બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 07:54 PM, 30 January 2022
ADVERTISEMENT
મહિલાને કરોળીયો કરડ્યો
કરોળીયા વિશે સૌ કોઈ જાણતુ હશે. પરંતુ તે કેટલો જીવલેણ સાબિત થઇ શકે છે તે અંગે કેટલાંક લોકોને જ જાણકારી હશે. વિશ્વમાં કરોળીયાની ઘણી પ્રજાતિઓ છે. જેમાંથી અમુક ઝેરીલી અને જીવલેણ પણ છે. આવો એક ઝેરીલો કરોળીયો મહિલાને કઈડી ગયો. બ્રિટનમાં રહેતી 38 વર્ષીય ઈઓના મેકનીલ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં મેક્સિકો ફરવા ગઇ હતી. ત્યાં પહાડો પર ટ્રેકિંગ કરતી વખતે તેને એક કરોળીયો કઈડી ગયો હતો. ઈઓનાને ત્યારે દુ:ખાવો થયો નહતો. ઈઓના જ્યારે લંડનથી પાછી ફરી ત્યારે તેની સ્થિતિ ખરાબ થવા લાગી. કરોળીયો કરડ્યો તેના એક દિવસ બાદ જ્યારે તે સવારે ઉઠી ત્યારે તેના ઘૂંટણ સોજી ગયો હતો અને તેને ઉલ્ટી થઇ હતી. અસહ્ય દુ:ખાવાથી તેની સ્થિતિ બગડી હતી.
ADVERTISEMENT
હોસ્પિટલમાં ક્રિસમસ વિતી
ઈઓના ગમે તેમ ડૉકટર પાસે પહોંચી. ડૉકટરની પાસે ગઇ તે દરમ્યાન બે વખત બેહોશ થઇ અને હોસ્પિટલ પહોંચતા જ તે ધ્રુજવા માંડી. ઈઓનાને સીધી લંડનની ટ્રોપિકલ ડિજીજ હોસ્પિટલ લઇ જવામાં આવી. તેની ક્રિસમસ પણ હોસ્પિટલમાં જ વિતી. હોસ્પિટલમાં પ્રારંભિક સારવાર બાદ પણ ઈઓનાને રાહત ના મળી. પરંતુ તબીબોએ આશ્વાસન આપ્યું કે તે તાત્કાલિક સાજી થશે. હોસ્પિટલમાં સારવારના ચોથા દિવસે તેની તબિયત સારી થઇ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.