તમારૂ સિમકાર્ડ તમારા જ નામે છે ને...? તપાસો આ રીતે
Team VTV09:31 PM, 14 Oct 17
| Updated: 05:22 PM, 30 Mar 19
કોઈપણ સીમકાર્ડ ખરીદતી વખતે આપણે ખાસ ધ્યાન રાખીએ છીએ કે આપણા ડૉક્યુમેન્ટના આધારે કોઈ અજાણી વ્યક્તિ સીમકાર્ડ ના વાપરતી હોય. આ સમસ્યાનો ઉકેલ અહીં આપવામાં આવ્યો છે કે માત્ર 3 સ્ટેપ દ્વારા તમે ચેક કરી શકશો કે તમે જે સિમકાર્ડ વાપરી રહ્યા છો તે કોના નામે છે. આ માટે થોડાક સ્ટેપ અહીં આપવામાં આવ્યા છે જેનુ પાલન કરતા જ ખબર પડશે કે તમારૂ સિમકાર્ડ કોના નામે છે.
ભારતમાં હાલમાં કામ કરતી એરટેલ વોડાફોન આઇડિયા જીઓ જેવી દરેક કંપનીની એપ ગુગલના પ્લે સ્ટોર પર સરળતાથી મળવા પાત્ર છે. આ એપ્લીકેશન ડાઉનલોડ કરીને તેમાં આપવામાં આવેલ નીચે મુજબની બાબતોને અનુસરવાથી જાણવા મળશે કે સીમ કોના નામે છે. આપણે વાત કરીશું જીઓ એપ્લીકેશનની.....
1. પ્લે સ્ટોરમાં જઈને સૌથી પહેલા ગુગલ પ્લે સ્ટોરમાંથી My jio App ડાઉનલોડ કરી લો. એપ ડાઉનલોડ કર્યા બાદ કેટલીક પરમિશન માંગે તો તેને Allow કરી દો.
2. જ્યારે એપ તમારા ફોનમાં ઈન્સ્ટોલ થઈ જાય ત્યાર બાદ તમારો મોબાઈલ નંબર અંદર એન્ટર કરવાનું રહેશે. જેવો જ તમે પોતાનો મોબાઈલ નંબર નાંખશો તો તમારા મોબાઈલ પર એક OTP આવશે. તે ઓટીપી એપમાં નાંખી દો. આને નાંખ્યા બાદ તમારૂ નવું એકાઉન્ટ ઓપન થઈ જશે.
3. હવે My jio App માં સૌથી ઉપર ડાબી બાજુએ કોર્નરમાં ઉપર ત્રણ લાઈનો હશે. તે તમારી પ્રોફાઈલ છે. તે પ્રોફાઈલમાં સિમકાર્ડ જેના નામે રજિસ્ટર્ડ હશે તેનું નામ લખેલું જોવા મળી જશે. નામ સાથે નંબર પણ લખેલું જોવા મળશે.
4. પ્રોફાઇલમાં રહેલ નામની બાજુમાં તમે તમારો ફોટો પણ અપલોડ કરી શકશો.