૂબ જ મુશ્કેલ છે.

ભારતીયોને અમેરિકામાં સેટલ થવામાં ઘણી મુશ્કેલીઓ છે. H 1B વિઝા પર ગયા હોવ તો ગ્રીન કાર્ડ મેળવવામાં 100 વર્ષનું વેઈટિંગ ચાલે છે. તમારી વર્ક પરમિટ તમારે ગ્રીન કાર્ડમાં કન્વર્ટ કરવી હોય તો આટલી રાહ જોવી પડે તે સિવાયના રસ્તા પણ છે. તમે અમેરિકામાં ઈન્વેસ્ટમેન્ટ કરીને એટલે કે EB-5 પ્રોગ્રામ હેઠળ વિઝા મેળવી શકો છો. તેમાં તમારા પરિવારને દોઢથી બે વર્ષમાં ગ્રીન કાર્ડ મળી જશે. EB 5 પ્રોગ્રામ એ ગ્રીન કાર્ડનો ડાયરેક્ટ રૂટ ગણાય છે. તેમાં અમેરિકામાં આઠ લાખ ડોલરનું રોકાણ કરવું પડે છે જેથી અમેરિકામાં ઈન્વેસ્ટર દીઠ 10 જોબ પેદા થાય. આ રોકાણ ગમે ત્યાં નથી કરવાનું, પરંતુ રુરલ એરિયામાં અથવા જ્યાં બેરોજગારીનો દર 150 ટકા વધુ હોય તેવા ટાર્ગેટેડ એમ્પ્લોયમેન્ટ એરિયા (TEA)માં કરવાનો હોય છે. તમે આઠ લાખ ડોલરનું રોકાણ કરશો તો જ વેલિડ ગણાશે. તેમાં તમને અને પરિવારને ગ્રીન કાર્ડ મળી શકે.

સ્ટુડન્ટ વિઝા એ અમેરિકામાં કાયમી રહેવાનો સરળ રસ્તો ?

આપણે ત્યાં હજી પણ ઘણા લોકો એવું માને છે સ્ટુડન્ટ વિઝા એ અમેરિકામાં કાયમી રહેવાનો સરળ રસ્તો છે. સ્ટુડન્ટ વિઝા પર યુએસ જાવ OPT (ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ) મેળવો H1-B વિઝા મેળવો અને છેલ્લે ગ્રીન કાર્ડ મેળવો. પરંતુ આ સરળ રસ્તો નથી. કારણ કે લોકોને કાયદાની ખબર નથી. સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા જાવ ત્યારે ગ્રેજ્યુએટ થયા પછી બે મહિનામાં જોબ શોધવી પડે નહીંતર તમે યુએસમાં રહી ન શકો. તમને ઓપીટી મળી જાય તો પણ ત્યાર પછી H1-Bની તકલીફ છે. આખા અમેરિકા માટે H1-B વિઝા માટે 65,000ની લિમિટ છે. તેની સામે સાતથી આઠ લાખ અરજીઓ થાય છે. એટલે કે એચ-1બી વિઝા મળવાનો ચાન્સ 10 ટકા કરતા પણ ઓછો છે.

H1-B એક વર્ક પરમિટ છે અને તે વારંવાર રિન્યુ નથી થઈ શકતી. એચ-1બી વિઝા મળે ત્યાર પછી તે વધુ ત્રણ વર્ષ માટે એક વખત રિન્યુ થઈ શકે. ત્યાર બાદ તમારા દેશમાં પાછું જવું પડે એક વર્ષ રાહ જોવી પડે અને ફરી લોટરીમાં તમારો વારો લાગે તે માટે ટ્રાય કરવી પડે. H1-B વિઝા પર આવેલા લોકોએ ગ્રીન કાર્ડની અરજી કરી હોય તો તેઓ એક સ્ટેજ પાર કરી દે ત્યાર બાદ દર વર્ષે તેમના એચ-1બી રિન્યુ થઈ શકે છે પરંતુ તેના માટે 35થી 50 વર્ષનો સમય લાગી જાય છે. આ ઉપરાંત અમેરિકા નોન-કેપ બેઝ H1-B વિઝા પણ ઈશ્યૂ કરે છે. એચ-1 બી માટે 65,000 ની કેપ છે. ત્યાર પછી 20,000 વિઝા એવા છે જે એવા લોકોને મળે છે જેમણે અમેરિકામાં માસ્ટર્સ કર્યું હોય અને અમેરિકામાં ચોક્કસ ઓર્ગેનાઈઝેશનમાં કામ કરતા હોય. તેમાં સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ વગેરેના કામ કરતા હોય તેમનો જ વારો આવે છે. પ્રાઈવેટ કંપની વાળાને ચાન્સ નથી મળતો. તમે હાર્વર્ડ, એમઆઈટી, યેલ યુનિવર્સિટી વગેરેમાં કામ કરતા હોવ તો આ નોન કેપ બેઝ વિઝામાં વારો આવી શકે.

અમેરિકામાં બિઝનેસ

આ તરફ અમેરિકામાં વસવાટનો એક રસ્તો છે ઈ-2 વિઝા. અમેરિકામાં બિઝનેસ સ્થાપો, રોકાણની કોઈ લિમિટ નથી અને આખા પરિવારનને ઈ-2 વિઝા મળી શકે. પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે, ભારતીયો તેના માટે ક્વોલિફાઈ નથી થતા. અમેરિકાએ યુકે, કેનેડા, શ્રીલંકા, પાકિસ્તા, બાંગ્લાદેશ સાથે પણ કરાર કરેલા છે. તેમાં માત્ર 50,000 ડોલરના ઈન્વેસ્ટમેન્ટથી બિઝનેસ કરી શકાય છે. પરંતુ ભારતીયો તેના માટે અરજી પણ કરી શકતા નથી. તેવી જ રીતે ચીનના નાગરિકો પણ આ વિઝા માટે અરજી નથી કરી શકતા. તેના કારણે ઘણા લોકો અત્યાર સુધી કેરેબિયન પાસપોર્ટનો રસ્તો અપનાવતા હતા. છ મહિનામાં તમને તેના સિટિઝનશિપ મળી જતી. ત્યાર પછી અમેરિકાના ઈટુ માટે અરજી કરો તો છ અઠવાડિયામાં વિઝા મળી જતા હતા. ત્યાર બાદ અમેરિકાને તેની ખબર પડી ગઈ. કેરેબિયન પાસપોર્ટ-ગ્રેનેડા મેળવી શકો બે મહિનનામાં સિટિઝન થઈ શકે. છ અઠવાડિયામાં તમને ઈટુ વિઝા મેળવી શકો. યુએસે નિયમો બદલી નાખ્યા. હવે ગ્રેનેડાના પાસપોર્ટ હોય તો પણ તમારે ત્યાં ત્રણ વર્ષ અથવા વધુ સમયથી રહો છો તે સાબિત કરવું પડે. બે કરોડ રૂપિયા ગ્રેનેડામાં રોકવા પડે. ત્યાંતમારે રહેવાની જરરૂર ની. ભારતથી આવજા કરો.

વધુ વાંચો : કેનેડા જનારા ભારતીયો આ ખાસ વાંચજો, વર્ક પરમિટ માટેના નિયમોમાં કરાયા ફેરફાર, જાણો શું

અમેરિકામાં વસવાટનો બીજો રસ્તો

બીજો એક રસ્તો પણ છે અને એ છે કાયદેસરનો રસ્તો. અમેરિકામાં હાલમાં ટીચર્સની ભારે અછત છે. પ્રાથમિક શાળાઓમાં અને હાઈસ્કૂલમાં ટીચર્સની જરૂર છે અને ભારતીયો બહુ સારા શિક્ષક સાબિત થઈ શકે છે. ભારતીયોનું અંગ્રેજી પણ સારું છે. અમેરિકામાં શિક્ષક બનવું હોય તો કોઈ પણ ફિલ્ડમાં બેચલર્સ ડિગ્રી જોઈએ તમારું અંગ્રેજી સારું હોવું જોઈએ. IELTS પરીક્ષા પાસ કરવાની જરૂર નથી. ત્યાર પછી અમેરિકાના કોઈ સ્ટેટમાંથી તમે સર્ટિફિકેશન પ્રોગ્રામ પાસ કરીને ટીચર બની શકો. તેના માટે ત્રણ મહિનાનો કોર્સ કરી શકો જે ઓનલાઈન પણ કરી શકાય છે. ત્યાર બાદ એક મહિનામાં ટેસ્ટ આપો. GMAT GRE ટેસ્ટ જ્યાથી અપાતી હોય ત્યાથી ટેસ્ટ આપીને બે મહિનામાં ટીચર બની શકો. તમે ત્યાં જાવ પછી 9 મહિનાની ઈન્ટર્નશિપ કરવી પડશે જે પેઈડ હશે. તમને વાર્ષિક 40થી 45 હજાર કે 50 હજાર ડોલરની જોબ મળી શકે છે. ત્યાર બાદ તમે ટિચિંગમાં સ્કૂલ કે કોલેજ બદલી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

America NRI News Green Card
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ