બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:56 PM, 20 September 2024
13 ફેબ્રુઆરી 2024 માં હેસબુલ્લાના જનરલ સેક્રેટરી જનરલ હસાન નસરૂલ્લાએ સ્પીચમાં એવું કહ્યું હતું કે ઇઝરાયની સ્પાય કરતા પણ વધારે ખતરનાક તમારો આ મોબાઇલ ફોન છે. તમારા આ ફોનને ફેંકી, દાટી દો પણ ફોનને યુસ કરવાનું ટાળો. આ બાદ જુલાઈ 2024માં રોઇટર્સના સમાચારમાંથી ખબર પડી કે હેસબુલ્લા દરેક ટેરેરીસ્ટ પેજરનો યુસ કરે છે. આ એજ પેજર છે જેમાં બ્લાસ્ટ થયા હતા. આ પેજરમાં ટુ વે કોમ્યુનિકેશન શક્ય નથી.
ADVERTISEMENT
5 હજાર પેજર
જો મારે તમને મેસેજ કરવો હશે તો હું તમને પેજ કરીશ, તમારા નંબર પર આ મેસેજ મોકલાઇશ જે તેમને તમારા સ્ક્રીન પર દેખાશે. આ જુના જમાનાની ટેકનોલોજી હોય તે હેક ન થઇ શકે એટલે હેસબુલ્લાના લોકો આ પેજર યુઝ કરતા હતા. ઉપરાંત આ પેજરમાં જીપીએસ ન હોય અને ટુ વે કોમ્યુનિકેશન પણ ન થઇ શકે તેને લઇ પેજરનો યુઝ આતંકવાદીઓ કરતા હતા. 17 મી સપ્ટેમ્બરના દિવસે 5 હજાર પેજરમાં બ્લાસ્ટ થયા હતા. આ ઘટના ત્યારે ઘટી કે આ સમયે હેસબુલ્લાના લોકો ઘરમાં આરામ કરી રહ્યા હતા અથવા બજારમાં હતા. કોઇને પણ આ વાતનો અંદાજ ન હતો કે પેજર ફાટી શકશે. ત્યાર આ દરમિયાન પેજરે બીપ કરવાનું શરૂ કર્યું અને આ મેસેજ વાંચવા માટે ઓપરેટરોએ પોતાના હાથમાં પેજર લીધા એજ ટાણે બ્લાસ્ટ થયા હતા.
ADVERTISEMENT
બ્લાસ્ટ
સીસીટીવામાં જોવા મળતા નજારામાંથી એવું કહી શકાય કે જેણે પોતાના કમર કે હાથમાં પેજર હતું તે લોકોને જ ઇજા પહોંચી હતી. આસપાસના કોઈ લોકને ઇજા પહોંચી ન હતી. આ ઘટનાને લઇ લોકોમાં એક પ્રશ્ન જાગ્યો છે કે આવ ઘટના આપણા મોબાઇલ સાથે થઇ શકે કે નહી. ઘણા લોકોએ એવો અંદાજો લાગયો હતો કે બેટરીને હેક કરીને ઓવર હીટ કરી હતી. જેને લઇ આ બ્લાસ્ટ થયો હશે.
એક્સપર્ટ શું કહે છે
આ ઘટનાને લઇ એક્સપર્ટ એવું જણાવી રહ્યા છે કે જ્યારે કોઇ પણ બેટરીનો બ્લાસ્ટ થાય ત્યારે બહુ જ મોટી અને તિક્ષ્ણ અગ્નિ થાય છે. જેવું આમાં જોવા મળ્યુ નથી. આમાં ફક્ત બ્લાસ્ટ જ થઇ રહ્યો છે. એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. કે જ્યારે હેસબુલ્લા પાસે નવા પેજરનો લોટ જતો હશે ત્યારે વચ્ચે કોઇ વ્યક્તિ કે એજન્સીએ આ દરેક પેજરમાં એક્સપ્લોઝીવ મુકી દીધા હતા જેના થકી કોઇ ઇલેક્ટ્રિકલ મેસેજ થી આલ્ફા ન્યુમેરિક કી થી એક્ટિવ કરી શકાય જેનાથી આ ઘટના સર્જાઈ હશે. લેબેનીઝ ફોરેન મીનીસ્ટ્રી અને હેસબુલ્લાનો એવો અંદાજો છે કે ઇઝરાયલ સ્પાય એજન્સી મોસાદનો હાથ આ ઘટનામાં રહેલો છે. જે કંપનીનું નામ એપી 924 પેજરે સ્ટેટમેન્ટ રિલીઝ કરીને કહ્યુ હતુ કે અમે ફક્ત નામ આમાં વાપર્યુ છે પેજરની તમામ બનાવટ યુરોપમાં થાય છે. પણ તેમણે કંપનીનું નામ નથી જણાવ્યું.
વધુ વાંચો : VIDEO : મોત આવતાં કોણ ઊભું રહે ! અંતિમ સંસ્કાર વખતે ભયાનક બ્લાસ્ટ, મૃતકો છોડીને ભાગ્યાં
શુ છે હેઝબુલ્લા?
અમેરિકા, દુબઈ, યુરોપિયન યુનિયન સહિતના 60 દેશોએ ટેરેરિસ્ટ ઓર્ગેનાઇશનનો હેઝબુલ્લાનો ટેગ આપ્યો છે. 7 મી ઓક્ટોબરે જ્યારે ઇઝરાયલે પેલેસ્ટાઇન પર એટેક કર્યો ત્યારે આ દિવસ બાદ એટલે કે 8 મી એ હેઝબુલ્લાના માણસોએ મિસાઇલ ફાયરિંગ ચાલુ કરીને ઇઝરાયલ પર એટેક કર્યો હતો. જેને લઇ ઇઝરાયલે વળતો જવાબ આપ્યો હોવાની વાતો લોકો કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.