બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 11:01 AM, 14 May 2019
આખો સંસાર માતા દુર્ગાને શક્તિનું રૂપ માને છે માત્ર સાધારણ મનુષ્ય જ નહીં પરંતુ દેવતા પણ માતા દુર્ગાની શક્તિની પૂજા કરે છે. માતા દુર્ગાને દુષ્ટોનો નાશ કરવાવાળી માનવામાં આવ્યું છે. એ હંમેશાં દુષ્ટ પાપીઓનો નાશ કરે છે, એમણે પોતાની શક્તિ નું પ્રદર્શન કર્યું છે. આખા સંસારને પાપીઓથી બચાવ્યો છે, જોકે બધા જાણે છે કે માતા દુર્ગાની સવારી સિંહ છે.
પૌરાણિક કથાઓ પ્રમાણે જોઈએ તો માતા દુર્ગા સિંહની સવારી કરે છે. માતા દુર્ગા માતા પાર્વતીનું રૂપ માનવામાં આવે છે. માતા પાર્વતીએ ભગવાન ભોલેનાથને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે હજારો વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી. એવી માન્યતા છે કે તપનાં તેજથી માતાનો રંગ શ્યામ થઇ ગયો હતો. વ્રતનાં ફળમાં ભગવાન શિવજીથી માતા પાર્વતીનાં લગ્ન થયાં હતાં અને આ બંનેને બે પુત્ર થયા. જેમનું નામ કાર્તિકેય અને ભગવાન ગણેશ છે.
જ્યારે માતા પાર્વતી અને ભગવાન શિવજીનાં લગ્ન થયાં તો એના પછી ભગવાન શિવજીએ ક્રીડાના સમયે માતા પાર્વતીને કાલી કહી દીધું હતું. આ વાતથી માતા પાર્વતી ઘણાં ગુસ્સે થયાં હતાં. ભગવાન શિવજી દ્વારા કહેવામાં આવેલ વાતથી ગુસ્સે થઈને માતા પાર્વતી કૈલાસ છોડીને ચાલ્યાં ગયાં હતાં અને કોઈ જંગલમાં તપ સાધના શરૂ કરી દીધી હતી.
|
માતા પાર્વતીએ સુંદર રંગ પ્રાપ્ત કરવા માટે તપ કર્યું હતું. એ સમયે ત્યાં એક ભૂખ્યો સિંહ પહોંચી ગયો હતો, સિંહ એ માતા પાર્વતીને પોતાનો આહાર બનાવવાનું નક્કી કરી લીધું. જ્યારે સિંહે જોયું કે માતા પાર્વતી તપસ્યામાં લીન છે તો એ એમની સામે બેસી ગયો હતો. સિંહે વિચાર્યું કે જ્યારે માતા પાર્વતી તપસ્યાથી ઊઠશે ત્યારે એમને પોતાનો આહાર બનાવી લેશે.
માતા પાર્વતીએ ઘણાં વર્ષો સુધી તપસ્યા કરી હતી અને જ્યાર સુધી માતા પાર્વતી તપસ્યામાં લીન હતાં ત્યાર સુધી સિંહ એમની સામે બેઠો રહ્યો હતો, ભગવાન ભોલેનાથ માતા પાર્વતીથી પ્રસન્ન થયા અને માતા પાર્વતીને સુંદર રૂપનું વરદાન આપ્યું. એના પછી માતા પાર્વતીની તપસ્યા પૂરી થઈ હતી, જ્યારે માતા પાર્વતીએ ભગવાન શિવનાં વરદાન વિશે ખબર પડી તો એના પછી એમણે ગંગામાં સ્નાન કર્યું હતું. સ્નાન કર્યા પછી એમનું રૂપ દૂધ ની જેમ રૂપાળું થઈ ગયું હતું.
આ કારણથી માતા પાર્વતીને મહાગૌરીના નામથી પણ લોકો ઓળખે છે, જ્યારે સ્નાન કરીને પાછાં આવ્યાં તો એમણે જોયું કે નદીની પાસે એક સિંહ ઊભો હતો. એમને આ વાત ની જાણ હતી કે એ સિંહ એમને પોતાનું ભોજન બનાવવા માટે આવ્યો હતો, પરંતુ જ્યારે માતા પાર્વતી તપસ્યામાં લીન હતાં ત્યારે એમની સામે બેઠો રહ્યો હતો, માતા પાર્વતીજીની સાથે સાથે એણે પણ તપસ્યા કરી હતી, એના પછી માતા પાર્વતીએ સિંહને આશીર્વાદ આપ્યા અને એમને પોતાની સવારીના રૂપમાં સ્વીકાર કર્યો. આ પ્રકારે માતા દુર્ગાની સવારી સિંહ બન્યો.•
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.